ચીંગમ ખાવાના શોખીન મિત્રો માટે ખાસ, શું થાય જો ચીંગમ ભૂલથી ગળી જવાય…

આપણે નાના હતા ત્યારે આપણે બોર ખાતા ખાતા બોર ગળી જઈએ ત્યારે આપણા મોટાઓ કે આપણા મોટા ભાઈ બહેનો આપણને ડરાવતા કે બોરનો ઠળીયો ગળી જવાથી પેટમાં બોરનો છોડ ઉગશે. પ્રાથમિક શાળામાં ‘પેટમાં બોરડી’ કરીને એક પાઠ પણ આવતો.


તેવી જ રીતે ચ્યૂંઇગમ જો ગળી જવાય તો શું થાય તે વિષે હજુ પણ ઘણા લોકો અજ્ઞાત છે. તેમાં માત્ર નાનાઓનો જ સમાવેશ નથી થતો પણ મોટાઓ પણ નથી જાણતા હોતા કે ચ્યૂઇંગમ ગળી જવાથી શું થાય ? ચ્યૂંગમ એક માઉથફ્રેશનરનું કામ કરે છે.


બીજું તેના મિન્ટી સ્વાદના કારણે તે નાના મોટા બધાને ભાવે છે. અને ચ્યૂંઇંગમ કેવી રીતે બનાવવામાં આવે છે તેને બનાવવા માટે શું શું વાપરવામાં આવ્યું છે. તેમજ તેને ચાવ્યા બાદ તે જે રીતે ઇલાસ્ટિક જેવી થઈ જાય છે તેનાથી લોકોને ભય રહે છે કે તે ગળામાં ઉતારવા જેવી વસ્તુ નથી. ગળી જવાથી પાચનતંત્રને નુકસાન થઈ શકે છે તેમ પેટની વિવિધ તકલીફો થવા લાગે છે. વિગેરે વિગેરે.


તો ચાલો જાણીએ કે ચ્યૂઈંગમ ગળી જવાથી ખરેખર આપણા સ્વાસ્થ્યને આપણે ધારીએ છીએ તેટલું બધું જોખમ છે ખરું ?

આ ઉપર ઘણા બધા સંશોધનો પણ કરવામા આવ્યા છે અને ઘણા બધા પ્રયોગો પણ કરવામાં આવે છે. અને આ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ચ્યુઇંગમ ગળી જવાથી શરીરને કોઈ જ નુકસાન થતું નથી. કારણ કે તે અન્ય સામાન્ય ખોરાકની જેમ જ પચી જાય છે જો કે તેને પચતા વાર લાગે છે.
ચ્યૂઇંગમને પચાવવા માટે આપણા પેટમાં હાજર એસિડ તેમજ એન્જાઇમ્સ મદદ કરે છે.


તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે ડોક્ટરોનું એવું કહેવું છે કે ચ્યૂઇંગમને જો ભૂલથી ગળી જવામાં આવે તો તે પણ અન્ય ખોરાકની જેમ બહાર નીકળી જાય છે. સંશોધન પ્રમાણે ચ્યૂઇંગમને પચતા કેટલો સમય લાગે છે તે નક્કી નથી હોતું. કારણ કે તેનું પાચન વ્યક્તિ-વ્યક્તિએ તેમની પાચન શક્તિ પર આધારિત હોય છે. પણ એટલું તો નક્કી જ હોય છે કે ચ્યુઇંગમ વહેલા મોડી પણ પચી જશે.


આમ જો તમે કે તમારું બાળક (બહુ નાનું ન હોવું જોઈએ) ચિંગમ ગળી જાવ તો તેમાં ભયભીત થવાની કે ડોક્ટર પાસે દોડી જવાની કોઈ જ જરૂર નથી. પણ તેમ છતાં તમે ચિંગમને ન ગળી જાઓ તેનું ધ્યાન રાખો કારણ કે તે પચી તો જાય છે પણ તેને સામાન્ય ખોરાક કરતાં પચવામાં વાર લાગે છે અને તેને પચાવવા માટે આપણા પાચનતંત્રને વધારાનું જોર લગાવવું પડે છે. તો શા માટે બેદરકારી દાખવી આપણા પાચનતંત્રને ખોટું પ્રેશરમાં મુકવું.