કોરોનાની લડાઇમાં આ કંપનીની વેક્સીન આપી રહી છે 94.5 ટકાનું સફળ રીઝલ્ટ, વાંચો વધુમાં…

દેશ અને દુનિયામાં અનેક કંપનીઓ કોરોનાની વેક્સીન બનાવી રહી છે અને લોકો કોરોનાની જંગ સામે લડી રહ્યા છે ત્યારે અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ સારા સમાચાર આપ્યા છે. કંપનીએ કહ્યું કે તેની પ્રાયોગિક રસી mRNA-1273 કોરોના સામેની લડાઈમાં 94.5 ટકા અસરકારક રહી છે.

image source

અમેરિકાની મોર્ડના કંપનીએ કહ્યું કે શરૂઆતના પરિણામોમાં એન્ટી કોરોના વાયરસની રસી mRNA-1273 94.5 ટકા સફળ રહી છે. મોર્ડનાની આ રસીની સૌથી સારી વાત એ છે કે તેને સામાન્ય ફ્રિઝમાં પણ સરળતાથી રાખી શકાશે જેથી તેને સ્ટોર કરવામાં કોઈ તકલીફ આવશે નહીં.

image source

મોર્ડના કંપનીએ કહ્યું કે આ વેક્સીનને 30 દિવસમાં સામાન્ય ફ્રિઝમાં સ્ટોર કરી શકાય છે. 6 મહિના સુધી સ્ટોર કરવા માટે માઈનસ 20 ડિગ્રી તાપમાનની જરૂર રહે છે. આ કારણે મોર્ડનાની વેક્સીનને સરળતાથી સપ્લાય કરી શકાય છે.

image source

આ પહેલાં અન્ય કંપની ફાઈઝરે પણ તેની રસીને 90 ટકા સફળ ગણાવી છે. ફાઈઝરનો દાવો છે કે રસી બની જશે તો પણ તેની અસર જોવામાં સમય લાગશે અને સાથે જ સંક્રમણના કેસ ઘટવામાં પણ સમય લાગી શકે છે.

image source

ફાઈઝરની વેક્સીન ફક્ત 5 દિવસ જ સામાન્ય ફ્રિઝના તાપમાને સુરક્ષિત રહી શકે છે. લાંબા સમય સુધી સ્ટોર કરવા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ફાઈઝરની વેક્સીનને માઈનસ 70 ડિગ્રી તાપમાનની જરૂર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ