જો તમને પ્રેગનન્સીમાં આ આદતોને નહિં બદલો તો ગર્ભમાં બાળકને થશે ભયંકર નુકસાન, જાણો નહિંતર..

તમે સાંભળ્યું જ હશે કે માતાના સ્વાસ્થ્યની સીધી અસર ગર્ભ પર પડે છે. તેથી જ ગર્ભાવસ્થા દરમિયાન સંતુલિત આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તેના માટે શું કરવું અને શું ટાળવું, તે વિશે જાણશો.

ગર્ભાવસ્થાનો સમય માતા બનનારી દરેક સ્ત્રી માટે સુખદ હોય તેવું જરૂરી નથી, પરંતુ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે ડોકટરો, માતા બનનારી મહિલાઓને સંતુલિત આહાર લેવાની સાથે સાથે યોગ્ય રહેવાની અને તણાવમાં ન રેહવાની સલાહ આપે છે. કારણ કે આ બધી બાબતો માતા અને ગર્ભાશયમાં રહેલા શિશુને અસર કરે છે. જો માતા સ્વસ્થ છે, તો પછી બાળક પણ સ્વસ્થ છે, એટલે કે આ દિવસોમાં માતા માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત હોવી જોઈએ. જેથી બાળક સ્વસ્થ જન્મે અને માતાને કોઈ તકલીફ ન પડે.

પૌષ્ટિક આહાર

image source

ગર્ભાવસ્થા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ એ છે કે સંતુલિત અને પોષક આહારનો ઉપયોગ. તમારા આહારમાં મોસમી ફળ, ફણગાવેલા કઠોળ, ફાઇબરથી ભરપુર ખોરાક, પ્રોટીન અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. આ ફક્ત માતા માટે જ નહીં, સાથે ગર્ભમાં રહેલા બાળક માટે પણ જરૂરી છે. આ દિવસોમાં, માતા જે કંઇ પણ સેવન કરે છે, તેમાંથી બાળકને પણ તમામ જરૂરી પોષક તત્વો મળે છે. તેથી બાળકના સંપૂર્ણ વિકાસ માટે આ પોષ્ટીક આહાર પણ જરૂરી છે.

પાચનશક્તિને યોગ્ય રાખો

image source

ગર્ભાવસ્થા દરમિયાન મોટાભાગની સ્ત્રીઓ કબજિયાત અને ઉલ્ટી થવાની ફરિયાદ કરે છે. તેથી, ગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણ ખોરાક બિલકુલ ન ખાઓ. થોડા-થોડા સમયે થોડું ખાવ અને વચ્ચે દોઢ કે બે કલાકનું અંતર રાખો. તમારા સ્વાસ્થ્ય માટે હળદર અને નવશેકું દૂધ ફાયદાકારક છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન સારું નથી. સગર્ભા સ્ત્રીઓએ ગરમ હોય તેવી ચીજોને ટાળવું જોઈએ. કબજિયાતની સમસ્યામાં લીલી શાકભાજી અને રેસા ખાવા અને જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ લો.

ધ્યાન અને યોગ કરો

image source

આપણી જાતને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન જાતે કોઈ કસરત ન કરો. શરીરને સક્રિય રાખવા માટે, ઘરે નાના અને ધીરે-ધીરે કાર્યો કરો. ઉતાવળમાં કોઈ કામ ન કરો. સવાર-સાંજ યોગ અને ધ્યાન કરો, તેથી તમે તનાવમુક્ત રેહશો અને તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

તણાવથી અંતર બનાવો

image source

ગર્ભાવસ્થા દરમિયાન તમારી દરેક પ્રવૃત્તિઓ ગર્ભને અસર કરે છે, તેથી કોઈપણ પ્રકારના તાણથી દૂર રહો. આ દિવસો તમારા શોખને પૂરા કરવા માટે ફાયદાકારક છે. આ માટે ધીમા અને તમારા મનપસંદ સંગીત સાંભળો, પુસ્તકો વાંચો અને જો તમે આધ્યાત્મિક વિચારોના છો તો ચોક્કસપણે પૌરાણિક પુસ્તકો વાંચો. તે ઘણા સંશોધન દ્વારા સાબિત થયું છે કે તમારા વિચારોની સીધી અસર ગર્ભાશયમાં રહેલા બાળક પર પડે છે.

વિટામિન સી

image source

વિટામિન સીની ઉણપના કારણે બાળકના મગજના યોગ્ય વિકાસને રોકી શકે છે. એક અધ્યયન મુજબ સગર્ભા સ્ત્રીએ શરૂઆતથી જ તેના આહારમાં વિટામિન સીનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે વિટામિન-સીની ઉણપને કારણે બાળકના મગજને નુકસાન થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન તમે થોડા સમય પછી વિટામિન-સીનો તમારા આહારમાં સમાવેશ કરશો તો તેનાથી કોઈ ફાયદો થશે નહીં. તેથી શરૂઆતથી જ વિટામિન સીનો તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ. અધ્યયનોએ શોધી કાઢ્યું છે કે ગર્ભમાં રહેલ બાળકના મગજમાં નુકસાન ગર્ભાવસ્થાના પ્રારંભમાં જ થઈ શકે છે. વિટામિન સીની ઉણપ ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે અને બાળકના હલન-ચલનમાં પણ વિલંબ કરે છે. આ કારણે, સગર્ભા સ્ત્રીઓ માટે વિટામિન સી ખૂબ મહત્વપૂર્ણ છે.
વિટામિન સીન ખોરાક તરીકે ટામેટાં, કેપ્સિકમ, કોબી, કેળા, બ્રોકોલી, શક્કરીયા, કોબીજ, નારંગી, લીંબુ, જાંબુ, સફરજન, દ્રાક્ષ, આડુ, સ્ટ્રોબેરી અને કેરીનો સમાવેશ કરવો જરૂરી છે. આ સિવાય દૂધમાં પણ પર્યાપ્ત માત્રામાં એસ્કોર્બિક એસિડ હોય છે. જે શરીરમાં વિટામિન સીની ઉણપ પુરી કરે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ડોક્ટર સાથે સંપર્ક કરો

image source

ગર્ભાવસ્થાનો સમય ખૂબ સંવેદનશીલ હોય છે, તેથી ડોકટરો સાથે સંપર્કમાં રહો અને તેઓએ આપેલી માર્ગદર્શિકાનું પાલન કરો. સમયસર તપાસ કરાવતા રહો, આહાર ચાર્ટ અને ડોક્ટર દ્વારા સૂચવેલી દવાઓનું નિયમિત સેવન કરો.

આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો

– કોફીનું સેવન ન કરો.

– ગરમ વસ્તુઓથી બચવું.

image source

– તમામ પ્રકારના નશાથી દૂર રહેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત