સોનું લેવાનું હોય તો થોડી જોઇ લેજો રાહ, આ સમયે ભાવ ઘટીને થઇ શકે છે રૂ.42000, ખાસ જાણજો આ પાછળનું કારણ

વર્ષ ૨૦૨૦માં ઘણા મહિનાઓથી સોનાના ભાવમાં સતત વધારો- ઘટાડો જોવા મળ્યો રહ્યો છે, ત્યારે હવે કોરોના વાયરસની મહામારીના ચરમસીમાએ પહોચી ગયા પછી સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક સ્તરને પણ પાર કરી લીધા હતા. જયારે હવે ભારતમાં સોનાની કિમતને લઈને સારા સમાચાર મળી રહ્યા છે. વર્ષ ૨૦૨૦ હવે પૂરું થવાને એક મહિનાનો સમય બાકી છે ત્યાં જ એટલે કે, ૨૦૨૧ની શરુઆતમાં સોનાની કીમતને લઈને હજી વધારે સમાચાર મળવાની શક્યતા છે.

image soucre

હાલના સમયમાં સોનાનો ભાવ ઘટી ગયો છે ત્યારે હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે, આવનાર વર્ષની શરુઆતમાં એટલે કે વર્ષ ૨૦૨૧ની શરુઆતમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ. ૪૨ હજારનો ભાવ ઘટી શકે છે. આમ કેવી રીતે થઈ શકે છે? સોનાનો ભાવ ઘટવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. તેમાંથી સૌથી મહત્વનું કારણ છે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે બનાવવામાં આવી રહેલ રસી છે.

image soucre

કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયગાળા દરમિયાન રોકાણકારો દ્વારા સૌથી વધારે સોનાના મૂડીરોકાણ વધારે કરવામાં આવ્યું હતું. આમ થવા પાછળનું કારણ સોનાનું એ રોકાણ કરવા માટે સૌથી સલામત માર્ગ છે એટલા માટે સોનાના સૌથી વધુ રોકાણ કરવામાં આવ્યું હતું જેના પરિણામ સ્વરૂપ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો અને સોનાના ભાવ પોતાની રેકોર્ડબ્રેક સપાટીએ પહોચી ગયો હતો.

image source

ત્યારે હવે દુનિયામાં કોરોના વાયરસની રસી લગભગ તૈયાર થવા પર છે અને ભારતીય રૂપિયો પર પોતાની મજબુતી તરફ પાછો ફરી રહ્યો છે. ત્યારે બજાર પોતાની પૂર્ણ ક્ષમતા સાથે ખુલી રહ્યું હોવાના લીધે શેર માર્કેટ પણ ધીરે ધીરે વેગવંતુ થઈ રહ્યું છે. જેના પરિણામે રોકાણકારો હવે ફરીથી સોનામાં રોકાણ કરવાનો ઉત્સાહ દર્શાવી રહ્યા નથી એટલા માટે હવે સોનાના ભાવ ધીરે ધીરે ઘટી રહ્યા છે.

image soucre

નવેમ્બર મહિનાના છેલ્લા ત્રણ અઠવાડિયામાં જ સોનાનો ભાવ ૪ હજાર રૂપિયા જેટલો ઘટી ગયો છે. જયારે દિલ્લીમાં બે દિવસ પહેલા જ બુલિયન બજારમાં સોનાનો ભાવ પ્રતિ દસ ૪૮૧૪૨ રૂપિયા પર બંધ થયું હતું. નોંધનીય બાબત છે કે, ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ. ૫૬૨૦૦ જેટલો વધી ગયો હતો. આ સોનાનો અત્યાર સુધીનો સૌથી વધારે ભાવ હતો.

image source

દુનિયાના ઘણા દેશોમાં એમ જેમ કોરોના વાયરસની રસી તૈયાર થઈ રહી છે અને દર્દીઓ સુધી પહોચાડવામાં આવી રહી છે તેમ તેમ સોનાની કિમતમાં ઘટાડો જોવા મળી શકે છે. એક્સપર્ટસના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧ના ફેબ્રુઆરી મહિના સુધીમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ઘટીને અંદાજીત ૪૨ હજાર સુધી ઘટાડો જોવા મળી શકે છે. ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

image source

આવતા વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૧માં જાન્યુઆરી મહિનાના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરુઆતના સમયગાળામાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. જો કે, નોંધપાત્ર વાત છે કે, ભારતમાં સોનાના ભાવમાં જોવા મળી રહેલ ઘટાડા પાછળનું કારણ દેશમાં કોરોના વાયરસની રસી છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસની રસીના અંદાજીત ૪૦ કરોડ જેટલા ડોઝ ખરીદવા માટે સીરમ ઇન્સ્ટીટયુટ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ