લગેજની સુવિધાને લઈને રેલ્વેની મોટી જાહેરાત, જાણો બુકિંગ અને ચાર્જની તમામ વિગતો

ભારતીય રેલ્વે કોરોના મહામારી બાદ હવે યાત્રીઓને અનેક સુવિધાઓ આપવા જઈ રહ્યું છે. કેટલીક પહેલાની સર્વિસ ફરી શરૂ કર્યા બાદ હવે ભારતીય રેલ્વેએ યાત્રીઓના લગેજને લઈને એક નવી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સર્વિસ ગ્રાહકોના લગેજને લઈને શરૂ કરાશે. આ સુવિધાથી હવે એ રાહત મળશે કે યાત્રીઓને ઘરેથી લગેજ સ્ટેશન સુધી લાવવાનું રહેશે નહીં. આ સમસ્યામાંથી તેમને રાહત મળી જશે.

image source

પૂર્વ મધ્ય રેલ્વેના રેલ મંડળે આ માટેની મંજૂરી આપી છે. રેલ્વે નવી યોજના ચાલુ કરવા જઈ રહ્યું છે જેમાં યાત્રીઓના લગેજને તેઓ જ સ્ટેશન સુધી પહોંચાડશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ટનામાં આ શરૂઆત થઈ જશે. દાનાપુર મંડળથી આ શરૂઆત કરાશે. મુસાફરોના લગેજને લઈ જવાની જવાબદારી એજન્સી બુક એન્ડ બેગેજ્સ ડોટ કોમને મળી છે. દેશમાં શરૂઆત 23-26 જાન્યુઆરીની વચ્ચે અમદાવાદ રેલ્વે સ્ટેશનથી થશે. જ્યારે પૂર્વી ભારતમાં પટના પહેલું જંક્શન હશે જ્યાં રેલ યાત્રીઓને આ સુવિધાઓ મળશે.

image source

દાનાપુર મંડળે જે એજન્સીની સાથે ટાઈઅપ કર્યું છે તે એજન્સીએ સેટઅપનું કામ શરૂ કર્યું છે. સામાન બુક કરવા માટે એજન્સી એપ અને વેબસાઈટ બનાવી રહી છે. યાત્રીઓને લગેજ બુક કરવા માટે આ કામ કરવાનું રહે છે.

image source

એપ કે વેબસાઈટ પર જઈને બુકિંગ કરી શકાશે.

બેગની સાઈઝ, વજન અને અન્ય જાણકારી આપવાની રહેશે અને તે અનુસાર ચાર્જ નક્કી થશે.

સ્ટેશનથી રહેઠાણની દૂરી અને અને વજન અનુસાર ચાર્જ લેવાશે.

image source

વધુમાં વધુ સ્ટેશનથી 50 કિમીના વિસ્તારોમાં આ સુવિધા મળી શકશે.

સૌથી ઓછું લગેજ રેટ 125 રૂપિયા હશે.

10 કિમી અને 10 કિલનોની બેગનું એક સાઈઢનું ભાડું 125 રૂપિયા નક્કી કરાયુ છે.

image source

બર્થ સુધી સામાન લઈ જવા માટે કુલીનું નક્કી ચાર્જ પણ લેવાશે.

વધુમાં વધ 5 લગેજ હશે તો પહેલાંના 125 રૂપિયા અને અન્ય લગેજના 50-50 રૂપિયા લેખે રૂપિયા ગણાશે.

જીપીએસ સિસ્ટમથી સામાનનું ટ્રેકિંગ કરી શકાશે.

સામાનનો વીમો પણ મળશે.

image soucre

તો હવેથી જો તમે પણ રેલ્વેની મુસાફરીમાં સરળતા ઈચ્છો છો તો આ રીતે તમારી ટિકિટની સાથે જલ્દી જ સામાનનું પણ બુકિંગ કરાવી શકો છો. તેનો ચાર્જ આપો અને થઈ જાઓ સમસ્યાઓથી મુક્ત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ