ક્યા બાત, ક્યા બાત! હાર્ટ સર્જરી બાદ રેમો ડિસૂઝાએ હોસ્પિટલમાં કર્યો મસ્ત ડાન્સ, પત્નીએ શેર કર્યો વિડીયો, શું તમે જોયો?

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને શુક્રવારે હાર્ટ એટેક આવ્યા બાદ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જો કે સારવાર બાદ તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. તેમની પત્ની લિઝેલ સતત તેની દેખરેખ કરી રહી છે. તેઓએ હાલમાં સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ શએર કરી છે જેમાં ફેન્સને હેલ્થ અપડેટ આપ્યું છે.

લિઝેલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Liz (@lizelleremodsouza)

લિઝેલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સોમવારે એક વીડિયો શેર કર્યો છે.જેમાં રેમો ડિસૂઝા પોતાના પગને મ્યુઝિકની ધૂન પર થરકાવી રહ્યા છે. આ વીડિયોની સાથે લિઝેલે લખ્યું કે પગથી નાચવું અને દિલથી નાચવું આ બંને અલગ વાત છે. રેમો ડિસૂઝા…થેન્ક્યૂ. તમારા દરેકની દુઆઓ અને આર્શિવાદ માટે. આ વીડિયો પર અનેક સેલેબ્સે પણ કમેન્ટ કરી છે અને રેમોના જલ્દી સાજા થવાની કામના પણ કરી છે.

image source

ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ બોલિવૂડના અમિતાભ બચ્ચને પણ પોતાના ટ્વિટર પર રેમોના જલ્દી સાજા થવાની શુભકામનાઓ પાઠવી હતી તો અન્ય તરફ ગીતા કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો અને રેમોના જલ્દી સાજા થઈને પાછા ફરવાની કામના કરી હતી.

શુક્રવારે આવ્યો હતો એટેક

રેમો ડિસૂઝાને શુક્રવારે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ત્યારબાદ અનેક સેલેબ્સે હોસ્પિટલ જઈને પણ રેમોની તબિયતના હાલચાલ તેની પત્નીને પૂછ્યા હતા.

image source

રેમોની પત્ની લિઝેલે કહ્યું છે કે એન્ઝિયોપ્લાસ્ટીની સર્જરી કરવામાં આવી છે. રેમોએ થોડા સાજા થતાં હોસ્પિટલમાં ડાન્સ કર્યો હતો. પરંતુ હજુ સુધી તેના ડિસ્ચાર્જને લઈને કોઈ જાણકારી મળી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ