કોરોનાનો વધ્યો કેર, ગુજરાતમાં રીકવરી રેટનો ક્રમ જાણીને ફાટી જશે આંખો, હોસ્પિટલમાં બેડ મળવી પણ મુશ્કેલ

દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસમાં થયો વધારો. બીજી બાજુ કોરોના કેસના 2 લાખ કરતાં પણ વધારે કેસો ધરાવતા રાજ્યોમાં રીકેવરી રેટમાં પણ ગુજરાત પાછળ રહી ગયું. નવેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં રીકવરી રેટમાં ગુજરાતનો નંબર 11મો હતો પણ હવે પણ છેલ્લા પખવાડિયામાં તેનો ક્રમ 13મો થઈ ગયો છે અને સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

image source

દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી કદાચ આ તેનું જ પરિણામ છે કે પોઝીટીવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. બીજી બાજુ આ બાબતે તંત્રએ પણ બેદરકારી દાખવી હોય તેવું પણ લોકોનું માનવું છે.

image source

દિવાળીના તહેવારો આવ્યો તે પહેલાં ગુજરાતનો રીકવરી રેટ પ્રમાણમાં સારો હતો પણ તહેવારો બાદ મૃત્યુઆંકમાં વધારો થયો છે. અને કોરોનાના સંક્રમણમાંથી મુક્તિ મેળવીને સાજા થઈને ઘરે જનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. માટે હાલ સક્રીય દર્દીઓની સંખ્યા વધારે હોવાથી હોસ્પિટલોમાં બેડ મળવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

image source

સમગ્ર ભારતમાં છેલ્લા એક મહિનાથી 2 લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ ધરાવતા 16 રાજ્યોમાં રીકવરી રેટમાં ગુજરાત 13માં ક્રમે છે. જો કે પ્રથમ નવેમ્બરે ગુજરાત આ યાદીમાં 11માં સ્થાને હતો અને રિકવરી રેટ 90.5 ટકા હતો. પણ 15મી નવેમ્બરની માહિતી પ્રમાણે રીકવરી રેટ 91.3 નોંધાયો હતો અને ગઇકાલે એટલે કે 30મી નવેમ્બરની માહિતી પ્રમાણે ગુજરાતનો રીકવરી રેટ 91 ટકા રહ્યો હતો અને તેની સાથે તે રીકવરી રેટની દ્રષ્ટિએ 13માં ક્રમનું રાજ્ય રહ્યું હતું.

જાણીલો 1લી નવેમ્બરના વિવિધ રાજ્યોના રિકવરી રેટ વિષે

image source

આંદ્ર પ્રદેશમાં સૌથી વધારે રેકવરી રેટ છે અહીંનો રીકવરી રેટ 96.2 ટકા હતો. અહીંના કુલ કેસની સંખ્યા 823348 છે જ્યારે રિકવર થયેલા કેસની સંખ્યા 792083 હતી. બીજા ક્રમે બિહાર આવ્યું હતું અહીંનો રિકવરી રેટ 95.8 ટકા હતો. અહીંના કુલ કેસની સંખ્યા 216764 છે જ્યારે રીકવર થયેલા લોકોની સંખ્યા 207811 હતી. ત્યાર બાદ ત્રીજા ક્રમે તામિલનાડુ રાજ્ય છે અહીં કુલ કેસની સંખ્યા 724522 છે અહીં રિકવર થયેલા કેસ 691236 હતા. ચોથા ક્રમે આવે છે ઓડિશા રાજ્ય અહીંનો રિકવરી રેટ 95.1 ટકા હતો. અહીં અત્યાર સુધીમાં 291825 લોકો સંક્રમિત થયા હતા જેમાંથી 277564 લોકો રીકવર થયા હતા. આસામ રાજ્ય પાંચમાં ક્રમે છે અહીંનો રીકવરી રેટ 95 ટકા હતો અહીં અત્યાર સુધીમાં 206351 લોકો સંક્રમિત થયા હતા. જેમાંથી 196051 લોકો સાજા થયા હતા. છટ્ઠા ક્રમે ઉત્તર પ્રદેશ રાજ્ય છે અહીં અત્યાર સુધીમાં કુલ 483832 લોકો સંક્રમિત થઈ ચુક્યા હતા જેમાંથી 453458 લોકો સાજા થયા હતા આ સાથે જ અહીંનો રીકવરી રેટ 93.7 ટકા છે. કર્ણાટક રાજ્ય આ યાદીમાં સાતમાં ક્રમે હતું અહીંનો રીકવરી રેટ 91.8 ટકા છે અહીં અત્યાર સુધીમાં 823412 લોકો સંક્રમિત થયા હતા જેમાંથી 757208 લોકો સાજા થયા હતા. આંઠમાં ક્રમે તેલંગાણા રાજ્ય હતું અહીંની રિકવરી રેટ 91.8 ટકા હતોછે. અહીં અત્યાર સુધીમા કુલ 240048 લોકો સંક્રમિત થયા હતા જેમાંથી 220466 લોકો સંક્રમણમાંથી મુક્ત થયા હતા. નવમાં ક્રમે હરિયાણા રાજ્ય છે અહીંના કુલ કેસ 168880 હતા જેમાંથી 154451 લોકો સાજા થયા હતા. અહીંનો રિકવરી રેટ 91.4 ટકા હતો. ત્યાર બાદ રાજસ્થાન 10માં નંબરે હતું અહીંનો રિકવરી રેટ તે સમયે 91.3 ટકા હતો. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 196993 હતી જેમાંથી 179984 રીકવર થયા હતા. ત્યાર બાદ ગુજરાતનો ક્રમ હતો જે 11મો હતો. અહીં કુલ કેસની સંખ્યા 1લી નવેમ્બરે 173804 હતી અને તેમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા 157347 હતી. રિકવરી રેટ હતો 90.5 ટકા. ત્યાર બાદ 12માં ક્રમે મહારાષ્ટ્ર હતું અહીંનો રિકવરી રેટ 89.9 હતો, અને અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 1683775 હતી જેમાંથી 1514079 લોકો સાજા થયા હતા. ત્યાર બાદ 13માં ક્રમે દિલ્લી રહ્યું હતું અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 386706 હતી જેમાંથી 347476 લોકો સાજા થયા હતા અહીંનો રિકવરી રેટ 89.8 હતો. ત્યાર બાદ પશ્ચિમ બંગાળનો ક્રમ 14મો હતો. અહીં રિકવરી રેટ 88.4 હતો. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા કુલ 377651 હતી અને રિકવર કેસની સંખ્યા 333990 હતી. ત્યાર બાદ 15માં ક્રમે છત્તીસગઢ હતું અહીં કુલ કેસની સંખ્યા 187270 હતી જ્યારે રીકવર કેસની સંખ્યા 163079 હતી અહીંનો રિકવરી રેટ 87 ટકા નોંધાયો હતો. સૌથી છેલ્લો નંબર કેરળનો હતો. અહીં સૌથી ઓછો રિકવરી રેટ જોવા મળ્યો હતો જે 79.2 ટકા હતો. અહીં કુલ કેસની સંખ્યા, 440131 હતી જેમાંથી 348835 લોકો સાજા થયા હતા.
15મી નવેમ્બરથી 1લી ડિસેમ્બર દરમિયાન ગુજરાતનો રિકવરી રેટ બગડ્યો

image source

ગુજરાતમાં દિવાળી બાદ લોકલ સંક્રમણમાં ધરખમ વધારો થયો હતો. જે દિવાળીના તહેવારોના કારણે બજારોમાં લાગેલી સેંકડો-હજારોની ભીડના કારણે થયો હોય તેવું માનવામાં આવે છે. 15 નવેમ્બરથી ધીમે ધીમે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત રીકવરી રેટમાં 11માં ક્રમે હતુ તે હાલ 13માં ક્રમે આવી ગયું છે અને રિકવરી રેટમાં 0.3 ટકાનો ઘટડો થયો છે. આમ ગુજરાત છેલ્લા 15 દિવસમાં જોખમી બન્યું છે. અને હજુ પણ સંક્રમણ વધી જ રહ્યું છે.

15મી નવેમ્બરે વિવિધ રાજ્યોના રિકવરી રેટ

image source

નવેમ્બરના છેલ્લા પખવાડિયામાં રિકવરી રેટમાં પ્રથમ ક્રમે આસામ રહ્યુ હતું. અહીંનો રિકવરી રેટ 97.7 ટકા હતો તક્યાર બાદ આંધ્રપ્રદેશ 96.8 ટકા સાથે ત્યાર બાદ બિહાર 96.8 ટકા, ઓડિશા ચોથા ક્રમે 96.5 ટકા, તમિલનાડુ પાંચમા ક્રમે 96.3, કર્ણાટક છઠ્ઠા ક્રમે 95.4, ઉત્તર પ્રદેશ 7માં ક્રમે 93.9 ટકા, ત્યાર બાદ તેલંગણા 93.4 ટકા, મહારાષ્ટ્ર 92.4 ટકા, પશ્ચિમ બંગાળ 91.4 ટકા ગુજરાત 91.3 ટકા, રાજસ્થાન 90.9 ટકા, દિલ્લી 90.1 ટકા, છત્તીસગઢ 89.6 ટકા હરિયાણા 89.2 ટકા અને છેલ્લા ક્રમે કેરળ 85.3 ટકા.

પ્રથમ ક્રમે આસામ અને આંદ્રપ્રદેશ

image source

દેશના 16 રાજ્યોમાં નવેમ્બર મહિનાના બીજા પખવાડિયાની શરૂઆતમાં આસામ, આંદ્રપ્રદેશ પ્રથમ ક્રમે રહ્યા છે. 15 દિવસમાં આંદ્રપ્રદેશના રિકવરી રેટમાં 0.4 ટકા સુધારો જોવા મળ્યો હતો. અને બીજી બાજુ આસામમાં પણ રિકવરી રેટમાં સુધારો જોવા મળ્યો છે. અહીં 0.2થી 0.3 ટકાનો સુધારો રિકવરી રેટમાં જોવા મળી રહ્યો છે.

30મી મવેમ્બર સુધીમાં રિકવરી રેટમાં થયેલો ફેરફાર

image source

30મી નવેમ્બરે રિકવરી રેટમાં આંદ્ર પ્રદેશ પ્રથમ ક્રમે રહ્યુ હતું. અહીં રિકવરી રેટ 98.2 જોવા મળ્યો હતો, ત્યાર બાદ ઓડિશા 97.9 ટકા, આસામ 97.9 ટકા, બિહાર 97.1 ટકા, તમિલનાડુ 97 ટકા, કર્ણાટક 96 ટકા, તેલંગણા 95.7 ટકા, ઉત્તર પ્રદેશ 94.1 ટકા, પશ્ચિમ બંગાળ 93.2 ટકા, મહારાષ્ટ્ર 92.3 ટકા દિલ્લી 92.2 ટકા હરિયાણા 91.1 ટકા ગુજરાત 91 ટકા, છત્તીસગઢ 90 ટકા, કેરળ 89.3 ટકા રાજસ્થાન 88.4 ટકા.

ગુજરાત કોરોના અપડેટ

image source

નવેમ્બર મહિનાની મધ્યથી ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા સાત દિવસથી 1550 કરતાં પણ વધારે કેસ રોજના નોંધાઈ રહ્યા છે. સોમવારના રોજ 20 દર્દીના મૃત્યુ કોરોના સંક્રમણના કારણે થયા હતા. આ આંકડો છેલ્લા 98 દિવસમાં સૌથી વધારે હતો. આ પહેલાં 25મી ઓગસ્ટે 20 લોકોના મૃત્યુ થયા હતા. તમને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 98,25615 લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે જેમાંથી 209780 લોકો પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 3989 લોકો મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ 190821 દર્દીઓને સાજા કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. હાલના એક્ટિવ કેસની સંખ્યા 14970 છે. જેમાંથી 83 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, અને 14887 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ