અમદાવાદીઓ સાવધાન: કોરોનાના કેસમાં રોકેટગતિએ વધારો થતા હોસ્પિટલમાં લાગી લાઈનો, તંત્રમાં મચી દોડધામ, વાંચો A TO Z માહિતી

શિયાળાની શરૂઆત થતા જ કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. તહેવારની સીઝનમાં લોકોએ દાખવેલી બેદરકારી અત્યારે લોકોને ભારે પડી રહી છે. કોરોનાના કેસમાં અચાનક આવેલા ઉછાળાથી હોસ્પિટલોમાં ભીડ જાંમી છે. અમદાવાદીઓ માટે દિવાળીના તહેવાર મજાની સાથે સજા પણ લઈને આવ્યા છે. શહેરમાં કોરોનાના કેસોમાં અવિરત ધોરણે વધારો થઈ રહ્યો છે.

image source

એકલી અસારવા સિવિલ હોસ્પિટલમાં જ દૈનિક કેસોની સંખ્યા 100ને વટાવવાની તૈયારીમાં છે. તેના પછી હવે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ વધી રહ્યા છે. કે તહેવારો બાદ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને કારણ સ્ટાફ પણ સતત ખડે પગે છે .બીજી તરફ કોરોના OPDમાં પણ લોકો આવી રહ્યા છે અને કેટલાક દર્દીઓ એમ્બ્યુલન્સમાં પણ આવી રહ્યા છે. હાલમાં હોસ્પિટલમાં લોકોનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે.

38 થી વધુ ડોક્ટરો આવ્યા કોરોનાની ઝપેટમાં

image source

હાલમાં મોટા ભાગના દર્દીઓ અને સગાં ઇમર્જન્સી વોર્ડ તરફ જાય છે, પરંતુ કોરોના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના OPDની તપાસ કરતાં જાણવા મળ્યું કે અહીં વહેલી સવારથી જ દર્દીઓ અને તેમનાં સગાં પહોંચી જાય છે, જેમાં જરૂર જણાય તો દર્દીને દાખલ કરવામાં આવે છે અને સામાન્ય લક્ષણોવાળા દર્દીને હોમ કોરન્ટીન કરવામાં આવે છે. આ અંગે સોલા હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર પૂનમ સોનીએ એક મીડિયા હાઉસ સાથેની વાતમાં જણાવ્યું હતું કે અમારા ત્યાં કોરોના દર્દી વધી રહ્યા છે, હાલ તેમનો આંકડો 292એ પહોંચ્યો છે. બીજી તરફ માર્ચ મહિનાથી અત્યારસુધીમાં 38 ડૉક્ટર અને અન્ય સ્ટાફ પણ સંક્રમિત થયો છે.

બીજા રાઉન્ડમાં કોરોના દર્દીમાં નોંધપાત્ર વધારો

image source

જો હાલમાં સોલા સિવિલમાં દર્દીઓની સુવિધાઓ અને વધતા દર્દીઓને કારણે વધુ એક વોર્ડની જરૂર ઊભી થઇ હોવાથી એ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીજા રાઉન્ડમાં કોરોના દર્દીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 17 નવેમ્બરની રાત સુધીમાં સોલા સિવિલમાં 81 કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ICU બેડ ભરાઈ ગયાં છે. ICU માં હવે એકપણ બેડ ખાલી નથી. જે દર્શાવે છે હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ કેટલી ગંભીર છે. લોકો જો હજુ સમજદારી નહિ દાખવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર 120 બેડ ખાલી

image source

હાલની પરિસ્થિતિની જોતા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતાં ખાસ એક વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. નવા વોર્ડમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 279 કોરોના દર્દી દાખલ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર 120 બેડ ખાલી રહ્યા છે. રોજ હવે કોરોનાના કેસો વધતાં ફરી હોસ્પિટલો ભરાઈ રહી છે. દિવાળી તહેવારો શરૂ થતાં જ અમદાવાદ શહેરની બજારોમાં કીડિયારું ઊભરાયું હોય એ રીતે લોકો ફરતા જોવા મળતા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સથી લઈ માસ્કનું પણ પાલન કરતા નહોતા. બેખોફ બનીને ફરનારી આ ભીડને લાગતું હતું કે કોરોના હવે ગયો, વાસ્તવમાં એ ગયો નથી, પણ વધુ ગંભીર બનીને ત્રાટકી રહ્યો છે. આ સ્ફોટક સ્થિતિને પગલે 16 નવેમ્બરે આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને આગામી સમયમાં કોરોના સામે કેવી રીતે લડી શકાય તેની સમીક્ષા કરી હતી.

તહેવારો બાદ કેસોમાં નોંધપાત્ર વધારો

image source

એક સમયે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા હતા, પરંતુ દિવાળીના તહેવારો પછી દર્દીઓ માં 50 ટકાનો ઉછાળો નોંધાયોછે. તેમા પણ હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા વર્ષે જ સિવિલમાં લગભગ દોઢસો દર્દી દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સારવાર લઈ રહેલા 600 પ્લસ દર્દીઓમાં 500 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે. હજી પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને હવે આવનારા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલવા પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાલી નવા વર્ષના દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ સિવિલમાં સારવાર લઈ રહેલા 625 દર્દીમાંથી 475 ઓક્સિજન પર છે. આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતા લોકો હજુ પણ જાહેરમાં માસ્ક નથી પહેરતા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન નથી કરી રહ્યા. જે આગામી સમયમાં વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ