કોરોના બાદ હવે આ વાયરસે ઉંચક્યું માથું, જાણો શું છે લક્ષણો

કોરોના વાયરસની મહામારી દુનિયામાં ફેલાઈ ચૂકી છે અને લોકો તેના ડરમાં રહીને પોતાનું જીવન જીવી રહ્યા છે. આ સમયે એક અન્ય વાયરસ માથું ઉંચકી રહ્યો છે. આ વાયરસને ચાપરે નામથી ઓળખવામાં આવી રહ્યો છે. સૌ પહેલાં આ વાયરસ બોલિવિયામાં જોવા મળ્યો હતો.

image soucre

આ વાયરસના લક્ષણો ખાસ કરીને ડેન્ગ્યુ અને ઈબોલા વાયરસના જેવા જ છે. પરંતુ તેની ખાસ વાત એ છે કે તે ઉંદરની મદદથી ફેલાય છે અને સાથે જ તે માણસમાંથી માણસમાં ફેલાઈ રહ્યો છે. અમેરિકાના સેન્ટર ઑફ ડીઝીઝ કંટ્રોલ (સીડીસી)એ તેની ખાતરી કરી છે. આ વાયરસની ખાસ અસર એવી થાય છે કે તેમાં તાવ આવે છે અને બની શકે છે કે બ્રેન હેમરેજ પણ થઇ જાય. તે એક રીતે ઇબોલા જેવો છે.

2004માં પહેલીવાર જોવા મળ્યો હતો ચાપરે વાયરસ

image source

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 2019માં બે દર્દીઓથી આ વાયરસનું સંક્રમણ બોલિવિયાની રાજધાની લા પાઝમાં સ્થિત ડિ ફેક્ટો હોસ્પિટલના બે સ્વાસ્થ્ય કર્મીઓને થયો હતો. આ બે દર્દીઓમાંથી એકનું મોત થયું હતું. હોસ્પિટલના બંને કર્મચારીઓનું આ જ સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવા એક વાયરસનું અસ્તિત્વ 2004માં બોલિવિયાના ચાપરે વિસ્તારમાં પહેલીવાર જોવા મળ્યું હતું.

આ પ્રાણીથી ફેલાય છે ચાપરે વાયરસ

image source

મળતી માહિતી અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ઉંદરો દ્વારા માનવ શરીરમાં પહોંચી રહ્યો છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે જે વાયરસનું સંક્રમણ માનવ શરીરના દ્વવો દ્વારા ફેલાય છે, તેના પર કાબૂ મેળવવા તે વાયરસની સરખામણીમાં સરળ હોય છે. આ વાયરસનું સંક્રમણ શ્વાસથી ફેલાય છે. જ્યારે કોરોનાનું સંક્રમણ નાક દ્વારા ફેલાય છે.

આવા છે ચાપરે વાયરસના લક્ષણો

image source

જે દર્દીને આ વાયરસનું સંક્રમણ લાગ્યુ હોય છે તેમનામાં ખાસ કરીને સામાન્ય લક્ષણો જોવા મળે છે. જેમાં તાવ આવવો, પેટમાં દુખાવો થવો, ઉલ્ટીઓ થવી, દાંતનાં પેઢામાંથી લોહી નીકળવુ, મોઢાની ચામડી પર છાલા પડી જવા અને આંખોમાં દુખાવો થવા જેવી સામાન્ય ફરિયાદ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંક્રમણનો કોઇ ઇલાજ નથી.

image source

આ બીમારીને લિક્વિડની મદદથી ઝડપથી દૂર કરી શકાય છે. શરૂઆતમાં આ વાયરસના લક્ષણ ડેન્ગ્યુ સમાન લાગે છે. આ પહેલાં તેને ઈબોલાના લક્ષણો સાથે પણ સરખાવાયા હતા. બીમારી પર હાલમાં કાબૂ મેળવાયો છે પણ સાથે જ લોકોને તેને લઈને સતર્ક રહેવા જણાવાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ