ગણપતિના આકારવાળા 500 કરોડના હીરાની ગણપતિ તરીકે સ્થાપના ! સુરતના હીરાના વેપારીનો ગણપતિના આકાર વાળો અણમોલ હીરો !

2જી સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં વાજતે ગાજતે શ્રી ગણેશનું આગમન થઈ ગયું છે અને ઘરે ઘરે નાના-મોટા યથા શક્તિ પ્રમાણે ગણપતીજીની મુર્તિની પધરામણી કરવામા આવી છે. ક્યાંક પંડાલોમાં 12-12 ફૂટની મૂર્તિઓ બેસાડવામાં આવી છે તો ક્યાંક ચંદ્રયાનના થીમ પર આખોને આખો પંડાલ બનાવવામાં આવ્યો છે.

પણ સુરતની આ ગણેશ સ્થાપના જોઈ તમને મતારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો. સુરતના કતારગામ વિસ્તારમાં એક હીરાના એજન્ટે પોતાના ઘરમાં 500 કરોડના રૂપિયાના ડાયમંડ ગણપતિની સ્થાપના કરી છે જેણે સ્થાનિક લોકોમાં તો આકર્ષણ જમાવ્યું જ છે પણ મિડિયાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે.

શું છે આ ડાયમન્ડ ગણપતિની ખાસિયત

સુરતમાં રહેતાં હીરાના વેપારી રાજુભાઈ પાંડવને ત્યાં આ અલભ્ય હીરો 2005માં દક્ષિણ આફ્રિકાના કોંગોના મ્યુઝીમાઈથી રફ ડાયમંડ તરીકે વેચાણ માટે આવ્યો હતો. અને તેના ગણપતિ જેવા આકારના કારણે રાજુભાઈની નજર તેમના પર ટકી ગઈ હતી અને તેમણે તરત જ તેને ખરીદવાનો નિર્ણય કરી લીધો હતો.

તેઓ છેલ્લા દસ વર્ષથી દરેક ગણેશઉત્સવમાં આ હીરાના ગણપતિની સ્થાપના કરે છે. જો કે તેઓ તેની કીંમત નથી આંકતા અને તેને અણમોલ માને છે. તેમની પાસે તેનું બિલ તેમજ તે એક પ્રોસેસ કર્યા વગરનો હીરો છે તેનું પણ સર્ટીફીકેટ છે.

આ હીરાને 2016માં સુરત ખાતે જેમ એડ જ્વેલરી દ્વારા આયોજિત એક્સીબીશનમાં પણ પ્રદર્શન માટે મુકવામા આવ્યો હતો. આ હીરાનો રંગ પીળો તેમજ ગ્રે છે. તેના આ ખાસ રંગને કારણે તેની કીંમત વધી જાય છે અને તેનો આકાર ગણપતિ જેવો હોવાથી તે અલબ્ધ બની જાય છે. આ ઉપરાંત તેના વેપારી પણ તેને વેચવા માગતા નથી માટે પણ તેની કિંમત વધી જાય છે.

આમ જોવા જઈએ તો આ એક પ્રકારના સ્વયંભુ ગણપતિ જ કહેવાય. આ હીરામાં જમણી સુંઢ છે. બે હાથ છે બે પગ છે અને એક દાંત પણ છે. ત્યાર બાદથી આ મૂર્તિની સ્થાપના કરીને ગણેશ મહોત્સવ ઉજવવાનું શરૂ કર્યું. છેલ્લા 13 વર્ષથી આ મૂર્તિની પુજા કરીને તેઓ તેમના ઘરે જ ગણેશોત્સવની ઉજવણી કરે છે.

આ પોલિશ કર્યા વગરના રફ ડાયમન્ડના ગણપતીની ઉંચાઈ. 24.11 મીલી મીટર છે જ્યારે તેની પહોળાઈ 16.49 મીલી મીટર છે. તે 27.74 કેરેટનો હીરો છે. જો કે તેની સ્થાપના કરતાં પહેલાં તેને કેટલાક કર્મકાંડો કરીને યોગ્ય વિધિ કરવામાં આવી છે ત્યાર બાદ જ તેને સ્થાપિત કરવામાં આવ્યા છે.

અગાઉ પણ સુરતમાં ગણપતિના આકારનો ડાયમન્ડ જોવા મળ્યો હતો

સુરતમાં રહેતા હીરાના વેપારી કનુભાઈ અસોદરિયા વર્ષો પહેલાં બેલ્જિયમથી ડાયમન્ડ ઇમ્પોર્ટ કરાવ્યા હતા તે વખતે તેમને તે ડાયમન્ડમાંથી આ ગણપતિ આકારનો હીરો મળી આવ્યો હતો. અને ત્યારથી જ તેમના કટુંબીજનો આ ગણપતિના આકારવાળા ડાયમન્ડની પુજા કરતા આવ્યા છે.

કનુભાઈનો દાવો છે કે હિરાના બજારમાં આ હીરાની કીંમત 600 કરોડની છે. તેઓ જણાવે છે કે તેની વૈશ્વિક ધોરણે જો કીંમત લગાવવામાં આવે તો તે 100 મિલિયન ડોલરની છે. આમ તો તેઓ જણાવે છે કે આ વસ્તુની કોઈ કિંમત ન આંકી શકાય તેમ છતાં તેની જો કીંમત આંકવામાં આવે તો તે લગભગ 600 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત તેની ઓથેન્ટિસિટી માટે હીરાની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેમને આ હીરાને લઈને એક પ્રમાણપત્ર પણ આપ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ હીરા સાથે કોઈ પણ જાતની છેડછાડ નથી કરવામાં આવી અને તેનો આ કુદરતી આકાર જ છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા ઇન્ડિયન ડાયમન્ડ ઇન્સ્ટીટ્યૂટે આ એક અનપ્રોસેસ્ડ ડાયમન્ડ છે તેવું સર્ટીફીકેટ આપ્યું છે અને જે વર્ષો પહેલા લેવામાં આવ્યું હતું.

તેઓ ગણેશજીના આકારવાળા આ હીરાને માત્ર ગણેશ ચતુર્થી દરમિયાન જ બહાર કાઢે છે અને ત્યાર બાદ તેને સુરક્ષિત જગ્યાએ મુકી દેવામાં આવે છે. જો કે તેમના નજીકના સંબંધીઓ તેમજ મિત્રો તેમના આ અલભ્ય ગણપતિને જાહેર જનતાના દર્શનઅર્થે મુકવા માટે આગ્રહ કરે છે. પણ તેઓ આટલા મોંઘા ગણપતિને કોઈ પણ જાતની સુરક્ષા વગર જાહેર પ્રદર્શનમાં મુકવા નથી માગતા.

તેઓ ઇચ્છે છે કે આટલા મોંઘા ગણપતિની હીરાની મૂર્તિને તેઓ સરકાર તેમજ પોલિસ સુરક્ષાના સહકાર વગર જાહેરમાં ન મુકી શકે. જો કે કનુભાઈએ દાવો કર્યો છે કે તેમની આ ગણપતિના આકારવાળા હીરાની મૂર્તિને મુંબઈના સિદ્ધિ વિનાયક મંદીરમાં પણ મુકવામા આવી હતી અને તેના પુજારી તેમજ ભક્તોએ પણ તેના દર્શન કર્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ