અહી ચોરી કરનારને સજાનાં બદલે મળે છે મનગમતું ફળ, જાણો આ ચમત્કારિક મંદિરનો ઇતિહાસ !!!

અવારનવાર કહેવામાં આવે છે કે, ચોરી કરવી પાપ હોય છે. જો કોઇએ ચોરી કરી લીધી તો તેને પાડોશી કે ઘરવાળા ખરાબ વેણ સંભળાવે છે.તેના સિવાય જો કોઈ ચોરી કરતા પકડાઈ જાય તો તેને જેલની હવા ખાવી પડી શકે છે.પણ જો અમે કહીએ કે ભગવાનનાં મંદિરમા ચોરી કરવાથી આપને સજાને બદલે આપની ઈચ્છાપૂર્તિ વરદાન મળશે. તો તમે શું કહેશો ? જી હા,આ વાત એકદમ સત્ય છે. આપ આ વાત પર વિશ્વાસ કરો કે ન કરો,પણ આ જ સત્ય છે.

આજે અમે આ લેખ દ્વારા આ જ ચમત્કારિક દેવી મંદિર વિષે જણાવવા જઈ રહ્યાં છીએ. જ્યાં ચોરી કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.આ મંદિર સાથે આ પરંપરા ઘણા વર્ષોથી બચાલી આવે છે. દેવ ભૂમિ ઉત્તરાખંડનાં રુડકીનાં ચુડિયાલા ગામ સ્થિત આ પ્રાચિન અને અનોખું મંદિર સિધ્ધપીઠ ચૂડામણી દેવીનું મંદિર છે.જ્યાં ભક્તો ચોરી કરે છે અને તેની પાછળનું આ છે કારણ.

મંદિરમાં ચોરી કરો અને ચમત્કાર જુઓ –સદીયો પહેલા અહી એક નિસંતાન રાજા શિકાર કરવા આ જંગલમાં આવ્યા હતા.એમને અહી માની પિંડીનાં દર્શન થયા હતા.રાજાએ પિંડીને નમન કરી પુત્ર પ્રાપ્તિની વિનંતી કરી.

માતાએ એમની પ્રાર્થનાનો સ્વિકાર કર્યો. થોડા મહિના પછી રાજાને ત્યાં પુત્ર રત્નનો જન્મ થાય છે. અને રાજાએ અહીંયા આવીને ભવ્ય મંદિર બનાવડાવ્યું.

ચોરી કરવાની છે માન્યતા :આ મંદિરમાં પુત્રની સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતી આવે છે અને માતાણી સામે મસ્તક ઝુકાવે છે. માતાનાં ચરણોમાં એક લાકડાનો ઢીગલો રાખવાનો હોય છે. જેને દંપતિએ તે ચોરવાનો હોય છે એ માતાના સાચા મનથી દર્શન કરી ચૂપચાપ આ ઢીંગલો ચોરીને ઘરે લઈ જાય છે.જ્યારે પુત્ર પ્રાપ્તિ થાય છે ત્યારે ફરી દંપતી પોતાના સંતાન સાથે અહીંયા દર્શન કરવા માટે આવે છે અને ભંડારો કરે છે. સાથે જ લાકડાનો ઢીંગલો ચડાવવાનો હોય છે.

આ મંદિરને કહેવાય છે શક્તિપીઠ :
મા સતીનાં અંગ અને આભૂષણ જે જે જગ્યા પર પડ્યા ત્યાં શક્તિશાળી શક્તિપીઠની સ્થાપના કરવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે, આ મંદિરની જગ્યા પર માતા સતીનો ચૂડો પડ્યો હતો. એટલે આ મંદિરનું નામ ચૂડામણી દેવી મંદિર રાખવામાં આવ્યું છે.

આ મદિર ખૂબ જ મંદિર છે અને શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.નવરાત્રી પર અહી વિશાળ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.

બાબા બનખંડીનું સમાધિ સ્થળ :

માતા ચૂડામણીના અનન્ય ભક્ત બાબા બનખંડીનું મંદિર પરિસરમાં જ સમાધિ સ્થળ બનાવેલું હોય છે. બાબા બનખંડીએ પોતાના જીવનના ઘણા વર્ષો માતાની સેવા પૂજામાં જ વિતાવ્યા હતા. વર્ષ 1909 માં એમણે આ મંદિરમાં સમાધિ લીધી હતી.અહી આવનાર શ્રધ્ધાળુઓ આ સમાધી સ્થળના દર્શન અવશ્ય કરે છે.