જાણો આ કારણોસર કોરોનાથી બચવા આપવામાં આવે છે ચ્યવનપ્રાશ ખાવાની સલાહ, જાણો તમે પણ…

મિત્રો, હાલ આયુર્વેદ વિભાગ દ્વારા આપવામા આવેલી ગાઇડલાઇનમા ઉનાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપવામા આવી છે. તાજેતરમા જ આપણા દેશની કુમાઉ અને અલમોડા યુનિવર્સિટીના નિષ્ણાતોએ આયુર્વેદના આ વિશેષ સંયોજન પર અભ્યાસ કરીને તારણ કાઢ્યુ છે કે, તેમા ૪૧ એવા પોષકતત્વો સમાવિષ્ટ છે, જે કોરોના અને એના જેવા વાઇરસ સામે શરીરને લડવાની ક્ષમતા આપી શકે છે. તો ચાલો જાણીએ આ ગુણતત્વો વિશે.

image source

દશમૂળ :

આ એક ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી જૂથમા આવનાર ઔષધિ છે, જેનાથી સંક્રમણના કારણે થયેલા ઇન્ફલેમેશનને અથવા સોજાને રાહત મળે છે. ચ્યવનપ્રાશમા પણ આ દશમૂળનો સમાવેશ થાય છે. તેમા દસ વનસ્પતિઓના મૂળ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા રહેલી વાયુ અને કફની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત વાયુ અને કફને કારણે થયેલી ઉધરસ અને અસ્થમાની સમસ્યા સામે પણ રાહત આપે છે.

અરડૂસી, કાંકડસિંગી, લીંડીપીપર, કચોરા, પુષ્કરમૂળ :

image source

આ બધી બ્રૉન્કોડાયલેટર જૂથની ઔષધિઓ છે, જે તમને ચ્યવનપ્રાશમા ભરપૂર પ્રમાણમા મળી રહે છે. આ ઔષધિઓ તમારા શરીરમા જમા થયેલા કફને દૂર કરે છે જેથી, તમને શ્વાસ સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યા ઉદ્ભવતી નથી અને તમને શ્વાસ લેવામા પણ રાહત અનુભવાય છે. અસ્થમાના દર્દીઓ માટે પણ આ ઔષધિઓ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

ગળો :

ચ્યવનપ્રાશ સમાવિષ્ટ આ પોષકતત્વો તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તે તમારા શરીરમા તાવ, શરદી કે ઉધરસ જેવી સમસ્યાઓને પ્રવેશવા દેતો નથી અને તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવે છે.

image source

શતવરી, અશ્વગંધા, ગોખરુ, જીવંતી :

આ બધી જ ઔષધિઓ ચ્યવનપ્રાશમા પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, તે તમારા શરીરમા અશક્તિ આવવી તથા થાક લાગવો વગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે. કોવિડ પછી શરીરમા આવતી નબળાઈને દૂર કરવા માટે આ વસ્તુનુ સેવન અસરકારક સાબિત થાય છે. તે શરીર માટે એક શક્તિવર્ધક ટોનિક તરીકે કાર્ય કરે છે.

પુનર્નવા :

ચ્યવનપ્રાશમા સમાવિષ્ટ આ ઔષધી તમારા શરીરને એક નવીનતમ ઉર્જા પૂરી પાડે છે.

વિદારીકંદ :

ચ્યવનપ્રાશમા સમાવિષ્ટ આ ઔષધી તમારા શરીરને બળ પૂરુ પાડે છે અને તમારા સ્નાયુઓમા થતી પીડાને પણ દૂર કરે છે.

image source

ઘી, તેલ અને મધ :

આ બધી જ વસ્તુઓ શરીરમા એક યોગવાહી તરીકે કામ કરે છે. તે તમારા શરીરની શક્તિ વધારીને જલદીથી તમારા બધા જ કામ પૂર્ણ કરવામા તમારી મદદ કરે છે.

આમળા :

આ વસ્તુમા પુષ્કળ માત્રામા વિટામિન-સી સમાવિષ્ટ છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ચ્યવનપ્રાશ એ અનેક ગુણોનો ભંડાર છે. જે લોકો સાવ નિર્બળ બની જાય છે અથવા તો જેમનુ શરીર સાવ દુર્બળ બની ચુક્યુ છે તેમના માટે આ રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ