CM રૂપાણીની તબિયત સ્થિર, હોસ્પિટલમાં તમામ રિપોર્ટ નોર્મલ, PM મોદીએ CMના ખબર પૂછી ફોન પર આપી આ સલાહ

સભા સંબોધન કરતા સમયે સીએમ વિજય રૂપાણીનું બીપી ઘટી જતા અચાનક ચક્કર આવી ગયા અને સ્ટેજ પર ઢળી પડ્યા, હેલીકોપ્ટર મારફતે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બધા રીપોર્ટ નોર્મલ આવ્યા.

  • -ડોક્ટર દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવતા સીએમ સ્વસ્થ થઈ ગયા હતા.
  • -સીએમ રૂપાણી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર લોકોનું અભિવાદન કરવામાં આવ્યું.
  • -સીએમ રૂપાણીની યુ. એન. મહેતા હોસ્પિટલમાં ડોકટરી તપાસ કરવામાં આવી.
  • -લવ- જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ ચલાવવામાં આવશે નહી: સીએમ રૂપાણી.
image soucre

ગુજરાત રાજ્યમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરેલા સીએમ વિજય રૂપાણીએ ગઈકાલના ઓજ વડોદરામાં એક સભા સંબોધી રહ્યા હતા. આ ચૂંટણી સભા દરમિયાન સીએમ રૂપાણીને અચાનક ચક્કર આવી જવાથી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. ત્યાર પછી સભાને ટુંકાવી દેવામાં આવી અને ત્યાંથી રવાના થઈ ગયા. જો કે, કોઈપણ અફવાઓ પર ધ્યાન આપવું નહી. સીએમ રૂપાણીનું સ્વાસ્થ્ય હવે સારું છે. તેમનું અચાનક બીપી ઘટી ગયું હતું. સીએમ રૂપાણી એક પછી એક ચૂંટણી સભાઓ સતત સંબોધી રહ્યા છે જેના કારણે થાક અને તાણ વધવાથી બીપી ઘટી જવાની સંભાવના રહે છે. યુ. એન. મહેતા હોસ્પિટલના ડોક્ટર દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, સીએમ વિજય રૂપાણીના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા છે તેમ છતાં તેમને ૨૪ કલાક માટે અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવશે. થાક અને ડીહાઈડ્રેશનના લીધે સીએમ રૂપાણીને ચક્કર આવી ગયા હતા.

LIVE – વડોદરા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ https://t.co/i7uZZhLLim

મીડિયાને જાણકારી આપતા ડે. સીએમ નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સીએમ વિજય રૂપાણી હવે સંપૂર્ણરીતે સ્વસ્થ થઈ ગયા છે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ રીપોર્ટ કરાવવામાં આવ્યા છે તે બધા જ નોર્મલ આવ્યા છે. સીએમ રૂપાણીની આરોગ્ય તપાસ માટે દસ કરતા વધારે ડોક્ટર્સની ટીમ હાજર રાખવામાં આવી છે.

સીએમ વિજય રૂપાણી યુ. એન. મહેતા હોસ્પિટલમાં પહોચ્યા.

image soucre

વડોદરા એરપોર્ટ પરથી સીએમ રૂપાણી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. સીએમ પોતાની જાતે જ ચાળીને ગાડીમાં બેઠા હતા. ત્યાર બાદ તેમને હેલીકોપ્ટર મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા. આ કાફલામાં બે એમ્બ્યુલન્સ સાથે રાખવામાં આવી હતી. સીએમ રૂપાણીની સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ એરપોર્ટથી લઈને યુ. એન. મહેતા હોસ્પિટલમાં પહોચ્યા છે. હોસ્પિટલમાં ડોકટરી તપાસ કરવામાં આવશે. જયારે એરપોર્ટ પરથી નીકળ્યા ત્યારે હાથ બતાવીને લોકોનું અભિવાદન કર્યું. સીએમ રૂપાણીને ચક્કર આવી જતા યુ. એન. મહેતા હોસ્પિટલમાં તબીબોની એક ટીમ તૈયાર રાખવામાં આવી હતી ત્યારે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ સીએમ વિજય રૂપાણીની ખબર પૂછી અને આરામ કરવાની સલાહ આપી.

image soucre

પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ સાથે ફોન પર વાતચીત કરીને સ્વાસ્થ્ય વિષે માહિતી મેળવી અને પીએમએ સીએમને સંપૂર્ણ સ્વાસ્થ્ય તપાસ કરાવીને વધારે કાળજી લેવાની સાથે આરામ કરવાની સલાહ આપી છે.

LIVE- વડોદરામાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળ આયોજિત જાહેર સભા

વિધાનસભાના આવનાર સત્રમાં લવ જેહાદ પર કાયદો લાવીશું: સીએમ.

image soucre

આ સભા સંબોધન દરમિયાન સીએમ વિજય રૂપાણી દ્વારા લવ જેહાદની સામે કાયદા લાવવા વિષે કહ્યું છે કે, વિધાનસભાના આવનાર સ્તરમાં લવ જેહાદનો કાયદો લાવીશું. સીએમ રૂપાણી દ્વારા વધુ જણાવતા કહ્યું છે કે, લવ જેહાદના નામે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને ચલાવવામાં આવશે નહી. મહત્વનું એ છે કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ રાજ્યો પછી હવે ગુજરાત રાજ્યમાં પણ લવ જેહાદ વિરુદ્ધ કાયદાની ચર્ચાઓ થઈ રહી છે.
જો કોઈ વ્યક્તિને લાલચ કે પછી છેતરપીંડી કરીને તે વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવામાં છે જે કાયદા અંતર્ગત પ્રતિબંધિત છે એટલું જ નહી, ગુજરાત રાજ્યમાં ગુજરાત ફ્રીડમ ઓફ રીલીઝીયન એક્ટ, ૨૦૦૩ અંતર્ગત દબાણ, લાલચ કે પછી કોઈ વ્યક્તિને છેતરીને તેનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હવે નવા કાયદાને લાવતા લવ જેહાદના મામલે કાયદાકીય પગલાં ભરવા ઈચ્છે છે, અત્યારના ધર્મપરિવર્તનના કાયદામાં હવે લવ જેહાદના દ્રષ્ટિકોણની સાથે તેને વધારે મજબુત કરવા ઈચ્છે છે.

image soucre

રાજ્ય સરકાર આ બાબતે જુદા જુદા વિભાગો ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભાની બાબતોના વિભાગોને યુપી અને મધ્યપ્રદેશ રાજ્યોની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલ લવ જેહાદ વિરોધી કાયદાનો અભ્યાસ કરવા માટે અને એની કાયદેસરતા ચકાસવા માટે જણાવવામાં આવ્યું છે. જો કે, રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત થતા સુત્રોનું કહેવું હતું કે, આ સમય દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય તેની પહેલા રાજ્ય સરકાર ઓર્ડીનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા પણ કાયદાને લાગુ કરવા વિષે વિચારી રહી છે.

લવ જેહાદ શું છે?

  • -લવ જેહાદની કથિત પરિભાષા કઈક આવી છે કે, જો કોઈ મુસ્લિમ યુવક બિન- મુસ્લિમ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધા બાદ તેનું ધર્મ પરિવર્તન કરાવી તે યુવતી સાથે લગ્ન કરે છે.
  • -વર્ષ ૨૦૦૯માં લવ જેહાદ શબ્દ ખુબ જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટક રાજ્યો તરફથી આ શબ્દ નેશનલ લેવલ પર આવ્યો છે. જે પછીથી UK અને પાકિસ્તાન સુધી પહોચી ગયો છે.
  • -તીરુવંતપુરમ (કેરળ)માં સપ્ટેમ્બર, ૨૦૦૯માં શ્રીરામ સેના દ્વારા લવ જેહાદ વિરુદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. ઓક્ટોબર, ૨૦૦૯માં કર્ણાટક સરકાર દ્વારા લવ જેહાદના મુદ્દાને ગંભીરતાથી લેતા CID તપાસના આદેશ આપ્યા. જેથી કરીને લવ જેહાદની પાછળ રહેલ સંગઠિત ષડ્યંત્ર વિષે જાણી શકાય.

    image soucre

-સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે NIA દ્વારા તપાસ પણ કરાવવામાં આવી હતી, જેમાં એક હિંદુ યુવતીએ પોતાના મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. જયારે આ યુવતીના પિતાએ મુસ્લિમ યુવક પર એવો લગાવ્યો હતો કે, પોતાની દીકરીને આતંકી સંગઠનમાં ફસાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે, તપાસ કરાવતા એવું કઈ જ સામે આવ્યુ નહી. એટલું જ નહી, યુવતીએ જાતે જ સુપ્રીમ કોર્ટમાં આવીને પોતાની પ્રેમ કહાનીનું વર્ણન કર્યું હતું.

image source

અત્યારે અચાનક લવ જેહાદ વિરુદ્ધ કાયદાની ચર્ચા કેમ કરવામાં આવી રહી છે?

  • -અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ નવપરણિત દંપતીને પોલીસ સુરક્ષા આપવાની મનાઈ કરી દીધી હતી. મહિલા જન્મથી મુસ્લિમ ધર્મની હતી અને તેણે તા. ૩૧ જુલાઈના રોજ પોતાના લગ્ન પહેલા એક મહિલાએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો.
  • -હાઈકોર્ટએ સુપ્રીમ કોર્ટના એક આદેશના અહેવાલને ટાંકતા જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને તેના ધર્મ વિષે કોઈ જાણકારી નથી કે પછી તે ધર્મ પર વિશ્વાસ નથી અને ફક્ત લગ્ન કરવાના ઉદ્દેશથી ધર્મ પરિવર્તનને સ્વીકાર કરી શકાય નહી.
image source

કેન્દ્ર સરકારનું લવ જેહાદ વિષે શું કહેવું છે?

  • -ફેબ્રુઆરીમાં સાંસદ બેન્ની બેહન દ્વારા લોકસભામાં સરકારને પૂછ્યું હતું કે, કેરળ રાજ્યમાં લવ જેહાદના મામલાઓ વિષે તેમનું શું કહેવું છે? શું તેઓએ આવા કોઈ કેસની તપાસ કરાવી છે?
  • -આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૫ લોક વ્યવસ્થા, સદાચાર અને સ્વાસ્થ્યની શરતોને આધીન ધર્મને અપનાવવા, તેનું પાલન કરવું અને તેનો પ્રસાર કરવાની પરવાનગી આપવામાં આવે છે.
  • -એવું પણ કહેવામાં આવ્યું છે કે, અત્યારના કાયદામાં લવ જેહાદ શબ્દને પ્રીબહ્ષિત કરવામાં આવ્યો નથી.કોઈપણ કેન્દ્રીય એજન્સીદ્વારા લવ જેહાદના કોઈપણ બાબતની માહિતી આપી નથી. NIAએ કેરળ રાજ્યમાં આંતરધર્મ લગ્નના બે કેસની તપાસ કરવામાં આવી છે.
    સુપ્રીમ કોર્ટ ધર્મ પરિવર્તન વિષે શું કહે છે.?
  • -ભારતીય બંધારણના આર્ટીકલ- ૨૫માં જણાવ્યા પ્રમાણે ભારતમાં દરેક વ્યક્તિને કોઈપણ ધર્મ માનવાની, તેનું આચરણ કરવાની અને ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. આ અધિકાર બધા જ ધર્મના ભારતીય નાગરિકોને સમાન રીતે આપવામાં આવે છે.
  • -કોર્ટ અંત:કરણ કે પછી કોન્શિયસની વ્યાખ્યા પણ ધાર્મિક આઝાદીથી સ્વતંત્ર રીતે કરી છે. એટલે કે કોઈ વ્યક્તિ નાસ્તિક છે, તો તેને પોતાના કોન્શિયસથી આ રીતના અધિકાર છે. તે વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિ બળજબરી પૂર્વક કોઈપણ ધર્મનું પાલન કરવાનું કહી શકે નહી.
  • -સુપ્રીમ કોર્ટની બંધારણ બેંચ દ્વારા વર્ષ ૧૯૭૫માં ધર્મ પરિવર્તનના મુદ્દે આ વિષે સારી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. આમ તો, ઓરિસ્સા અને મધ્યપ્રદેશ રાજ્યની હાઈકોર્ટ દ્વારા ધર્મ પરિવર્તનની વિરુદ્ધ બનેલ કાયદા પર જુદા જુદા ચુકાદો સંભળાવ્યા હતા.
image source

-જયારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં જાય છે તો સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કરવામાં આવ્યું અને કહ્યું કે, દગાથી, લાલચ કે પછી દબાણપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવું તે વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તે વ્યક્તિને પોતાના અધિકારોની વિરુદ્ધ જઈને કઈપણ કરવા માટે મજબુર કરી શકાય નહી.

-આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે, પબ્લિક ઓર્ડરને જાળવી રાખવાનો રાજ્યોને અધિકાર છે. જો પરાણે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તો તે કાયદા વ્યવસ્થા માટે ખતરો સાબિત થઈ શકે છે. રાજ્યએ પોતાના વિવેકથી કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે જરૂરી કાયદા બનાવી શકે છે.
શું રાજ્યમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદા સંભવ છે.?

-આ બાબતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે,ધર્મ પરિવર્તન સ્વેચ્છાથી કોઈપણ પ્રકારના લાલચ કે પછી લોભ વિનાનો હોવો જોઈએ. આ વાતને આધાર બનાવીને ભાજપ શાસિત ચાર રાજ્યોમાં પ્રેમ અને લગ્નના નામે કોઈ વ્યક્તિ ઇસ્લામ ધર્મ કે પછી અન્ય ધર્મમાં પરિવર્તન વિરુદ્ધ કાયદા બનાવવા વિષે વાત કરી રહ્યા છે.

image soucre

-સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા સ્પષ્ટ છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે લવ જેહાદ વિરુદ્ધ કાયદાની આવશ્યકતા છે અને તે રાજ્ય સરકાર બનાવી પણ શકે છે. આ બાબતે સુપ્રીમ કોર્ટ વર્ષ ૧૯૭૫નું વલણ અપનાવી રહી છે કે, જો કોઈ નવી વ્યવસ્થા ઉભી કરે છે તે આવનાર ભવિષ્યમાં સ્પષ્ટ જોઈ શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ