Kids Favorite Pineapple Baked – નાના બાળકોની મનપસંદ એવી પાઈનેપલ બેકડ ડીશ બનાવવાની પરફેક્ટ રેસિપી…

આજે આપણે બનાવીશું ચીઝી પાઈનેપલ બેકડ ડીસ. સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને? આ નાના બાળકોની ફેવરિટ તો છે જ પણ મોટા ની પણ એટલી જ ફેવરિટ છે. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • ચીઝ
  • બટર
  • મરી પાવડર
  • મીઠું
  • દૂધ
  • પાઈનેપલ
  • પાસ્તા
  • મેંદો
  • ખાંડ

રીત-

1- સૌથી પહેલાં પાસ્તા ને બાફવા ના છે. તમે કોઈપણ પાસ્તા લઈ શકો છો. હવે ત્રણ કપ પાણી લઈશું. સૌથી પહેલાં પાણીને ગરમ થવા દઈશું. પછી જ આપણે પાસ્તા એડ કરવાના. હવે પાણી ગરમ થઇ ગયું છે તો તેમાં પાસ્તા એડ કરીશું. આપણે અહીંયા ઘઉંના પાસ્તા લીધા છે. હવે તેમાં થોડું મીઠું નાખીશુ.અને થોડું તેલ નાખીશું.જેથી પાસ્તા એકબીજાને ચિપકે નહીં.

2- હવે એક વાર હલાવી લઈશું. હવે તેને સરસ કુક થવા દઈશું. તેને ઢાંક્યા વગર જ કુક કરવાના છે. અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું.હવે સરસ કુક થઈ ગયા છે.તો હવે ગેસ બંધ કરી દઈશું. હવે કાણાવાડા ટોપા માં કાઢી લઈશું જેથી વધારાનું પાણી નીકળી જાય.

3- હવે ગરમ ગરમ હોય જેથી એકબીજાને ચીપકી શકે છે એટલે આપણે થોડું તેલ નાખીશું.અને ચમચી થી હલાવી લઈશું.હવે આપણે વ્હાઈટ સોસ બનાવી લઈશું. સૌથી પહેલાં એક ચમચી બટર લઈશું. તેની સાથે એક ચમચી ઓલિવ ઓઈલ પણ એડ કરીશું. જેથી આપણું બટર બળી ના જાય.

4- હવે તેમાં એક ચમચી મેંદો નાખીશુ. અને તેને સરસ શેકી લઈશું. એક સુગંધ આવે ત્યાં સુધી. તેને સતત હલાવતા રહેવું જેથી કરીને ચોંટે નહીં. અને એક જગ્યાએ બળી ના જાય. આ સરસ શેકાય ગયું છે.અને કલર પણ બદલાઈ ગયો છે. હવે તેમાં એક કપ દૂધ નાખીશું. આ દૂધ હુંફાળું તેમાં એડ કરવાનું. જેથી કરીને તેમાં ગઠ્ઠા ના પડે. અને સતત તેને હલાવતા રહેવું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે થોડું ચીઝી જેવું લાગે છે.એટલે કે થોડું ઘટ્ટ થવા લાગ્યું છે.

5- જો તેમાં ગઠ્ઠા પડી જશે તો બેકડ ડીશ માં મજા નઈ આવે.એટલે મેન આ વસ્તુ છે.તેનું માપ પરફેક્ટ લો તો કોઈ પ્રોબ્લેમ નઈ આવે.અને તેને એક જ બાજુ સતત હલાવતા રહેવાનું છે. હવે થોડો ગેસ ધીમો કરીશું.હવે તેમાં થોડું મીઠું નાખીશું.હવે વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં એક ચીઝ ક્યૂબ એડ કરીશું. જેથી તે ચીઝી થઈ જશે.

6- હવે તેમાં અડધી ચમચી મરી પાવડર એડ કરીશું.હવે તેમાં ૧ ચમચી ખાંડ નાખી શું. હવે આપણો આ સોસ એકદમ ચીઝી તૈયાર થઈ ગયો છે. હવે આપણે બાફેલા પાસ્તા એડ કરીશું. હવે ગેસ બંધ કરી દઈશું.કેટલી ચીઝી છે.હવે આપણે તેમાં બે ચમચી જેટલા પાઈનેપલ ના ટુકડા એડ કરીશું.

7- હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અને ઓવન માં બેક કરવા મૂકીશું.પેહલા આપણે તેની પર ચીઝી લેયર કરવાનું છે. સૌથી પહેલા એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું. હવે તેની પર થોડા પાઈનેપલના ટુકડા મુકીશું.

8- હવે તેની પર ચીઝ ને સરસ છીણી લેવાનું.આપણે બે ચીઝ ક્યૂબ ગાર્નિશ કરીશું. જેટલું સરસ ચીઝી લેયર થશે એટલું સરસ બેકડ ડીશ ખાવાની મજા આવશે. હવે તેને ઓવનમાં ૧૦મિનિટ માટે બેક કરી લઈશું.

9- હવે દસ મિનિટ થઈ ગઈ છે અને ગરમાગરમ પાઈનેપલ બેકડ ડીશ તૈયાર થઈ ગઈ છે. નાના બાળકો અને મોટા માટે આ પાઈનેપલ બેકડ ડીશ તૈયાર થઈ ગઈ છે.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.