ગાય દાન કે અન્નદાન? જાણો કયું દાન છે શ્રેષ્ઠ, સાથે જાણો અલગ-અલગ દાન કરવાથી થતા આ ફાયદાઓ વિશે

મિત્રો, આપણા હિન્દુ ધર્મમા દાનનુ એક આગવુ અને વિશેષ મહત્વ છે. જો તમે તમારા રોજીંદા જીવનમા દાનનો સમાવેશ કરો છો તો તેની તમારા જીવન પર ખુબ જ ઊંડી અસર પડે છે. આ કારણોસર જ મોટાભાગના લોકો દરેક પર્વમા ગરીબ લોકોને દાન આપવા માટે જણાવે છે.

image source

દાન એ એક એવી વસ્તુ છે કે, જેને આપ્યા પછી તમારે તેને યાદ રાખવુ પડતુ નથી. આજે આ લેખમા અમે તમને શાસ્ત્રોમા દર્શાવેલા અમુક દાન વિશે માહિતી આપીશુ કે, જે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે. ગૌદાનથી માંડીને કન્યાદાન સુધીના તમામ દાન એ હિન્દુ ધર્મમા એક વિશેષ પરંપરા ધરાવે છે.

image source

આ ઉપરાંત આપણા શાસ્ત્રોમા એવું પણ જણાવવામા આવ્યુ છે કે, દરેક વ્યક્તિએ પોતાની કમાણીનો દસમો ભાગ ગરીબોને આપવો જોઈએ. આ સિવાય ઇસ્લામ ધર્મમા પણ દાનને વિશેષ મહત્વ આપવામા આવ્યુ છે, જેને જકાત તરીકે ઓળખવામા આવે છે. દરેક ધર્મમા આવકનો અમુક ચોક્કસ ભાગ જરૂરીયાતમંદ લોકોને દાન કરવા માટે જણાવવામા આવ્યુ છે.

image source

આપણે અવારનવાર અનેકવિધ વસ્તુઓનુ દાન કરતા હોઈએ છીએ પરંતુ, શ્રાદ્ધ, સંક્રાંતિ, અમાવાસ્યા જેવા પ્રસંગોએ આપણે જે દાન કરીએ તે આપણા માટે એકદમ વિશેષ માનવામા આવે છે. આ પ્રસંગો દરમિયાન કરવામા આવેલ અમુક વસ્તુઓનુ દાન આપણા માટે અત્યંત શુભ માનવામા આવે છે.

image source

આપણા હિન્દુ ધર્મમા સૌથી મોટુ દાન ગૌદાન ગણવામા આવે છે. આ દાન બધા જ દાનમા સર્વશ્રેષ્ઠ ગણવામા આવે છે. ગૌદાન કરવાથી તમારા ઘરમા અઢળક સંપત્તિ અને શાંતિ મળી રહે છે અને તમારુ ઘર આનંદથી ભરપૂર રહે છે. આ સિવાય ગરીબ લોકોને અન્નદાન કરવુ પણ અત્યંત શ્રેષ્ઠ માનવામા આવે છે. અન્નદાનમા ઘઉં અને ચોખાનુ દાન એ યોગ્ય માનવામા આવે છે. આ દાન તમને ઇચ્છિત પરિણામો પણ આપી શકે છે.

image source

એક વાસણમા ગાયનુ ઘી ઉમેરીને તેનુ દાન કરવામા આવે તો તમારા ઘરની ગરીબી દૂર થઇ જાય છે અને તમારા ઘરનો માહોલ શાંતિમયી બની રહે છે. આ સિવાય માનવજીવનના દરેક કાર્યમા તિલનુ પણ વિશેષ મહત્વ માનવામા આવે છે. વિશેષ તો જો તમે શ્રાદ્ધ અને કોઈના મૃત્યુ પર તીલનુ દાન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી માનવામા આવે છે.

image source

જો કાળા તિલનુ દાન કરવામા આવે તો તમને અનેકવિધ તકલીફ અને સમસ્યાઓ સામે રક્ષણ મળી શકે છે. આ સિવાય શાસ્ત્રોમા કપડાનુ દાન કરવા અંગે પણ જણાવવામા આવ્યુ છે. આ દાનમા ધોતી અને દુપટ્ટા સહિત બે વસ્ત્રોનુ દાન ખુબ જ મહત્વનુ જણાવવામા આવે છે. તેનાથી ઘરના તમામ દોષો દૂર થાય છે. માટે જો તમે તમારા જીવનમા સુખી અને સમૃદ્ધ રહેવા ઈચ્છતા હોવ તો આ બધા જ પ્રકારના દાનને જીવનમા મહત્વ આપજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ