WhatsApp તાજેતરના સમયમાં દુનિયાની સૌથી વધુ પોપ્યુલર મેસેજિંગ એપ છે. પરંતુ Whatsapp સૌથી વધુ હેકર્સનો શિકાર પણ થાય છે. Whatsapp હેકિંગ માટે હેકર્સ અવનવી રીતોનો ઉપયોગ કરે છે. આ રીતનો એક નવો હેકિંગ કેસ સામે આવ્યો છે. જ્યાં હેકર્સ તમારા મિત્રના એકાઉન્ટને હેક કરી નાખે છે. અને તમને તે એકાઉન્ટથી પર્સનલ મેસેજ કરે છે અને ફ્રોડ કરે છે. હાલમાં વોટ્સએપ દ્વારા છેતરપિંડીના કિસ્સા વધી ગયા છે જેનો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને લોકો સાથે છેતરપિંડી થઈ હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.

હવે આવો જ એક કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે. જેમાં ઈન્ડસ્ટ્રીયલ વાલ્વ બનાવતી કંપનીને વોટ્સએપ એકાઉન્ટ પર સાયબર હેકર્સ દ્વારા 32.5 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. કંપનીના વોટ્સએપ પર કંપનીના ડાયરેક્ટરના મિત્ર હોવાનો દાવો કરીને 11થી 14 ડિસેમ્બર 2020 દરમિયાન અલગ-અલગ એકાઉન્ટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. વાય ક્યુબ એન્જિનિયરીંગ સોલ્યુસન્સમાં કામ કરતા 33 વર્ષીય આસિસ્ટન્ટ મેનેજરે શનિવારે સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કંપનીના ડાયરેક્ટર રાજકુમાર જયસ્વાલને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો અને પોતે અમેરિકામાં રહેતો તેનો મિત્ર વિજય પૂરી હોવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે આ તેનો નવો વોટ્સએપ નંબર છે.

આ નવા નંબરથી સામેવાળી વ્યક્તિએ વિજય પૂરી તરીકે જયસ્વાલને કહ્યું હતું કે તેનો ભાઈ દિલ્હીમાં છે અને તેને અકસ્માત થયો છે જેના કારણે તેને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે. તેણે કહ્યું હતું કે તેને અમેરિકાથી રૂપિયા મોકલવામાં થોડો સમય લાગશે અને તેથી તેણે જયસ્વાલને એક ચોક્કસ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. જ્યારે તેણે વચન આપ્યું હતું કે તે ઝડપથી રૂપિયા પાછા આપી દેશે ત્યારે જયસ્વાલે તેને કંપનીના એચડીએફસી બેંક એકાઉન્ટની વિગતો આપી હતી.

જયસ્વાલે મેનેજરને રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું અને તે રૂપિયા આઈએમપીએસ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાદમાં જયસ્વાલને તે વ્યક્તિએ વોટ્સએપ મેસેજ કર્યો હતો અને કંપનીમાં એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાની સ્લિપ દેખાડી હતી. તેણે જયસ્વાલને કહ્યું હતું કે તેને વધારે રૂપિયાની જરૂર છે અને રૂપિયા ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી.

વ્યક્તિએ બાદમાં અન્ય એક એકાઉન્ટ નંબર આપ્યો હતો અને તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચાર દિવસ દરમિયાન કેટલાક એકાઉન્ટની વિગતો આપી તથા ખોટી ડિપોઝિટ સ્લિપ દેખાડીને જયસ્વાલ પાસેથી 35 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાં 2.5 લાખ રૂપિયાનું ટ્રાન્સફર થઈ શક્યું ન હતું.

જ્યારે તેના સાચા મિત્ર વિજય પૂરીનો ફોન આવ્યો ત્યારે તેણે જયસ્વાલને કહ્યું હતું કે તેણે વોટ્સએપ પર તેને રૂપિયા માંગતો એક પણ મેસેજ કર્યો નથી. ત્યારે જયસ્વાલને ખ્યાલ આવ્યો હતો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. બાદમાં કંપનીએ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને શનિવારે પોલીસ દ્વારા એફઆઈઆરમાં બદલવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,