CBSEના સ્ટુડન્ટ્સ હોચ તો ઇગ્નોર કર્યા વગર જલદી વાંચી લો આ GOOD NEWS

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઈ)ના ધોરણ ૧૦મા અને ૧૨માની અંકપત્રિકા (માર્કશીટ)માં બદલાવ કરવાનુ વિચારવામાં આવ્યું છે.

image source

આ બદલાવ આવનાર સત્રમાં એ વિદ્યાર્થીઓ માટે હશે જેમની માર્કશીટમાં કોઈ કારણસર પરીક્ષામાં સારા માર્ક ના લાવી શકવાથી ‘ફેલ’ લખીને મળે છે. બોર્ડ આ શબ્દને બદલવાનું વિચાર્યું છે.

image source

આની સાથે જ બોર્ડે બધી સંબંધિત સ્કૂલોના આચાર્યો પાસેથી જાણકારી મેળવી છે કે ફેલની જગ્યાએ કોઈ અન્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવે. એના માટે સલાહ આપતા કહે છે કે જેનાથી બાળકોના મનમાં નકારાત્મક ભાવ આવવો જોઈએ નહિ. આ શબ્દ વાંચવાથી અસફળ થયાની જાણકારી તો મળે જ પણ ભવિષ્યમાં સફળ થવાનો ઉત્સાહ પણ યથાવત રહે.

ઉતીર્ણ અને અનુતીર્ણ બધાના રિઝલ્ટમાં જારી કરે છે સીબીએસઈ

image source

ઉલ્લેખનીય છે કે સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં ઉતીર્ણ અને અનુતીર્ણ બંને વિદ્યાર્થીઓના રિઝલ્ટ બનાવે છે. આની સિવાય એમાં તો એ પણ સામેલ્ હોય છે કે, જે એક કે બે વિષયમાં ફેલ થઈ જાય છે અને તેમને કંપાર્ટમેન્ટલ પરીક્ષામાં સામેલ્ થવાનું હોય છે. હવે જો વિદ્યાર્થી અનુતીર્ણ થઈ જાય, તેમને માર્કશીટ તો આપવામાં આવે, પરંતુ તેમાં ફેલ શબ્દ નહિ લખેલ હશે નહિ.

ફેલ શબ્દ અસફળ થયાનો કરાવે છે અહેસાસ:

image source

સીબીએસઈ ના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજએ જણાવે છે કે પરીક્ષણ રિઝલ્ટમાં ફેલ શબ્દ મોટાભાગે બાળકોને અસફળ થવાનો એહસાસ કરાવે છે. જો એકવાર બાળકને અસફળ થવાનો એહસાસ થઈ જાય છે તો બાળકને તે સ્થિતિ માંથી કાઢવા ખૂબ અઘરૂ થઈ જાય છે.

image source

બાળક ડિપ્રેશનની સ્થિતિ સુધી પહોંચી શકે છે અને બાળકને એવું લાગે છે કે હવે તે આગળ ભવિષ્યમાં કઈ જ નહિ કરી શકે. એવામાં બાળકોને ઉત્સાહ આપવાની જરૂરિયાત છે. એટલા માટે એક આવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે માર્કશીટમાં ફેલ શબ્દને બદલીને કોઈ બીજો શબ્દ લખવામાં આવે, જેનાથી બાળકો પર નકારાત્મક અસર પડે નહિ.

માર્કશીટમાં બદલાવનો છે પ્રસ્તાવ:

image source

સીબીએસઈના મીડિયા હેડ રમા શર્માએ જણાવ્યું છે કે બોર્ડની માર્કશીટમાં આ બદલાવ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જો કે હજી આ પ્રસ્તાવ વિચારણા હેઠળ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ