આ વડિલ કોન્સ્ટેબલે પોલીસની લાઠીને મધૂર સૂર રેલાવતી વાંસળીમાં ફેરવી દીધી.

કર્ણાટકના આ કોન્સ્ટેબલે હીંસાના આ પ્રતિકને અહિંસાના સાધનમાં ફેરવી દીધું.

સામાન્ય રીતે લોકો પોલીસની લાઠીથી જોજનો દૂર રહેતા હોય છે કે રખેને ક્યાંક પડી જાય. પણ કર્ણાટકના આ વડીલ કોન્સ્ટેબલે પોતાની આ છડીનો લોકોને દૂર ભગાડવા નહીં પણ લોકોને પાસે બોલાવવા ઉપયોગ કરે છે.

હા, ચંદ્રકાંગ હુગટી નામના 52 વર્ષિય કોન્સ્ટેબલે તેમની ફાઈબરની છડીને વાંસળીમાં ફેરવી દીધી છે. અને તેમાંથી તેઓ ખુબ જ સુંદર સૂર રેલાવે છે.

કોન્સ્ટેબલ ચંદ્રકાંત હુગટીના ઉપરી આઈપીએસ અધિકારી ભાસ્કર રાવે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વિડિયો શેયર કર્યો હતો જેમાં ચંદ્રકાન્ત પોલીસની ફાઈબરની લાઠીને વાંસળીમાં ફેરવી સુંદર મજાના સૂર રેલાવતા નજરે પડે છે.

તેમની આ વિડિયોને અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકો જોઈ ચુક્યા છે. અને હજારોવાર તેને રીટ્વીટ પણ કરી ચુક્યા છે. ભાસ્કર રાવ બેંગલુરુના ડીજીપી છે.

 

View this post on Instagram

 

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on

કોન્સ્ટેબલ ચંદ્રકાન્તને નાનપણથી જ સંગિત વાદ્યોનો શોખ રહ્યો છે. અને તેઓ હંમશા એમ કહી શકાય કે સંગીત મય રહ્યા કરે છે. તેઓ પોતાના નવરાશના સમયે વાંસળી વગાડે છે.

જ્યાં સુધી આ વિડિયો વાયરલ નહોતો થયો ત્યાં સુધી મારી નજીકના ખુબ જ ઓછા લોકો જાણતા હતા કે હું વાંસળી વગાડું છું. પણ હવે ઘણા બધા લોકોના તેમના પર ફોન આવે છે જે તેમની આ અદ્ભુત કળાના વખાણ કરે છે.

તેમણે પોલીસ ખાતા તરફથી મળેલી ફાઈબરની સ્ટીકને કે જે લોકોને મારવા અથવા કહો કે ધમકાવવા માટે આપવામાં આવે છે તેનો હિંસક રીતે ઉપયોગ નહીં કરીને પોતાની સૂજથી તેને વાંસળીમાં ફેરવી દીધી છે.

પોતે જાતે બનાવેલી આ વાંસળી વગાડીને તેઓ પોતાને તેમજ પોતાની આસપાસના લોકોને પ્રસન્ન રાખે છે. અને પોતાની આસપાસનું વાતારવણ શાંત અને હકારાત્મક રાખે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ