ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અમિતા જોષીને આત્મહત્યા કરવા માટે મજબુર કરનાર તેના પતિ સહિતના સાસરિયાઓની પોલીસે ધરપકડ કરી છે. પીએસઆઈ અમિતા જોષીએ પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરી હતી. જ્યાર બાદ મૃતકના પિતાએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે અમિતાને તેનો પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે ત્રાસ આપતા હતા.

અમિતાએ પોતાની આવકમાંથી ખરીદેલું મકાન પણ વૈભવના નામે કરવાનું કહેતા હતા. આ સિવાય અવાર-નવાર તેઓ રૂપિયા પણ માંગતા હતા. આ ઉપરાંત અમિતાના પતિનું અફેર પણ હતું. આ મામલે પોલીસે અમિતાના પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હર્ષા, નણંદ મનિષા અને અંકિતા વિદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા કરવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યાર બાદ તમામની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓની ધરપકડ બાદ વધુ એક જવાબદારી પોલીસ પર આવી છે. આ જવાબદારી છે મૃતકના ચાર વર્ષના દીકરાને સાચવવાની. ખરેખર બન્યું એવું છે કે મૃતકનો દીકરો તેના પિતા અને દાદી પાસે જ રહેવાની જીદ કરે છે. પોલીસ અને સગા સંબંધીઓ દ્વારા સમજાવવામાં આવ્યા છતાં તેની જીદ છે કે તે નાના-નાની પાસે જશે જ નહીં. તેવામાં હવે આ બાળકને સાચવવાની જવાબદારી પોલીસ પર આવી છે.

પીએસઆઈ આત્મહત્યા કેસમાં પતિ સહિત સાસરીયાઓની ધરપકડ બાદ તેમના રિમાંડ પણ મંજૂર થયા છે તેવામાં બાળકને પોલીસ કસ્ટડીમાં રાખી શકાય નહીં. તેવામાં બાળકને રાખવો ક્યાં તે પોલીસ અધિકારીઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.
જો કે મૃતક અમિતાની બહેન નિશા બાળકને સાચવવા અને પોતાની સાથે રાખવા તૈયાર છે. હાલ સાસરિયાઓ જેલમાં છે ત્યારે અમિતાના પરિવારની ઈચ્છા છે કે બાળકને તેને સોંપવામાં આવે. જેથી તેની દીકરીની અંતિમ નિશાની તેમની પાસે રહે. આ મામલે કોર્ટ શું નક્કી કરે છે તે જોવાનું રહ્યું.

જો હાલ તો આ મામલે એસીપી એમ. બી. વાસાવાએ જણાવ્યું હતું કે કાયદા અનુસાર બાળક તેના માતા કે પિતા પાસે રહી શકે છે પરંતુ આ કેસમાં બાળકની માતા જીવીત નથી અને પિતા જેલમાં છે. જો કે બાળક પિતા પાસે જ રહેવા માટે જીદ કરે છે તેથી તે પિતા પાસે રહેશે. ત્યારબાદ કોર્ટ જે અનુસાર નિર્ણય કરશે તેમ કાર્યવાહી કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ