કોરોનાના કેસની ગતિમાં લાગી ‘બ્રેક’, છેલ્લા 24 કલાકની અપડેટ જાણીને તમે પણ અનુભવશો હાંશકારો

અમેરિકા બાદ કોરોના સંક્રમણ સૌથી વધુ ભારતમાં છે. આપણા દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 93 લાખને પાર પહોંચી ગઈ છે. આજે સતત 21માં દિવસે કોરોનાના 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,322 નવા કેસ નોંધાયા છે. જ્યારે 485 લોકોના મોત થયા છે. સારા સમાચાર એ છે કે એક દિવસમાં 41,452 દર્દી સ્વસ્થ થયા છે.

image source

કોરોનાના કેસ વધવાની આ સંખ્યા દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધારે છે. જ્યારેની મોતની સંખ્યમાં દુનિયમાં નવામાં નંબર પર છે. ગુજરાતમાં છેલ્લા ૧૬ દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસની ગતિમાં આખરે ‘બ્રેક’ લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪૫૫ કેસ નોંધાયા છે.

image source

ગુજરાતમાં ૨૦ નવેમ્બર બાદ નોંધાયેલા આ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ છે. કુલ કેસનો આંક હવે ૨,૧૮,૭૮૮ છે. હાલમાં ૧૪૬૯૫ એક્ટિવ કેસ છે જ્યારે ૮૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૦૮૧ છે.

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૦૮૧

image source

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨૯૧-ગ્રામ્યમાં ૧૫ સાથે ૩૦૬ નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ૧૯ નવેમ્બર બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫૨ હજારને પાર થઇને ૫૨૦૩૦ થયો છે. સુરત શહેરમાં ૧૯૯-ગ્રામ્યમાં ૩૬ એમ ૨૩૫ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૫૧૩૯ છે. વડોદરા શહેરમાં ૧૩૩-ગ્રામ્યમાં ૪૧ સાથે ૧૭૮ જ્યારે રાજકોટ શહેરમાં ૧૧૧-ગ્રામ્યમાં ૫૩ સાથે ૧૬૪ નવા કેસ નોંધાયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨૯૧-ગ્રામ્યમાં ૧૫ સાથે ૩૦૬ નવા કેસ નોંધાયા

image source

કુલ કેસનો આંક હવે વડોદરામાં ૨૧ હજારને પાર થઇને ૨૧૧૭૦ જ્યારે રાજકોટમાં ૧૭૩૨૫ છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં ૫૬ સાથે મહેસાણા-ખેડા, ૫૩ સાથે ગાંધીનગર, ૪૩ સાથે જામનગર, ૩૬ સાથે પંચમહાલ, ૩૩ સાથે પાટણ, ૨૯ સાથે સુરેન્દ્રનગર, ૨૭ સાથે સાબરકાંઠા, ૨૬ સાથે ભાવનગર- બનાસકાંઠા, ૨૪ સાથે કચ્છ, ૨૩ સાથે દાહોદ, ૨૧ સાથે અમરેલીનો સમાવેશ થાય છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

૧૬ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૧૪૫૫ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૦, સુરતમાંથી ૩, અમરેલી-બોટાદ-રાજકોટ-વડોદરામાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૧૧૯, સુરતમાં ૯૧૩, વડોદરામાં ૨૨૫, રાજકોટમાં ૧૮૨, અમરેલીમાં ૨૮ અને બોટાદમાં ૮ છે. કોરોનાથી મૃત્યુદર ૧.૮૬% છે.

image source

ગુજરાતમાં હાલ ૫,૪૨,૧૩૮ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૯૩૧૦ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૮૨,૪૧,૯૬૦ છે. આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે રાજ્યની વસતીને ધ્યાને લેતાં પ્રતિદિન ૧૦૬૬.૩૧ ટેસ્ટ પ્રતિ મિલિયન થયા છે. કોરોનાના કુલ સૌથી વધુ ટેસ્ટ કરવામાં ઉત્તર પ્રદેશ, બિહાર, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ બાદ ગુજરાત સાતમાં સ્થાને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ