મહારાષ્ટ્રનાં આ પ્રાથમિક શિક્ષકને મળ્યો 7 કરોડનો પુરસ્કાર, પછી કરી એવી જાહેરાત કે બધા કરી રહ્યા છે એમની જોરદાર પ્રશંસા

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લા પરિષદ શાળાના પ્રાથમિક શિક્ષક રણજિત સિંહ ડિસલેએ એવું કારનામું કરી બતાવ્યું છે કે જેના પર આખા દેશને તેના પર ગર્વ થાય. અસલમાં રણજિત સિંહ ડિસલેએ ગ્લોબલ ટીચર પુરસ્કાર જીત્યો છે અને તેમાં તેને 7 કરોડ રૂપિયાની પુરસ્કાર રાશિ મળી છે. આટલી મોટી રકમનું ઇનામ જીત્યા બાદ રણજિત સિંહ ડિસલેએ એ એક જાહેરાત પણ કરી જેના કારણે લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. રણજિત સિંહ ડિસલેએ ઈનામની રકમ અંગે એવી જાહેરાત કરી હતી કે તે ઈનામની 7 કરોડની રકમમાંથી અડધી રકમ તેના સાથી સ્પર્ધકોમાં વહેંચી દેશે.

image soucre

માહિતી મુજબ યુનેસ્કો અને લંડનમાં આવેલા વાર્કે ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ટીચર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 140 દેશોના 12000 થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં શિક્ષણ વિષય સંબંધી સારા વિચારો.માંગવામાં આવ્યા હતા. દરમિયાન રણજિત સિંહ ડિસલેના વિચારો સૌને પસંદ પડ્યા હતા.

image source

નોંધનીય છે કે ઉપરોક્ત સ્પર્ધાનું પરિણામ ગત 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સોલાપુર જિલ્લાના પરિતેવાડી જિલ્લા પરિષદ શાળાના શિક્ષક રણજિત સિંહ ડિસલે વિજેતા બન્યા હતા. આ કાર્યક્રમ લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ખાતે યોજાયો હતો અને તેમાં વિજેતા સ્પર્ધકને 7 કરોડની પુરસ્કાર રાશિ અંગેની જાહેરાત પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સ્ટીફન ફ્રાય દ્વારા કરવામાં આવી હતી જે સ્પર્ધક રણજિત સિંહ ડિસલે હતા.

image source

ઉલ્લેખનીય છે કે વાર્કે ફાઉન્ડેશને આ સ્પર્ધા અને પુરસ્કાર આપવાની શરૂઆત વર્ષ 2014 માં કરી હતી. વર્ષ 2020 માં આ સ્પર્ધામાં વિશ્વભરના 140 દેશોમાંથી 12000 થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. તેમાંથી વિશ્વભરના 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા જે પૈકી ભારતના રણજિત સિંહ ડિસલેએ બાજી મારી હતી.

image source

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર એવા વિલક્ષણ શિક્ષકને અપાય છે જેણે પોતાના શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ યોગદાન આપ્યું હોય. રણજીતે વિદ્યાર્થીનીઓને શિક્ષા આપવા અને ભારતમાં ત્વરિત પ્રતિક્રિયાબ(QR) કોડિત પાઠ્યપુસ્તક ક્રાંતિમાં વધારો કરવા અંગેનો વિચાર રજૂ કર્યો હતો.

image source

નોંધનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ રણજિત સિંહ ડિસલેને આ ઉપલબ્ધી બદલ શુભેચ્છા પાઠવી હતી. સૌથી ખાસ વાત તો એ છે કે 7 કરોડ રૂપિયાની પુરસ્કાર રાશિ જીતનાર રણજીતે એવી જાહેરાત કરી હતી કે તે 7 કરોડની પુરસ્કાર રાશિમાંથી અડધી રકમ સ્પર્ધાના ફાયનલ રાઉન્ડમાં પહોંચનાર અન્ય 9 સ્પર્ધકો વચ્ચે વહેંચી દેશે જેથી તેમને પણ આશ્વાસન મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ