જો તમે 7 દિવસના વાર અનુસાર આ રીતે કરશો તિલક, તો થશે એટલા બધા લાભ કે ના પૂછો વાત

અઠવાડિયાના સાત દિવસના વાર મુજબ લગાવો તિલક, પછી જોવો કમાલ.

હિંદુ ધર્મમાં માથા પર તિલક કરવાનું ઘણું મહત્વ હોય છે. માથાની શોભા વધારવાની સાથે સાથે આ તિલક આપને ઉર્જા પણ આપવાનું કામ કરે છે. આ તિલક લગાવવાથી આપને એક પ્રકારની સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. આની સાથે જ અલગ અલગ પ્રકારના તિલક અલગ અલગ વારના દિવસે લગાવવાથી ઘણા બધા સારા લાભ પણ મળે છે. જ્યોતિષ શાસ્ત્રીઓની માનીએ તો આપે અઠવાડિયાના વાર મુજબ જો મસ્તક પર તિલક લગાવે છે તો તે વાર સાથે સંબંધિત ગ્રહ આપને શુભ ફળ આપવાનું કામ કરે છે. ચાલો આ બાબતને વિસ્તારથી જાણીએ….

image source

સોમવાર:

કેમ કે, સોમવારનો દિવસ ભગવાન શિવનો માનવામાં આવે છે એટલા માટે એમનો સ્વામી ગ્રહ ચંદ્ર હોય છે ચંદ્રમાં આપના મનના કારક ગ્રહ હોય છે. એટલા માટે આપે સોમવારના દિવસે પોતાના મન પર નિયંત્રણ રાખવા માટે આપે સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ. આ આપના દિમાગને શાંત અને ઠંડું રાખે છે આમ આ દિવસે વિભૂતિ કે પછી ભસ્મ તિલક પણ લગાવી શકાય છે.

image source

મંગળવાર:

હિંદુ ધર્મમાં મંગળવારના દિવસને બંજરંગબલીનો દિવસ માનવામાં આવે છે. એનો સ્વામી મંગળ હોવાના કારણે ચમેલીના તેલમાં ઘોળેલ સિંદુરનું તિલક લગાવવું જોઈએ. આની સાથે લાલ ચંદનનું તિલક પણ મંગળવારના દિવસે લગાવી શકાય છે. આમ કરવાથી ઉદાસી સમાપ્ત થઈ જાય છે અને દિવસ સારો જાય છે. આપને જાણવી દઈએ કે, મંગળ ગ્રહ લાલ રંગનું પ્રતિનિધિત્વ કરે છે.

image source

બુધવાર:

બુધવારનો દિવસ માં દુર્ગા અને ગણેશજીનો માનવામાં આવે છે. બુધ ગ્રહ સ્વામી હોવાના કારણે બુધવારના દિવસે કોરું સિંદુરનું તિલક લગાવવું જોઈએ. આ આપના ઈન્ટેલીજન્સ પાવરને વધારવામાં મદદ કરે છે. એનાથી દિવસ પણ સારો જાય છે.

image source

ગુરુવાર:

ગુરુવારને આપણે બૃહસ્પતિવાર પણ કહીએ છીએ. આ દિવસે ભગવાન બ્રહ્માની પૂજાનું મહત્વ હોય છે આ કારણે આ દિવસનો સ્વામી બૃહસ્પતિ ગ્રહ હોય છે. આ ગ્રહ પીળા કે સફેદ રંગ સારો લાગે છે. એટલા માટે આપે ગુરુવારના દિવસે સફેદ ચંદનને પથ્થર પર ઘસી લેવું અને એમાં કેસરનો લેપ ભેળવી દેવો. હવે આ મિશ્રણની મદદથી માથા પર તિલક લગાવવો. એના સિવાય હળદર કે પછી ગોરોચનનું તિલક પણ લગાવી શકાય છે. આ પ્રકારના તિલક કરવાથી મનમાં સારા અને સકારાત્મક વિચાર આવે છે આ આપની આર્થિક તંગીને પણ દુર કરે છે.

image source

શુક્રવાર:

શુક્રવારને લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે આ દિવસનો સ્વામી શુક્ર ગ્રહ છે. આ દિવસે આપે લાલ ચંદનનું તિલક લગાવવું જોઈએ. આમ કરવાથી આપને તણાવ ઓછો થશે અને ભૌતિક સુખ- સુવિધાઓ વધવા લાગશે.

image source

શનિવાર:

શનિવારનો દિવસ ભૈરવ, શનિ અને યમરાજનો હોય છે. આ દિવસનો સ્વામી શનિ ગ્રહ હોય છે.આ દિવસે વિભૂત, ભસ્મ કે પછી લાલ ચંદન લગાવવાનું શુભ હોય છે. એનાથી મુશ્કેલીઓ દુર રહે છે અને દિવસ સારો જાય છે.

image source

રવિવાર:

હિંદુ માન્યતાઓ મુજબ રવિવારના દિવસને સૂર્યદેવ અને વિષ્ણુ ભગવાનનો હોય છે આ દિવસનો સ્વામી ગ્રહ સૂર્ય છે. એટલા માટે આ દિવસે આપે લાલ ચંદન કે પછી હરિ ચંદનનું તિલક લગાવવું જોઈએ. આમ કરવાથી આપના માન- પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ