અભિનેતા દિલજીત દોસાંઝે ખેડૂતોને ઠંડીથી બચાવવા માટે આપ્યું આટલા કરોડ રૂપિયાનું દાન

કંગના અને વિવાદ પેહલાથી જ ચાલતું આવ્યું છે. એમાં કોઈ નવી વાત નથી. એ જ રીતે હાલમાં કંગના અને દિલજીત વચ્ચે પણ ટ્વીટર યુદ્ધ થયું હતું. ત્યારે હવે ખેડૂત આંદોલન મામલે પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે ઠંડીથી બચાવવા માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ પૈસાથી ખેડુતોને ગરમ વસ્ત્રો આપવામાં આવશે. ઠંડા વાતાવરણમાં પંજાબના ખેડુતો અને વડીલો સરહદ પર આંદોલન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દિલજીતે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય કર્યો અને દાન કર્યું છે.

image source

આ મામલે કોઈને ખબર નથી. પરંતુ પંજાબી સિંગર સિંઘાએ તેના એક વીડિયોમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમજ દિલજીતનાં યોગદાન બદલ આભાર પણ માન્યો છે. સિંઘાએ કહ્યું કે દિલજીતે આ ખુબ મોટું દાન કર્યું છે અને આનાથી મોટું દાન હજુ સુધી કોઈએ કરવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે એમ પણ માહિતી આપી હતી કે આ પૈસાથી ખેડૂત આંદોલનમાં જોડાનારા વડીલો માટે ગરમ કપડાં અને ધાબળા ખરીદવામાં આવ્યા છે. સિંઘાએ સોશિયલ મીડિયા પર દિલજીત દોસાંઝનો આભાર પણ માન્યો હતો.

image soucre

આ સિવાય સિંગર સિંઘાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, “દિલજીત દોસાંજનો ખૂબ ખૂબ આભાર. ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંઝનો આ દિવસોમાં કંગના સાથે ટ્વિટર યુદ્ધ ચાલી રહ્યું છે અને એની ચર્ચા પણ ચારેકોર છે. આ જંગ ત્યારે શરૂ થયું જ્યારે કંગનાએ ખેડૂત આંદોલનમાં વૃદ્ધ મહિલાને શાહીન બાગની દાદી કહીને બોલાવી અને કહ્યું કે આ દાદી કોઈપણ આંદોલનમાં 100 રૂપિયા માટે પહોંચી જાય છે. દિલજીતને આ ગમ્યું નહીં અને તેણે મહિલાની વાસ્તવિક ઓળખ જાહેર કરી અને કંગના પર ફિટકાર વરસાવ્યો હતો.

image source

બીજી પણ એક વાત હાલમાં ચર્ચામાં છે, ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર કંગના રનૌત અને દિલજીત દોસાંજ વચ્ચેના ઝઘડાને 2 દિવસ થયા છે. કંગનાએ વૃદ્ધ ખેડૂત મહિલાની ઓળખ કરવામાં ભૂલ કરી અને તેમની સાથે સંબંધિત એક ખોટો મેસેજ રીટ્વીટ કર્યો. એટલું જ નહીં તેણે લખ્યું કે આ દાદી 100 રૂપિયા માટે પ્રોટેસ્ટ કરવા આવે છે. દિલજીતે આ અંગે પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું કે, માણસ એટલો પણ અંધ ન હોવો જોઈએ. બસ આ પછી બંને વચ્ચે ટ્વીટર પર યુદ્ધ શરૂ થયું હતું.

image source

ત્યારે આ બધાની વચ્ચે હવે એક એવા સમાચાર છે કે આ ઝઘડા પછી દિલજિતના ફેન્સની સંખ્યા 4 લાખ વધી ગઈ છે. દિલજીતની ટ્વીટનાં જવાબમાં કંગનાએ કરણ જોહરનો પાલતુ એવા શબ્દો પણ વાપર્યા હતા. તેમજ ચમચો પણ કહ્યું હતું. આ પછી દિલજીતે તેને પંજાબીમાં ખૂબ જ જડબાતોડ જવાબ આપ્યો હતો. દિલજિતના સમર્થનમાં ઘણા સેલેબ્સે પણ ટ્વીટ કરી છે અને હજુ પણ કરી રહ્યા છે. જોવા જેવી વાત એ છે કે ટ્વિટર પર ઘણા લોકો દિલજીતને પોતાનો ટેકો આપવા માટે પંજાબી ભાષામાં ટ્વીટ કરી રહ્યા હતા. પરંતુ કંગનાના સમર્થનમાં ઓછા લોકો ટ્વીટ કરી રહ્યાં છે અને બોલી રહ્યા છે. એક અહેવાલ મુજબ આ યુદ્ધ પછી દિલજીતનાં 4 લાખ ફોલોઅર્સ વધી ગયા છે. દિલજિતના હવે 4.3 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. બુધવાર પછીથી દિલજિતના ફોલોઅર્સમાં ઝડપથી વધારો થવા લાગ્યો છે. જો કે બીજી તરફ કંગના સામે કાનૂની કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. તેમને ‘ખેડૂત માતા’નું અપમાન કરવા બદલ અકાલી દળ તરફથી નોટિસ પણ મળી છે.

image source

જો કે દિલજીતને તો ફાયદો થયો છે પણ કંગનાની મુશ્કેલી ચારેકોરથી વધી રહી છે. હવે ગાયક મીકા સિંહે પણ કંગના રનૌતને સલાહ આપી છે. તેણે કંગનાને સતત સોશિયલ મીડિયામાં નિવેદનબાજી કરવાનું પસંદ નથી આવી રહ્યું. તેમની નજરોમાં હવે કંગના રનૌતે માત્રને માત્ર પોતાની એક્ટિંગ તરફ કામ કરવું જોઈએ.

image source

આ વિશે મીકા સિંહે કહ્યું હતું કે, બેટા તારો ટાર્ગેટ શું છે, એ વાત તો નથી સમજાતી. તમે ખુબ જ હોશિયાર અને સુંદર છો. તો પછી તમે માત્ર એક્ટિંગ જ કરોને. અચાનક આટલી દેશભક્તિ તે પણ ટ્વિટર અને ન્યૂઝ ઉપર. મીકા સિંહે વધુ એક ટ્વિટ કરીને કંગના રનૌતને આ નિવેદનબાજીની જગ્યાએ કંઈ સારૂ કરવાની વાત કરી છે. તેમના મુજબ તેમની ટીમ દરરોજ 5 લાખથી વધારે લોકોને જમાડી રહી છે. તે ઈચ્છે છે કે જો કંગના 20 લોકોને પણ જો જમાડી દે તો પણ મોટી વાત છે. મીકાએ વધુમાં કહ્યું કે, સોશિયલ મીડિયામાં શેરની બનવું આસાન છે પરંતુ આવા કામ કરવા મુશ્કેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ