જર, જમીન ને જોરું ત્રણે કજીયાના છોરું: માતા ગઇ ઓસ્ટ્રેલિયા, અને પુત્રએ આવું કારસ્તાન કરીને અંતે પચાવી પાડી કરોડોની જમીન

ગુજરાતી ભાષામાં એક કહેવત છે તે મુજબ ‘જર જમીન અને જોરુ, ત્રણેવ કજીયાના છોરું.’ આ કહેવતને બિલકુલ બંધ બેસતો એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. આ બનાવ હળવદ (Halvad) માં બન્યો છે. હળવદમાં સગા દીકરાએ માતાના નામે નોંધાયેલ કરોડો રૂપિયાની જમીન પર નજર બગાડી દીધી હતી. આ દીકરાની માતા જેવી ઓસ્ટ્રેલીયા ચાલ્યા જાય છે કે, તરત જ દીકરાએ નકલી સોગંદનામું કરાવીને માતાના નામે નોંધાયેલ કરોડો રૂપિયાની કીમત ધરાવતી જમીન પડાવી લીધી હતી. આ બાબત માતા જાણ થતા જ માતા તરત જ પોલીસ ફરિયાદ કરી દે છે.

image source

હળવદ તાલુકામાં આવેલ રાણેકપર ગામમાં રહેતા ખેડૂત ખ્તેદાર જયશ્રીબેન જયંતીભાઈ પટેલના નામથી સર્વે નંબર ૧૪૫, ૧૪૧, ૧૫૧, ૧૪૯, ૧૪૦ સહિત ૫ સર્વે ધરાવતી ૭ હેક્ટર ૭૬ ગુઠા ૨ ચોરસમીટર જેટલી જમીન જેની કીમત કરોડો રૂપિયાની છે. આ જમીન જયશ્રીબેન જયંતીભાઈ પટેલ હળવદવાળા નામથી નોંધવામાં આવી હતી. જયશ્રીબેન જયંતીભાઈ પટેલને ગયા વર્ષે તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ ભારતથી ઓસ્ટ્રેલીયા ચાલ્યા ગયા હતા ત્યાર બાદ તેમના દીકરા ધવલ જયંતીભાઈ પટેલએ અને નોટરી એન.સી. ગઢિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવા વિષે ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે.

image source

ફરીયાદી મહિલા જયશ્રીબેન જયંતીભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ગયા વર્ષે તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજથી તા. ૧૧ નવેમ્બર, ૨૦૧૯ના સમય દરમિયાન તેઓ ઓસ્ટ્રેલીયા ચાલ્યા ગયા હતા. તે સમય દરમિયાન તેમના દીકરા ધવલ જયંતીભાઈ પટેલએ, જયશ્રીબેન જયંતીભાઈ પટેલના નામે નોંધાવેલ હળવદના રાણેકપર ગામમાં આવેલ કરોડો રૂપિયાની કીમત ધરાવતી જમીન આવેલ છે જેને તેમના દીકરા દ્વારા પોતાના નામે કરાવે લેવા માટે ગયા વર્ષે તા. ૧ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ તેમના દીકરા ધવલ જયંતીભાઈ પટેલ દ્વારા હળવદમાં નોટરીની મદદથી નકલી સોગંદનામું બનાવડાવી લેવામાં આવ્યું હતું.

image source

આ નકલી સોગંદનામામાં દીકરા ધવલ જયંતીભાઈ પટેલ દ્વારા એવું લખાવવામાં આવ્યું હતું કે, માતાના નામે નોંધાયેલ જમીન પોતાના નામે કરી લીધી હતી. માતા જયારે ઓસ્ટ્રેલીયાથી પાછા આવે છે ત્યાર બાદ આ બનાવની જાણ થયા બાદ માતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં પોતાના દીકરા અને નોટરી એમ બંનેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. આ બાબતે હળવદ પોલીસ દ્વારા કાયદાકીય રીતે પોલીસ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. કળીયુગમાં પોતાના સગા દીકરા દ્વારા જ માતા સાથે છેતરપીંડી કરવામાં આવી છે તેનો હાલમાં જ બનેલ બનાવ હળવદમાં બન્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ