હેલ્મેટને લઈ દીપિકાનું જોરદાર રિસર્ચ, જાણી લો ફાયદાની વાત

વિદ્યાર્થીઓ તાજાતરો મુદ્દા પર અવાર નવાર રિસર્ચ કરતાં રહેતા હોય છે અને કોઈ નવા જ તારણો બહાર આવતા હોય છે. ત્યારે હાલમાં જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોધિંગ અને ટેક્સટાઈલમા અભ્યાસ કરતી વિદ્યાર્થિની દીપિકા ચાવલા દ્વારા લોકોના હેલ્મેટ ન પહેરવાના કારણો પર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાંથી એક ખુબ જ મહત્વનું કારણ સામે આવ્યું હતું. એક તરફ જોઈએ તો સરકાર દ્વારા પણ લોકો ડ્રાઇવિંગ કરતા સમયે તેમની સુરક્ષા માટે હેલમેટ પેહરે તે માટે ઘણા જાગૃતિ કેમ્પેન કરવામાં આવી રહ્યાં છે. પરંતુ યુવાઓ અને મોટી ઉંમરના લોકો અમુક કારણોસર હેલ્મેટ પહેરવાનું પસંદ કરતા નથી. ત્યારે દીપિકાએ એ જ કારણો શોધી કાઢ્યા છે અને સુચનો આપ્યા છે. રિસર્ચ કરનારી દીપીકા ચાવલાએ હેલ્મેટ ન પહેરવાના કારણ જાણવા માટે નાગરિકોનો સર્વે કર્યો હતો.

image soucre

દીપિકાએ આ સર્વે વિશે વાત કરી કે, મે વડોદરા, અમદાવાદ અને સુરતના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લોકોને તેમના હેલમેટ ન પહેરવાના કારણો પૂછવામાં આવ્યા ત્યારે 80 ટકા લોકોએ કારણ જણાવ્યું કે, હેલ્મેટ પહેરવાથી માથામાં ગરમી થાય છે, જેનાથી પરસેવો થવાથી માથું ભીનું રહે છે અને વાળ ખરવાની પણ તકલીફ થાય છે. દીપીકા ચાવડાએ સ્ટડી માટે 8 વિવિધ ફેબ્રિક લીધા અને તેના પર સ્ટડી કર્યા બાદ તેને જાણવા મળ્યું કે વર્તમાન સમયમાં હેલ્મેટમાં પોલીએસ્ટરનું કાપડ વાપરવામાં આવે છે જેનાથી તકલીફો થતી હોવાથી લોકો હેલ્મેટ પહેરવાનું ટાળી રહ્યા છે.

image source

પણ દીપિકાએ એક સોલ્યુશનના ભાગ રૂપે સૂચન પણ આપ્યું કે જો કોટન અને લાઇક્રાના મટીરીયલનું હેલ્મેટ લોકો વધું પહેરવાનું પસંદ કરે છે મતલબ કે આવા હેલ્મેટમાં રાહત અનુભવાય છેય આ સાથે જ જો વાત કરવામાં આવે તો રિસર્ચરે વડોદરાની સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટ્સ એકેડેમીના 8 વિદ્યાર્થીઓને 1 મહિના માટે બજારમાં મળતા મટિરિયલના હેલ્મેટ પહેરાવ્યા અને કોટન અને લાઈક્રા મટિરિયલના હેલ્મેટ પણ 1 મહિનો પેહરવ્યા. સ્ટડી બાદ જાણવા મળ્યું કે ખેલાડીઓ કોટન અને લાઈક્રા મટિરિયલથી બનેલા હેલ્મેટ પહેરવાનું વધારે પસંદ કર્યું હતું અને ખરીદવા માટે પણ રાજી થયા હતા.

image source

અંતે આ બધા જ સર્વે પછી દીપિકાનું કહેવું છે કે જો માર્કેટમાં મળતાં હેલ્મેટમાં કોટન જેવા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે તો લોકો તેમની અગવડતાની સામે સુરક્ષાને પ્રાધાન્ય આપી હેલ્મેટ પહેરવાનું પસંદ કરશે. આ જ મુદ્દે હેલમેટના મેન્યુફેક્ચરર સાથે પણ વાત કરી હતી અને એમાં જાણવા મળ્યું કે, હેલ્મેટ બનાવતા સમયે અંદરના ભાગમાં લેમિનેશન અને સ્ટિચિંગ કરવામાં તકલીફ થાય છે. તેથી જો કોઈ એવું ફેબ્રિક હોય કે જે સરળતાથી સ્ટ્રેચ થાય તો હેલ્મેટ બનાવવામાં તકલીફ થાય નહિ. ત્યારે હવે જોવું રહ્યું કે કેટલાક ફેરફાર આવે છે અને દીપિકાનુ રિસર્ચ સરકાર સુધી પહોંચે છે કે કેમ?

image source

આ વર્ષે જ ઓગસ્ટ મહિનામાં એક માહિતી સામે આવી હતી કે હવે હાઈવે કે કોઈ સડક કિનારે હેલ્મેટ ખરીદવું ભારે પડી શકે છે. કેન્દ્ર સરકાર એક એવી યોજના ઉપર કામ કરી રહી છે જેનાથી ટુવ્હીલર લોકલ ક્વોલિટીના હેલ્મેટ ઉપર ચલણ કપાશે. આ નિયમ લાગુ થયા બાદ જો કોઈ ટુવ્હીલર ચાલક લોકલ હેલ્મેટ પહેરીને બહાર નીકળ્યો તો તેને દંડ ભરવો પડશે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયએ એક નોટિફિકેશન રજૂ કરીને જણાવ્યું છે કે ટુવ્હીલર ચાલકો માટે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ માપદંડ પાળા હેલ્મેટ પહેરવું અનિવાર્ય રહેશે.

image soucre

આ સિવાય મહત્વની વાત કરવામાં આવે તો નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે આ હેલ્મેટના ઉત્પાદન અને વેચાણ માટે પણ નવો નિયમ લાગુ કરી શકે છે. સાથે જ લોકલ હેલ્મેટના મેન્યુફેક્ચરિંગ ઉપર દંડ અને જેલની સજાની જોગવાઈ છે. 1 માર્ચ 2021થી આ નિયમ દેશભરમાં લાગુ થઈ શકે છે.

image soucre

હેલ્મેટ મેન્યુફેક્ચરિંગ કરનાર ક્વોલિટી સ્ટાન્ડર્ડની જાણકારી આપવા માટે પ્રત્યેક હેલ્મેટ ઉપર બીઆઈએસ વિનિયમ, 2018 અનુસાર ભારતીય માનક બ્યૂરોથી એક લાઈસન્સ અંતર્ગત માનક ચિન્હ પણ પ્રિન્ટ કરવાનું રહેશે. જો આની નિકાસ કરવામાં આવે છે તો આ ફરજિયાત નથી. નિકાસ થનારા હેલ્મેટ ઉપર વિદેશી ખરીદારની માંગ અને જરૂરતના આધાર ઉપર મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. સરકારે પહેલા જ સાફ કરી દીધું છે કે જો કોઈ વ્યક્તિ આદેશનું ઉલ્લંઘન કરે છે તો બીઆઈએસ અધિનિયમ 2016 અંતર્ગત દંડ ફટકારવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ