લોકો સુધી કોરોના વેક્સિન પહોંચાડવા એક્શન મોડમાં સરકાર, આવો બનાવ્યો છે માસ્ટર પ્લાન

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે તો બીજી તરફ તેની સામે લડવા કોરોના વેક્સિનને લઈને પણ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યા છે. વિશ્વની ઘણી વેક્સિન હાલમાં ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે, તો બીજી તરફ ભારત સરકાર પણ કોરોના વેક્સિનને લઈને એક્શનમાં આવી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સ્વાસ્થ્ય કર્મચારીઓની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે જે વેક્સિન ઉપલબ્ધ થતા રસીકરણ અભિયાનનો ભાગ હશે.

સ્વાસ્થ્ય કર્મચારીઓની વિશેષ ભૂમિકા

image source

કેન્દ્ર સરકાર દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, તે સ્વાસ્થ્ય કર્મચારીઓની પસંદગી કરવાનું શરૂ કરી દે. જેમાં ડૉક્ટર્સ, ફાર્મસિસ્ટ, MBBS અને BDS ઇન્ટર્ન, સ્ટાફ નર્સ, મિડવાઇફ અને અન્ય હેલ્થ વર્કર્સની પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું છે જે વેક્સિન વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકોને ક્લિનિકલ ક્ષેત્રનો અનુભવ છે અને ઇન્જેક્શન લગાવવામાં આવા સ્વાસ્થ્ય કર્મચારીઓ માહિતગાર છે. તેવામાં જ્યારે કોરોના વેક્સિન આવશે ત્યારે આ લોકોની મદદ લેવામાં આવશે.

નિવૃત્ત લોકોની પણ મદદ લેવામાં આવી શકે છે

image source

તો બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એડિશનલ સેક્રેટરી વંદના ગુરનાનીએ 23 નવેમ્બરે લખેલા પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે વેક્સિન આવવા પર સ્વાસ્થ્ય સેવાઓથી જોડાઇ રહેલા નિવૃત્ત લોકોની પણ મદદ લઇ શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેક્સિન ઉપલબ્ધ થયા બાદ આ લોકો વચ્ચે વિશેષ કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ વિતરણ કરવામાં આવશે. આ Universal Immunisation Programme(UPI)ને સમાંતર હશે.

સરકારે કોરોના વેક્સિનને લઇને તૈયારીઓ શરૂ કરી

image source

આ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ હેઠળ કોરોના રસીકરણ માટે સ્વાસ્થ્યકર્મચારીઓના ડેટા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આને કોવિડ-19 વેક્સિન ઇન્ટેલિજેન્સ નેટવર્ક પર અપલોડ કરવામાં આવશે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, તમને નમ્ર વિનંતી છે કે સંબંધિત અધિકારીઓને આદેશ આપે કે તેઓ COVIN સોફ્ટવેર પર અપલોડ માટે બનાવવામાં આવી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓના ડેટાબેસમાં સંભવિત વૈક્સિનેટરોંની ઓળખ નક્કી કરે.

1 કરોડ હેલ્થકેર વર્કર્સની ઓળખ કરવામાં આવી

image source

COVID-19 રસીકરણ માટે ઉપયોગ કરતા પહેલા સંભવિત વૈક્સિનેટરોને યોગ્ય તાલીમ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉક્ટર, MBBS વિદ્યાર્થીઓ, નર્સો અને આશા વર્કરો સહિત અંદાજિત 1 કરોડ હેલ્થકેર વર્કર્સની ઓળખ કરવામાં આવી છે જેમણે વેક્સિન ઉપલબ્ધ થવા પર આપવામાં આવશે.

image source

આ પહેલા કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાહતના સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું છે કે, વર્ષ 2021ની શરૂઆતના ત્રણ-ચાર મહિના દરમિયાન વેક્સિન આવી શકે છે. તેમણે કહ્યું કે, વર્ષના પહેલા ત્રણ ચાર મહિનાઓમાં બની શકે કે આપણે દેશના લોકોને કોરોના વેક્સિન આપી શકીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ