કોફી પીવી તો બધાને ખુબ જ પસંદ છે, પરંતુ શું કોફી ચેહરા પર લગાવવાના ફાયદા વિશે જાણો છો ?

અત્યારના સમયમાં છોકરો હોય કે છોકરી દરેક લોકો પિમ્પલ્સની સમસ્યાથી પરેશાન છો. જો તમે પણ પિમ્પલ્સ, ડાઘ અથવા કરચલીની સમસ્યાથી પરેશાન છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે ચહેરાની દરેક સમસ્યાનો ઈલાજ તમારા ઘરમાં રહેલી કોફી કરશે. કોફી પીવાથી પિમ્પ્સ દૂર થાય છે. આ સિવાય તમે તેનો ઉપયોગ ફેસ પેક તરીકે પણ કરી શકો છો, જે તમારા ચહેરાની કરચલી અને પિમ્પલ્સ તો દૂર કરશે જ, સાથે તમારો ચેહરો પણ ગ્લોઈંગ બનાવશે.

કોફી અને મધ

image source

એક ચમચી કોફી પાવડર લો અને તેમાં એક ચમચી મધ નાખો. હવે આ બંનેને મિક્સ કરી લો. આ પેકથી તમારા ચહેરા પર માલિશ કરો. હવે તેને લગભગ 15 મિનિટ માટે રહેવા દો. જ્યારે આ પેક સંપૂર્ણપણે સુકાઈ જાય, ત્યારે તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર આ ઉપાય અપનાવી શકો છો. આ ફેસ-પેક વૃદ્ધાવસ્થાના નિશાનો તો દૂર કરે જ છે, સાથે તે ત્વચા ઢીલી થવી, કરચલીઓ અને ફાઇન લાઇનની સમસ્યા પણ દૂર કરે છે. આ ફેસ-પેક ત્વચાના છિદ્રોને લવચીક અને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ ત્વચાને લાંબા સમય સુધી જુવાન રાખે છે.

કોફી અને હળદર

image source

એક બાઉલમાં એક ચમચી કોફી પાવડર, અડધી ચમચી નાળિયેર તેલ અને એક ચપટી હળદર મિક્સ કરો. હવે આ ફેસ-પેક ચેહરા પર લગાવો અને ચહેરા પર 15-20 મિનિટ માટે રહેવા દો, ત્યારબાદ તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો. આ ફેસ પેક તમારા ચહેરા પરના પિમ્પલ્સને દૂર કરવામાં ખૂબ મદદગાર છે.

કોફી પાવડર અને લીંબુ

image source

એક ચમચી કોફી લો અને તેમાં થોડા લીંબુના ટીપાં નાંખો. બંનેને બરાબર મિક્ષ કરી પેસ્ટ તૈયાર કરો. પછી તેને ચહેરા પર લગાવો અને તેને 30 મિનિટ માટે રહેવા દો. અડધા કલાક પછી જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય, ત્યારે તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. લીંબુનો રસ તમારા ચહેરા પરની ગંદકી દૂર કરે છે અને કોફી તમારા ચેહરાનો ગ્લો વધારે છે.

કોફી અને દૂધ

એક ચમચી કોફી પાવડર, 1/2 ચમચી કાચું દૂધ લો અને તેને સારી રીતે મિક્સ કરી દો. હવે આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તમારા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. આ ફેસ પેક તમારી ત્વચા પર કડકતા લાવે છે અને ચેહરાને ચમકદાર પણ બનાવે છે. તમારા ચેહરાને ગ્લોઈંગ બનાવવા માટે તમારે આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવો જોઈએ.

કોફી અને ઓલિવ તેલ

આ ફેસ-પેક બનાવવા માટે 1 ચમચી કોફી અને 1 ચમચી ઓલિવ તેલ લો. ત્યારબાદ આ બંને ઘટકોને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો. જયારે આ પેસ્ટ સારી રીતે સુકાય જાય પછી તમારો ચેહરો પાણીથી ધોઈ લો. જ્યારે તમારી ત્વચા શુષ્ક અને સંવેદનશીલ હોય ત્યારે મૃત ત્વચાને દૂર કરવું હંમેશાં મુશ્કેલ કાર્ય હોય છે. આ માટે ચેહરા પર મોઇશ્ચરાઇઝિંગની આવશ્યકતા હોય છે. જો તમારી ત્વચા શુષ્ક છે, તો આ ફેસપેક તમારા માટે યોગ્ય છે. ઓલિવ તેલમાં એવા તત્વો હોય છે જે ત્વચાને પુષ્કળ ભેજ આપે છે. આ ફેસ-પેકનો ઉપયોગ કર્યા પછી ચહેરા પરની લાલ ફોલ્લીઓ અથવા ચેહરા પરની કરચલી દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ