વેલેન્ટાઇન વીકની શરૂઆત ૭ ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી થઈ ચૂકી છે.

આજે ૮ ફેબ્રુઆરી એટલે કે પ્રપોઝ ડે છે અને ત્યાર પછી ૯ ફેબ્રુઆરીના દિવસને ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન વીકમાં સાત દિવસો સુધી પ્રેમને સેલિબ્રેટ કરવામાં આવે છે. આને પ્રેમનો ઉત્સવ પણ કહેવામાં આવે છે.
રોઝ આપી દીધા પછી જ્યારે આપે પોતાના પ્રેમને પ્રપોઝ કરી દીધો છે, તો હવે સમય આવે છે ચોકલેટ ડે નો. આ દિવસે આપ આપના સાથીને ચોકલેટ ગિફ્ટ કરો છો અને ચોકલેટ ખવડાવીને મોં મીઠું કરાવો છો.
ગિફ્ટ કરો ઘરની બનેલી ચોકલેટ:

રોમાંસની આ ઋતુમાં લોકો પોતાના વેલેન્ટાઇનને પ્રેમભર્યા મેસેજ આપવાની સાથે કઈક ગિફ્ટ પણ આપે છે. પોતાના પ્રેમનો ઇઝહાર કરવાનો આપને આનાથી સારી તક નહિ મળી શકે. તેમને જણાવવા માટે આપના માટે તેઓ કેટલા કીમતી છે. પ્રપોઝ ડે સિવાય અન્ય બીજા પણ ઉપાયો છે જેના દ્વારા આપ આપના દિલની વાત તે વ્યક્તિ સુધી પહોંચાડી શકો છો.

આપ આપના સાથીને વેલેન્ટાઇન પર ગિફ્ટ આપી શકો છો અને જો ચોકલેટ ડે પર આપના હાથથી બનેલી ચોકલેટ સાથે આપ તેમને પોતાના દિલની વાત જણાવશો, તો એનાથી રોમેન્ટિક અને સારું શું હોઈ શકે છે. હવે શું વિચારી રહ્યા છો આપ કે આપને ચોકલેટ બનાવતા નથી આવડતી, તો અમે જણાવી રહ્યા છે કે આપ ઘરે સરળતાથી ચોકલેટ કેવીરીતે બનાવી શકો છો.
ઘરે કેવીરીતે બનાવશો ચોકલેટ:

ચોકલેટ બનાવવી ખૂબ સરળ છે, ૩૦ મિનિટમાં તૈયાર થતી આ ચોકલેટ બનાવવા માટે આપને સેમી સ્વીટ ચોકલેટ, વેનીલા, દૂધ અને નટ્સની જરૂરિયાત હોય છે.
સામગ્રી:
૧૬૦ ગ્રામ સેમી સ્વીટ ચોકલેટ

૨ ટેબલ સ્પૂન દૂધ
અડધો કપ નટ્સ, કાપેલા ટુકડામાં,
૧ નાની ચમચી વેનીલા કે આલ્મંડ એસેન્સ
ગ્રીસ પ્લેટ ચોકલેટ રાખવા માટે
હોમમેડ ચોકલેટ બનાવવાની વિધિ/ ચોકલેટ રેસીપી:

૧. એક પેનમાં ચોકલેટ અને દૂધ નાખો.
૨. એક મોટા પેનમાં પાણી ઉકાળી લો અને આંચ બંધ કરી દો.
૩. તરત ચોકલેટવાળા પેનને આ ગરમ પાણીની ઉપર રાખી દો અને ધીરે ધીરે તેને ચલાવો જલ્દી જ ચોકલેટ ઓગળવા લાગશે.

૪. જ્યારે આ મિશ્રણ સારી રીતે મળી જાય તો પેનને હટાવી લો.
૫. એમાં વેનીલા એસેન્સ ભેળવવું.
૬. આ મિશ્રણમાં હવે નટ્સ ભેળવો અને ચમચી ભરીને આ મિશ્રણને ગ્રીસ પ્લેટમાં નાખો અને ફ્રીઝરમાં રાખીને તેને સેટ થવા દો.
તો આપના હાથથી બનેલ ચોકલેટ આપના વેલેન્ટાઇનને ગિફ્ટ કરો અને તેમને બનાવી લો દિવાના..
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ