સલમાન સાથે સુપર હિટ ફિલ્મો આપનારી આ હસિનાઓ આજે થઇ ગઇ છે ગાયબ, જેમાં નંબર 2 તો બાપ રે બાપ….

સલમાન સાથે સુપર હિટ ફિલ્મો આપનારી આ હસિનાઓ ગાયબ થઈ ગઈ – આજે શોધવા છતાં નથી મળી રહી

બોલીવૂડમાં કેટલીક એક્ટ્રેસ એવી હોય છે, જે પોતાની ફિલ્મોથી બધાના દિલ પર રાજ કરે છે. પણ કેટલાક સમય બાદ એવી ગાયબ થઈ જાય છે કે તમે તેમને ક્યાંય જોઈ જ નથી શકતાં અને જોવાની વાતતો દૂર તેમના વિષે કંઈ સાંભળી પણ નથી શકતા. આવી જ કેટલીક અભિનેત્રીઓ છે જેમણે ફિલ્મ જગતમાં દબંગ ખાન એટલે કે સલમાન ખાન સાથે કામ કર્યું.

image source

સલ્લૂ ભાઈ સાથે કામ કરવાનો અર્થ એ છે કે તમારી લાઇફ સેટ થઈ ગઈ. માત્ર એટલુ જ નહીં સલમાન પોતે પણ કેટલીક સ્ટ્રગલ કરતી અભિનેત્રીઓને કામ આપે છે જેથી કરીને તેમને તેમની ઓળખાણ મળી શકે. તેવામાં તમે 90ના દાયકામાં સલમાનની ફિલ્મોને જોશો તો તમને ખ્યાલ આવશે કે એવી કેટલીએ અભિનેત્રીઓ છે જેમણે સલમાન સાથે ફિલ્મ તો હિટ આપી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર પણ થઈ ગઈ અને કેટલીક તો સાવ ગુમનામ બની ગઈ. તો ચાલો જાણીએ તે અભિનેત્રીઓ વિષે.

સલમાન ખાન સાથે ફિલ્મ સનમ બેવફામાં એક્ટ્રેસ ચાંદની જોવા મળી હતી. ચાંદનીનું સાચુ નામ નવોદિતા શર્મા છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી. આજના સમયમાં તેણી બોલીવૂડથી સાવ જ દૂર થઈ ગઈ છે. એક જાણકારી પ્રમાણે હવે ચાંદની વિદેશમાં છે અને ત્યાં બાળકોને ડાન્સ શિખવી રહી છે.

image source

દબંગ ખાન સાથે એકેટ્રેસ રંભા પણ ફિલ્મ જુડવામાં જોવા મળી હતી. જુડવા ઉપરાંત પણ તેણીએ બોલીવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે દક્ષિણ ભારતની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. પણ હાલ રંભા ફિલ્મી દુનિયાથી દૂર છે જો કે સોશિયલમિડિયા પર તેણી સક્રિય છે અને પોતાની તસ્વીરો અવારનવાર શેર કરતી રહે છે.

સલમાન ખાનની પહેલી ફિલ્મ બીવી હો તો એસીમાં તેમની સાથે એક્ટ્રેસ રેણુ આર્યાએ કામ કર્યું હતું. રેણુ એક કે બે ફિલમમાં જ જોવા મળી હતી ત્યાર બાદ તેણીએ બોલીવૂડને અલવિદા કહી દીધું. અને પછી તેણી હાલ શું કરે છે તેની પણ લોકોને કોઈ જ ખબર નથી.

image source

તાજું જ ઉદાહરણ જોવા જઈએ તો સલમાને ડેઝી શાહ સાથે પણ એક ફિલ્મમાં કામ કર્યું છે. પણ આજે ડેઝી શાહ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. વાસ્તવમાં તેણીએ સલમાનની એક ફિલ્મમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું અને સલમાને જ તેણીને ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાની તક આપી હતી. પણ તેણીને ત્યાર બાદ ફિલ્મોમાં વધારે કામ ન મળી શક્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ