જાણો દેશમાં ક્યાં વ્યક્તિને આપવામાં આવી પહેલી રસી

ભારતમાં કોરોના રસીના રસીકરણમી શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે એઈમ્સમાં પ્રથમ રસી સ્વચ્છતા વિભાગના કર્મચારી મનીષ કુમારને આપવામાં આવી છે. આ સાથે મનીષ કુમાર કોરોના રસી લેનારા દેશના પ્રથમ નાગરિક બન્યા છે. આ પછી, એઈમ્સના વરિષ્ઠ ડોકટરોને રસી આપવામાં આવી છે. જેમા એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પણ સામેલ છે. એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાને રસી અપાતી હોય તેવી એક તસવીર સામે આવી છે.

તો બીજી તરફ કોરોના રસીકરણની રજૂઆત પછી, આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે કોરોના રસી આ રોગ સામે સંજીવનીનું કામ કરશે. ડો.હર્ષવર્ધનએ કહ્યું કે કોરોના સામેની લડત નિર્ણાયક તબક્કે પહોંચી છે. ડો.હર્ષવર્ધનએ કહ્યું કે અમે છેલ્લા એક વર્ષથી આ મહામારી સામે લડી રહ્યા છીએ.

આ બન્ને રસીને 3 જાન્યુઆરીએ ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી હતી>

image source

તો બીજી તરફ દેશમાં ઘણા લોકો આ દેશી વેક્સિનને લઈને સવાલો પણ ઉઠાવી કહ્યા છે. એવામાં દરેકના મનમાં સવાલ હશે કે આ રસી કેટલી સુરક્ષિત છે. આ પ્રશ્નોનો જવાબ હવે ખુદ એઈમ્સના પૂર્વ ડાયરેક્ટર્સ સહિત 45 નિષ્ણાતના એક ગ્રુપે આપ્યો છે. તમને જણાવી દઈએ કે આ ગ્રુપે એવો દાવો કર્યો છે કે ભારતમાં બનેલી વેક્સિન પૂરી રીતે સુરક્ષિત છે. તો બીજી તરફ નિષ્ણાતો એમ પણ કહ્યું કે જે લોકો આ રસીની ટીકા કરી રહ્યા છે તેઓ ભારતીય વૈજ્ઞાનિકોની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સરકારે કોવિશીલ્ડ અને કોવેક્સિનને 3 જાન્યુઆરીએ ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી હતી.

કોવેક્સિનને હૈદરાબાદની કંપની ભારત બાયોટેક બનાવી રહી છે

image source

જ્યાંરથી આ ઈમરજન્સી મંજૂરી મળી છે ત્યાંરથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોવિશીલ્ડ રસીને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને બનાવી છે. તો બીજી તરફ ભારતમાં એને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે. જ્યારે કોવેક્સિનને હૈદરાબાદની કંપની ભારત બાયોટેક બનાવી રહી છે, જેને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને બનાવી છે. તમને ખ્યાલ હશે કે થોડા દિવસ પહેલા કેટલાક વેક્સિન-નિષ્ણાતો અને રાજનેતાઓએ કોવેક્સિનને ઈમર્જન્સી અપ્રૂવલ આપવાનો વિરોધ કર્યો હતો. નોંધનિય છે કે આ રસીના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સ માટે આખા દેશમાં 25 સાઈટ્સ પર 25,800 વોલન્ટિયર્સને એનરોલ કરાયા છે, પરંતુ એની એફિકેસીનાં પરિણામ સામે આવ્યાં નથી. એવામાં આ વેક્સિનને મંજૂરી નહોતી અપાઈ. જેના કારણે લોકો તેમની ટીકા કરી રહ્યા છે.

ભારતીય વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠાને હાની પહોંચી

image soucre

આ રસીને લઈને થઈ રહેલી ટિકાઓ વચ્ચે દેશના 45 મેડિકલ પ્રોફેશનલ્સ અને વૈજ્ઞાનિકોના હસ્તાક્ષર સાથે એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમુક લોકો કોઈ પણ પ્રકારની સાચી માહિતી વગર નિવેદનો કરી રહ્યા છે. આ નિવેદનો પોલિટિક્સ અને સ્વાર્થથી ભરેલા છે. આ લોકોની ટીકાને કારણે સમગ્ર વિશ્વમાં ભારતીય વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠાને હાની પહોંચી છે. તમને જણાવી દઈએ કે આ લોકોમાં એઈમ્સના પૂર્વ ડાયરેક્ટર પણ સામેલ છે. એઈમ્સના પૂર્વ ડાયરેક્ટર ટીડી ડોગરા અને એમસી મિશ્રા સાથે જ CSIR-IICT હૈદરાબાદના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ એ. ગંગાગ્ની રાવ અને મણિપાલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ગ્રુપ બોર્ડ ચેરમેન ડો. રંજન પઈ પણ સામેલ છે.

આ વેક્સિન માનવતા માટે ભેટ

image source

આ બધા નિષ્ણાતોના મતે આ વેક્સિન માનવતા માટે ભેટ છે. તેઓએ કહ્યું કે આરોપ લગાવનારને ખબર હોવી જોઈએ કે ભારતીય વૈજ્ઞાનિકોએ પોતાના જીવનના અનેક વર્ષો ખર્ચીને દેશને સૌથી મોટો વેક્સિન સપ્લાયર બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે આજે ભારતમાંથી 188 દેશોમાં વેક્સિન જાય છે. તમને જણાવી દઈએ કે 2019માં ભારતીય વેક્સિન બજાર 94 અબજ રૂપિયાનું હતું. આગામી સમયમાં તે હજુ વધી શકે છે. રસીકરણ અંગે ઉઠી રહેલા સવાલો અંગે સરકાર અને તેમના અધિકારી વારંવાર કહી રહ્યા છે કે તેમને અત્યાર સુધી થયેલી ટ્રાયલ્સના ડેટાની યોગ્ય રીતે તપાસ કર્યા પછી જ બન્ને વેક્સિનને ઈમર્જન્સી મંજૂરી આપી છે. જેથી લોકોએ કોઈ પણ પ્રકારની ચિતા કરવાની જરૂર નથી.

એફિકેસી ડેટા હાલ ઉપલબ્ધ નથી

image source

ભારતમાં બનેલી રસીનો બચાવ કરનાર નિષ્ણાતોએ કહ્યું કે કોવેક્સિનને વેરો સેલ પ્લેટફોર્મ પર બનાવી છે. આ ટેક્નોલોજીનો સુરક્ષા અને એફિકેસીના સંબંધમાં સમગ્ર વિશ્વમાં સારો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. તમને જણાવી દઈએ કે વેક્સિનના ફેઝ-1 અને ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સ 800 વોલન્ટિયર્સ પર કરવામાં આવી હતી. જેનું પરિણામ જણાવે છે કે વેક્સિન સુરક્ષિત અને અસરકારક છે, જેની કોઈ સાઈડ ઈફેક્ટ સામે આવી નથી અને જે મજબૂત ઈમ્યુન રિસ્પોન્સ આપે છે. તો બીજી તરફ 25,800 વોલન્ટિયર્સે ફેઝ-3 અભ્યાસ માટે એનરોલ કર્યું છે. ભલે એફિકેસી ડેટા હાલ ઉપલબ્ધ ન હોય, જો કે આ સેફ્ટી પેરામીટર્સ પર યોગ્ય સાબિત થઈ છે.

ચિમ્પાન્જી વેક્ટર વેક્સિન પણ કહેવામાં આવે છે

image source

તો બીજી તરફ નિષ્ણાતોનો એવો દાવો કર્યો છે કે આ વેક્સિનમાં આખા વાઈરસને ટાર્ગેટ કરાયો છે. જો વાઈરસમાં ફેરફાર થશે તો એનાં નવાં નવાં રૂપ સામે આવે છે ત્યારે પણ કોવેક્સિન તેના વિરુદ્ધ અસરકારક હશે. આ મલ્ટીપલ એન્ટિજન વિરુદ્ધ સફળ રહેશે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં આ વેક્સિનને પહેલા મંજૂરી આપવામાં આવી અને ત્યાર પછી ભારતીય ડ્રગ રેગ્યુલેટરને એને મંજૂરી આપી, જેમાં ચિમ્પાન્જીમાં મળી આવતા એડેનો વાઈરસ વેક્ટરનો ઉપયોગ કરાયો છે. આ જ કારણે તેને ચિમ્પાન્જી વેક્ટર વેક્સિન પણ કહેવામાં આવે છે.

આપણી સિસ્ટમ કોરોનાને અટકાવવામાં સફળ રહેશે

image source

તમને જણાવી દઈએ કે આ રસી અંગે યુનિસેફના પૂર્વ સિનિયર એડવાઈઝર ડો. સંજીવ કુમારે પણ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે સરકારે સારી યોજના બનાવી છે. સિસ્ટમને ચકાસવા માટે ત્રણ ડ્રાય રન પણ કરાયા છે. મને લાગે છે કે વેક્સિનેશન ભારતમાં કોરોના ફેલાવાથી અટકાવવામાં મદદરૂપ થશે અને ભારત ટૂંક સમયમાં કોરોનાથી મૂક્ત થશે. તો બીજી તરફ IIHMRના ડાયરેક્ટર રહી ચૂકેલા ડો. સંજીવ કુમારે કહ્યું કે ભારતે શીતળા સાથે જ પોલિયો વિરુદ્ધ પણ પ્રભાવી અભિયાન ચલાવ્યું અને આ બન્ને બીમારીઓને અટકાવવામાં સફળતા મેળવી. આ રસી અંગે અમને પૂરો વિશ્વાસ છે કે આપણી સિસ્ટમ કોરોનાને અટકાવવામાં સફળ રહેશે તો બીજી તરફ ગુરુગ્રામમાં ફોર્ટિસ હાર્ટ એન્ડ વર્સ્કુલર ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન ડો. ટીએસ ક્લેરે કહ્યું કે અમે એ વાતનો આનંદ છે કે આપણી પાસે કોરોનાને હરાવવા માટે વેક્સિન છે. અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત કોરોના સામેની લડતમાં અવશ્ય વિજય મેળવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ