કોરોના વેક્સિન લીધા બાદ થઈ શકે છે આ 5 સાઈડ ઈફેક્ટ, ડોક્ટરો આપી રહ્યા છે ચેતવણી

વૈજ્ઞાનિકો વિશ્વને કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા માટે દિવસ-રાત રસી પર કામ કરી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે વૈજ્ઞાનિકો કોઈ ચેપ માટે આટલી ઝડપથી કામ કરી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં જે રસીના કેન્ડિડેટ્સને અસરકારક અને સલામત હોવાનું કહેવાય છે. તેને લઈને પણ દવા કંપનીઓ અને ડોકટરો તેમના વિશે પણ ચેતવણી આપી રહ્યા છે. કોવિડ -19 ની સામે કોઈ પણ વ્યક્તિને વેક્સિનેટ કરવો બહુ મોટુ જોખમભર્યું કામ છે.

ખતરનાક આડઅસરોનું જોખમ વધી શકે છે

डॉक्टर्स की बढ़ी चिंता
image source

કોરોના રસી લીધા પછી એલર્જી અથવા ખતરનાક આડઅસરોનું જોખમ વધી શકે છે. આવી આડઅસરો કેટલાક લોકોમાં રસીના પરીક્ષણો બાદ જોવા મળી છે. કેટલાક કિસ્સાઓમાં તો ખૂબ જ અનોખી જ આડઅસર જોવા મળી છે. આ રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે, આપણે તેની ખામીઓ પર ધ્યાન આપવું પડશે. આપણે તેમની સાથે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું પડશે. ચાલો આજે તમને પોસ્ટ વેક્સિનેશનની આવી જ કેટલીક આડઅસર વિશે જણાવીએ, જેના વિશે ડોકટરો વધુ ચિંતિત છે.

તાવ અથવા શરદી

image source

મોડર્નાની રસી લીધા પછી એક વ્યક્તિને તાવ અને અતિશય ઠંડી જેવી આડઅસરો જોવા મળી હતી. રસી આપ્યાના થોડા કલાકો પછી જ આ વ્યક્તિનો તાવ 102 ડિગ્રી તાપમાન પર પહોંચી ગચો હતો. તેથી,રસી ઉત્પાદક કંપનીઓએ આ બંને આડઅસરો પર વિશેષ ધ્યાન આપવું પડશે. જો કે, જ્યારે શરીર એન્ટિબોડીઝ બનાવે છે ત્યારે વ્યક્તિને હળવો અથવા વધારે તાવ આવી શકે છે.

માથાનો દુખાવો

सिरदर्द
image source

રસી લીધા પછી માથાનો દુખાવો થવાની સમસ્યા પણ એક લક્ષણ છે, જેના માટે આપણે તૈયાર રહેવું પડશે. રસી લીધા પછી દર્દીને તીવ્ર માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય માનસિક તણાવ, ચીડિયાપણું અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનમાં રસીકરણ પછી 50 ટકા દર્દીઓ આ સમસ્યાથી પીડાય છે.

ઉલટી

उल्टी या जी मिचलाना
image source

કોઈ પણ રસીની અસર વ્યક્તિની ગૈસ્ટ્રોઈંટસટાઈન સિસ્ટમ પર પડી શકે છે. મે મહિનામાં મોડર્નાની સર્વાધિક ડોઝ લેવા માટે એક સ્વયંસેવકની પસંદગી કરવામાં આવી હતી, રસી લીધા બાદ ઘણા કલાકો સુધી તેની તબિયત ખરાબ રહી. આ દરમિયાન, સ્વયંસેવકને ઉલટી, ઉબકા, ગભરાટ અને પેટમાં ખેંચાણ જેવા લક્ષણો જોવા મળ્યા.

સ્નાયુઓમાં દુખાવો

मांसपेशियों में दर्द
image source

જે જગ્યાએ દર્દીને રસી લગાડવામાં આવે છે, ત્યાં ઘણીવાર માંસપેશીઓમાં દુખાવો અને સોજો આવે છે. ઈમ્યૂનની પ્રતિક્રિયા પર તે ભાગમાં લાલાશ અથવા ફોલ્લીઓ પણ થઈ શકે છે. મોડર્ના, ફાઈઝર અને ઓક્સફોર્ડ-એસ્ટ્રેઝેનેકા ત્રણેય તેમની રસીઓમાં આ આડઅસરો જોઈ ચુક્યા છે.

માઈગ્રેન

माइग्रेन
image source

માથાના એક ભાગમાં દર્દ અથવા આધાશીશી (માઈગ્રેન) પણ એક અનોખી સમસ્યા હોઈ શકે છે. એક અહેવાલ મુજબ, ફાઇઝરની રસીની ટ્રાયલનો ભાગ રહેલ સ્વયંસેવકમાં રસીકરણ પછી માઈગ્રેનની ફરિયાદ જોવા મળી હતી. આ સ્વયંસેવકે ઘણા લોકોને કહ્યું હતું કે, આ રસી લેતા પહેલા એક દિવસની રજા લઈલો અને આરામ કરો. આ રસી લીધા બાદ મનુષ્યમાં માઈગ્રેનનું પ્રમાણ વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ