વેક્સિનેશન અંગે સંબોધન કરતા સમયે ડોક્ટરોને યાદ કરીને ભાવુક થયા પીએમ મોદી

ભારતમાં આજે વિશ્વની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલ સંબોધન દ્વારા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે વૈજ્ઞાનિકોએ કોરોના રસી વિકસાવવા માટે ખૂબ મહેનત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આવા દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે જ્યારે માનવ જોર લગાવે છે ત્યારે પથ્થર જળ બની જાય છે.

સર્વે ભવન્તુ સુખીન: ની સાથે ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વની સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરી છે. સર્વે ભવન્તું સુખિન: ના નારા સાથે ભારતે કોરોના રસી અભિયાન શરૂ કર્યું છે. આજે દેશભરના 3000 કેન્દ્રોમાં 3 લાખ લોકોને કોરોના રસી આપવામાં આવશે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે કોરોના રસી લગાડ્યા પછી પણ આપણે સાવચેતીની જરૂર રહેશે.

માતાઓ રડતી હતી, પરંતુ બાળકો પાસે જઇ શકતી નહોતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બીમારીએ લોકોને તેમના ઘરથી દૂર રાખ્યા. માતાઓ બાળકો માટે રડતી હતી, પરંતુ તેઓ તેમના બાળકો પાસે જઈ શકતી નહોતી. લોકો હોસ્પિટલમાં તેમના ઘરના વડીલોને મળી શકતા નહોતા, અમારા ઘણા સાથીઓ જે આ રોગનો શિકાર બની આપણાથી દૂર ચાલ્યા ગયા, આપણે તે લોકોના અંતિમ સંસ્કાર પણ કરી શક્યા નહીં.

મોદી લોકોને સંબોધન કરતા ભાવુક થઈ ગયા

image source

વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધન કરતા ભાવુક થઈ ગયા હતા. પીએમએ કહ્યું કે કોરોનાના સમય દરમિયાન, અમારા ઘણા સાથીદારો એવા હતા કે તેઓ બીમાર પડ્યા પછી હોસ્પિટલમાંથી પાછા ફર્યા ન હતા. પીએમએ કહ્યું કે કટોકટીના તે જ સમયે, નિરાશા સમાન વાતાવરણમાં, કોઈ આશાનો સંશાર કરી રહ્યા હતા, આપણને બચાવવા માટે પોતાનો જીવ સંકટમાં મૂકતા હતા. આ લોકો હતા આપણા ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો, આશા વર્કર્સ, સફાઈ કામદારો, પોલીસ અને અન્ય ફ્રન્ટલાઈન કામદારો હતા. અમારા ઘણા સાથીઓ કોરોનાથી ઝપેટમાં આવ્યા બાદ હોસ્પિટલમાં પાછા ફર્યા નહીં. અમે આવા બધા સાથીઓને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.

હોસ્પિટલનો સ્ટાફ કોરોના વેક્સિનનો પહેલો હકદાર

પીએમ મોદીએ કોરોના રસી અંગે વાત કરતા કહ્યું કે જેમને કોરોના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે, તેમને પહેલા વેક્સિન આપવામાં આવશે. જેમાં હોસ્પિટલનો સ્ટાફ કોરોના વેક્સિનનો પહેલો હકદાર છે. ત્યારપછી એવા લોકોને વેક્સિન લગાડવામાં આવશે જેમની પર દેશની સુરક્ષા અથવા કાયદો- વ્યવસ્થાની જવાબદારી છે. તો બીજી તરફ સુરક્ષાદળ, પોલીસ, ફાયર બ્રિગેડ અને સફાઈકર્મીઓને વેક્સિન લગાડવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ ક્યારે મળશે, તેની માહિતી પણ તમારા ફોન પર આપવામાં આવશે. કારણ કે વેક્સિનના બે ડોઝ લગાડવા ખુબ જ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે એક ડોઝ લીધા બાદ બીજો લેવાનું ભૂલી ન જતા. તમને જણાવી દઈએ કે પહેલા અને બીજા ડોઝ વચ્ચે એક મહિનાનો સમયગાળો રાખવામાં આવશે. બીજો ડોઝ લાગ્યા પછી જ તમારા શરીરમાં કોરોના વિરુદ્ધ શક્તિ વિકસીત થઈ શકશે. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યુ કે રસી લીધા બાદ પણ આપણે સાવધાની રાખવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ