આ બેંકરે એટલો ભ્રષ્ટાચાર કર્યો કે આખું ઘર રૂપિયાનું ભર્યું હતું

ભ્રષ્ટાચારી તો તમે ઘણા જોયા હશે પણ અમુક લોકો એવા હોય કે ન પૂછો વાત. કારણ કે હાલમાં જે કિસ્સો સામે આવ્યો એ કંઈક અનોખો જ છે. તો આવો કે જાણીએ શું છે સમગ્ર ઘટના. એક ઉચ્ચ પ્રોફાઇલ કેસમાં ચીને બેંકના પૂર્વ અધિકારીને મોતની સજા ફટકારી છે. 58 વર્ષીય લાઇ શાઓમિન, કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય પણ હતા. સિનિયર બેન્કિંગ રેગ્યુલેટર તરીકે કામ કરતી વખતે તેમના પર 2026 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો. કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો. એક અહેવાલ મુજબ લાઈ શાઓમિનને જાન્યુઆરીમાં કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. શુક્રવારે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

image source

જો કે ફાંસીથી કે પછી કોઈ બીજી રીતે બેંક અધિકારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે તેના વિશે પાક્કી માહિતી સામે નથી આવી. માત્ર આ બધી સુત્રો દ્વારા માહિતી પાસ કરવામાં આવી રહી છે. પૂર્વ બેંક અધિકારી પર એવો પણ આરોપ છે કે ગુપ્ત રીતે બીજું કુટુંબ શરૂ કરી લીધું હતું. તેના વતની પરિવારથી વિપરીત તે લાંબા સમયથી એક મહિલાને પત્ની તરીકે રાખીને રહેતો હતો. સિક્રેટ ફેમિલી સાથે તેનું એક બાળક પણ હતું. લાઈ શાઓમિને 2008થી 2018ની વચ્ચે 2026 કરોડની લાંચ લીધી હતી.

image source

સાથે જો તેમના વિશે વાત કરીએ તો શાઓમિન China Huarong Asset Management Coના અધ્યક્ષ પણ હતા. 5 જાન્યુઆરીએ તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. શાઓમિનને ફાંસીની સજા ફટકાર્યા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદાની સમીક્ષા પણ કરી હતી. ચુકાદાની સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે શાઓમિને સમાજને જેટલું નુકસાન કર્યું છે તે તેના સારા કાર્યો પર ભારે પડ્યા છે. આ કારણોસર, તેની મૃત્યુ સજાને યથાવત રાખવામાં આવી હતી. આ અગાઉ શાઓમિનનો એક વીડિયો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં તે પોતાના ગુનાની કબૂલાત કરતો જોવા મળ્યો હતો.

image source

સરકારી ટીવી ચેનલ પર પણ બતાવવામાં આવ્યું હતું કે શાઓમિનનાં બેઇજિંગમાં એપાર્ટમેન્ટનાં કેટલાંક ભાગ રોકડા પૈસાના ભરેલા મળ્યાં હતાં. બીજા એક કેસની વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરીમાં ચીને ભ્રષ્ટાચારના કેસમાં પ્રમુખ સરકારી બેન્કના પૂર્વ વડાને આજીવન કેદની સજા સંભળાવી હતી. હુ હુઆએબાંગ નામના ભૂતપૂર્વ બેંક અધિકારીને ચેંગદે કોર્ટે 2009થી 2019 દરમિયાન 8.55 કરોડ યુઆન (લગભગ 97 કરોડ રૂપિયા) ની લાંચ લેવાના આરોપ સર દોષી ઠેરવવામાં આવ્યા હતો. તે ચાઇના ડેવલપમેન્ટ બેન્કમાં કમ્યુનિસ્ટ પાર્ટીના સેક્રેટરી પણ હતા, જે વિશ્વની સૌથી ધનિક બેન્કોમાંની એક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ