ચંદ્ર યાન પહોંચે તે પહેલાં પહોંચ્યો ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ! આ મૂન વૉક જોઈ તમે પણ ચક્કર ખાઈ જશો !

ચંદ્રયાન ચંદ્રની છેલ્લી કક્ષામાં પહોંચી ગયું છે અને હવે દેશવાસીઓ મૂન લેન્ડરની ચંદ્ર પર ઉતરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ મૂન લેન્ડર ચંદ્ર પર સોફ્ટ લેંન્ડીંગ કરે તે પહેલાં જરા આ વિડિયો જોઈ લો. અહીં એક ભારતીય અંતરિક્ષ યાત્રી પહોંચી ગયો છે ચંદ્રની ધરતી પર.

બેંગલુરુનો આ વ્યક્તિ રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે અને તે કોઈ બીજા કારણસર નહીં પણ પોતાના અંતરિક્ષ યાત્રી જેવા કોશ્ચ્યુમના કારણે. આ વ્યક્તિએ વરસાદના કારણે બેંગલુરુના રસ્તાઓ પર જે ખાડા પડ્યા છે તેને ચંદ્ર પર ની ઉબડખાબડ જમીન સાથે સરખાવતા એક વડિયો શેયર કર્યો છે.

આ વિડિયોમાં તેણે અંતરિક્ષ યાત્રી જેવો સ્પેસ સૂટ પહેર્યો છે. અને જાણે તે ચંદ્રની ધરતી પર ચાલી રહ્યો હોય તેવો વિડિયો તેણે શેયર કર્યો છે. પહેલની નજરે જોતાં કોઈ પણ વ્યક્તિને તે ચંદ્ર પર ચાલતો કોઈ અવકાશ યાત્રી જ લાગશે. પણ થોડીવાર બાદ ખ્યાલ આવે છે કે તે કોઈ ચંદ્રની ધરતી પર નહીં પણ બેંગલુરુના માગડી રોડ પર આંટા મારી રહ્યો હતો.

આ વ્યક્તિનું નામ છે બાદલ નનજુંદ સ્વામી. તેણે આ મૂન વૉક એટલા માટે કરી હતી કારણ કે લોકોને બેંગલુરુના ખાડાખડિયાવાળા રસ્તાઓનો ખ્યાલ આવે. આમ જોવા જઈએ તો સ્થાનિક તંત્રની બેદરકારીનો વિરોધ કરવાનો આ અનોખો અંદાજ ખરેખર લોકોને ગમી રહ્યો છે. આજે દેશના મોટા મોટા શહેરોમાં દર ચોમાસે રસ્તાઓની હાલત બિસ્માર થઈ જાય છે. અને માત્ર બેંગલુરુ નહીં પણ સમગ્ર દેશના મોટા શહેરોની હાલત આવી જ છે.

બાદલે આ ખખડી ગયેલા રરસ્તાઓ તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે જ આ અનેરો ઉપાય અજમાવ્યો હતો. બાદલ એક કલાકાર છે તેમણે આ પહેલાં પણ શહેરની આ સમસ્યાને પ્રકાશમાં લાવવા માટે સફળ પ્રયાસ કર્યો છે જેને પણ લોકોએ પસંદ કર્યો હતો.

તમને જો યાદ હોય તો 2015માં બેંગલુરુના રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ થઈ ગયા હતા. અને તે દરમિયાન એક દિવસ અચાનક રસ્તા પર એક મોટો મગર દેખાયો હતો. જે એક થ્રીડી ડ્રોઈંગ હતું. અને આ ડ્રોઈંગ બાદલે જ બનાવ્યું હતું. જેની સોશિયલ મિડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી અને છેવટે નગરપાલિકાએ આ મોટા મોટા ખાડાઓ ભરવાનું કામ પણ હાથ ધર્યું હતું.

તેની આ કલાકારીના સેંકડો લોકો કાયલ થઈ ગયા હતા. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ તેની આ કલાકારીને તેમના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કરી હતી.

ત્યાર બાદ 2016ના ચોમાંસામા જ્યારે ફરી બેંગલુરુના રસ્તાઓ ખાડાખડિયાવાળા થઈ ગયા હતા ત્યારે પણ બાદલે કન્નડ ફિલ્મોની અભેનેત્રી સોનુ ગૌડાને જલપરી બનાવીને લોકોના મન જીતી લીધા હતા.

બાદલની આ વિડિયોને ટ્વીટર પર 98 લાખથી પણ વધારે વાર જોવામાં આવી છે અને હજારો વાર તેને રીટ્વીટ પણ કરવામાં આવી છે. અને ટ્વીટર પર બધા પોત પોતાના શહેરના રસ્તાઓની સરખામણી આ વિડિયોમાં દર્શાવેલા રસ્તાઓ સાથે કરી રહ્યા છે અને બાદલના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ