‘તૌકતે’ વાવાઝોડાની શું છે હાલની સ્થિતિ, જાણો તમામ માહિતી એક ક્લિકે

ચક્રવાતી વાવાઝોડા તૌકતે ધીમે ધીમે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વધુ અસર થશે. નોંધનિય છે કે, ચક્રવાતી વાવાઝોડા તાઉતેની સ્પિડ વધ્યા પછી તે ગુજરાતના દીવ, દમણ અને દાદરા નગર હવેલી તરફ ફંટાઈ ગયું છે. તોબીજી તરફ હવામાન વિભાગે શનિવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વાવાઝોડું 18 મેએ પોરબંદર અને નલિયા વચ્ચેના દરિયા કાંઠે ટકરાશે. જેથી આસપાસના વિસ્તારોને સાવચેત રહેવા જણાવાયું છે.

image source

તો બીજી તરફ ગુજરાત સરકારે વાવાઝોડું મોટી તબાહી ન મચાવે એ માટે તમામ તૈયારી કરી લીધી છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યુ કે, તૌકતે વાવાઝોડના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. તો બીજી તરફ આ વાવાઝોડું મુંબઈને પ્રભાવિત નહીં કરે ેતમ જણાવ્યુંછે, પરંતુ આ પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે ગતિએ પવન ફૂંકાશે. આ તોફાન તેજ થઈને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. તમને જણાવી દઈએ કે, તૌકતે ગુજરાત તરફ આવે ત્યારે કાંઠા વિસ્તારો અને કોંકણમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

image source

આ ઉપરાંત પ્રતિ કલાક 175 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. તમને જણાવી દઈએ કે, આ વાવાઝોડાને કારણે કેરળમાં થયેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે. તો બીજી તરફ, NDRFએ પશ્ચિમ ભારતના તમામ રાજ્યોમાં રાહત અને બચાવકાર્ય માટે ટીમની સંખ્યા વધારીને 53થી 100 કરી દીધી છે, જેમાં કુલ 4700 જવાન સામેલ છે. તો બીજી તરફ એનડીઆરએફના ડિરેક્ટર જનરલ એસ.એન. પ્રધાને કહ્યું કે, વાવાઝોડાના પગલે અમે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં પણ ટીમો તહેનાત કરી છે અને કટોકટીની કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની મદદ માટે જવાનો તૈયાર છે.

image source

તો બીજી તરફ જો વરસાદની વાત કરીએ તો ,17 મેના રોજ રાજ્યના પોરબંદર, દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, વલસાડ, નવસારી, સુરત, દમણમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યરા બાદ 18 મેના રોજ પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, તો બીજી તરફ કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દીવ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ થશે. આ ઉપરાંત 19 મેના રોજ ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા.

image siource

આ વાવાઝોડા અંગે IMDએ જણાવ્યુ કે, છેલ્લા છ કલાકથી ટૌકતે પ્રતિ કલાક 11 કિ.મી.ની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. હવે આગામી છ કલાકમાં તે ‘સિવિયર સાઇક્લોન’ બની જશે. ત્યાર પછીના 12 કલાકમાં તે ‘વેરી સિવિયર’ કેટેગરીનું સાઇક્લોન બની જશે. આઈએમડી, ગ્લોબલ એસેમ્બલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ મોડલ અને યુરોપિયન મોડલ પ્રમાણે, ટૌકતેના લેન્ડ ફૉલ્સ અને દિશા અંગે હજુ પણ ઘમા મતમતાંતર છે. તેમણે કહ્યું કે, તે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા નજીકથી પસાર થવાની શક્યતા છે, પરંતુ આગામી 24 કલાકમાં વધુ સ્પષ્ટતા થશે.

આ અંગે આઈએમડીના મતે, ટૌકતે ઉત્તર-પશ્ચિમમાં આગળ વધીને ઉત્તર-પૂર્વમાં વળશે અને 18 મે પછી વાવાઝોડું પોરબંદર અને નલિયા વચ્ચે લેન્ડ ફૉલ થઈ શકે છે. તો બીજી તરફ જ્યારે ગ્લોબલ એસેમ્બલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ મોડલ કહે છે કે, આ વાવાઝોડું ગુજરાતને મિસ કરીને કચ્છ-પાકિસ્તાના સિંધ પ્રદેશની સરહદે ટકરાશે. જોકે, યુરોપિયન મોડલ મુજબ, તે દીવ નજીક ટકરાશે. આમ હાલમાં વિવિધ પ્રકારની થીયરી વાવાઝોડાને લઈને ચાલી રહી છે. નોંધનિય છે કે, હાલ આ વાવાઝોડામાં હવાની ગતિ પ્રતિ કલાક 65 કિ.મીની છે, પરંતુ 16 મેની સવાર સુધી વધીને 145 કિ.મી.ની થશે. ત્યારા બાદ 17-18 મેએ ટૌકતે પ્રતિ કલાક 175 કિ.મી.ની ઝડપે ફૂંકાશે અને તે સિવિયર સાઇક્લોનમાં પરિવર્તિત થવાની શક્યતા છે.

ત્યાર બાદ વાવાઝોડું 18 મેએ સૌરાષ્ટ્રના કિનારે પહોંચશે ત્યારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 120-150 કિ.મી.ની ગતિએ તેમજ કચ્છ, જૂનાગઢ, જામનગરમાં 165 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં છ કલાકમાં તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. તો બીજી તરફ વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને રાજ્યના કાંઠા વિસ્તારોમાં NDRF- SDRFની અનુક્રમે 24 અને છ ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ અંગે રાજ્યના 16 મંત્રીને રવિવાર બપોર સુધી સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પહોંચી જવાનો પણ આદેશ કરાયો છે.

image source

તો બીજી તરફ બીએસએફ, ફાયર અને પોલીસ ટીમો પણ ખડેપગે છે. તમામ હોસ્પિટલોને ડી.જી. સેટની વ્યવસ્થા કરીને કોવિડ સહિતની હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તેની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથે એમ્બ્યુલન્સ અને આઈસીયુ એમ્બ્યુલન્સ પણ રાજ્યના વિવિધ શહેરોમાંથી શિફ્ટ કરીને જામનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો બીજી તરફ દરિયાકાંઠાના જિલ્લાઓની કોવિડ હોસ્પિટલમાં ઓકિસજન સપોર્ટ અને આઈસીયુના દર્દીઓ સુરક્ષિત રહે, તે માટે નજીકની હોસ્પિટલમાં શિફ્ટિંગની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

image source

તો બીજી વાવાઝોડાના સંભનિત ખતરાને પગલે રસ્તા, ભયજનક ઈમારતો માટે પણ સાવચેતી રાખવાની સૂચના આપીને ક્વિક રિસ્પોન્સ ટીમ સજ્જ કરવાનો આદેશ કરાયો છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને આ તૈયારીની વિગતે માહિતી મેળવી હતી. આ ઉપરાંત માછીમારોને તાત્કાલિક અસરથી દરિયામાંથી પરત બોલાવી લેવામાં છે. આ ઉપરાંત હેલિકોપ્ટરની મદદથી સાયરન વગાડીને લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ લોકોને ઘરમાં રહેવાની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત કાંઠા વિસ્તારના હોર્ડિંગ અને બોર્ડ પણ હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનના રૂટ અમદાવાદ સુધી કરી દેવાયા છે.

image source

તો બીજી તરફ આ વાવાઝોડાના સંભવિત ખતરાને પગલે પીએમ મોદીએ દિલ્હીમાં વાવાઝોડાની તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી અને તેમણે સંબંધિત અધિકારીઓને ઈમર્જન્સીની સ્થિતિમાં વીજળી, ટેલિકોમ, આરોગ્ય અને પીવાના પાણીની સુવિધાનું યોગ્ય સંચાલન કરવાનો આદેશ પણ આપ્યો છે. આ ઉપરાંત કેન્દ્રના નિર્દેશ પછી એનડીઆરએફની 24 ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. એટલુ જ નહીં મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક અને તમિલનાડુની સરકારોએ જિલ્લા કલેક્ટરોને પણ તૌકતે વાવાઝોડના ખતરાને પગલે એલર્ટ રહેવા કહેવામાં આવ્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!