બિલ્ડીંગના પાંચમાં માળે લાગી ભીષણ આગ, બિલાડીએ જીવ બચાવવા માર્યો ભુસ્કો અને પછી..શું તમે જોયો આ વિડીયો?

બિલાડી એક એવું જાનવર છે કે જેને સરળતાથી પકડી ન શકાય. હા, પાલતુ બિલાડી હોય તો અલગ વાત છે પણ જો જંગલી બિલાડી હોય તો એ હાથમાં ન આવે અને અન્ય પ્રાણીઓને તેનો શિકાર કરવામા પણ નવ નેજા પાણી ચડી જાય. અમેરિકાના શિકાગોમાં પણ આવી જ ઘટના બની જેમાં બિલાડીએ મોતને હાથતાળી આપી હતી. અસલમાં ત્યાં એક બહુમાળી ઇમારતના પાંચમા માળે આગ લાગી હતી અને ત્યાં રહેલી બિલાડીએ જીવ બચાવવા પાંચમા માળેથી છલાંગ લગાવી હતી. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.

બિલાડીના કારનામાને ઇન્ટરનેટ પર પ્રસિદ્ધિ મળી

image source

શિકાગો ફાયર બ્રિગેડના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલા બિલાડીના આ વીડિયોને 10 લાખથી વધુ યુઝરો દ્વારા જોવામાં આવ્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. વિડિયોનો લોકપ્રિયતા પરથી જ અંદાજો લગાવી શકાય છે કે આ વીડિયોમાં કઈંક રસપ્રદ છે. તમને પણ જાણીને નવાઈ લાગશે કે આ વીડિયોમાં એક બિલાડી 5 માં માળેથી જંમીન પર ભુસ્કો મારી રહેલી દેખાય છે.

ઇમારતમાં લાગી હતી ભીષણ આગ

image source

45 સેકન્ડના આ વીડિયોમાં જોય શકાય છે કે એક બહુમાળી ઇમારતના પાંચમા માળેથી કાળા રાગનનો ધુમાડો નીકળી રહ્યો છે.

વીડિયોમાં આગને કારણે ઓગળી ગયેલા બારીના કાંચને પણ જોઈ શકાય છે. ત્યારે જ એક બારીમાંથી કાળી બિલાડી બહાર તરફ નીકળે છે ને તરત જ છલાંગ લગાવી દે છે. બિલ્ડિંગના પાંચમા માળેથી પડી રહેલી બિલાડીને જોઈ આસપાસના લોકોનો જીવ પણ અધ્ધર થઇ જાય છે.

પેરાશૂટની જેમ પડી બિલાડી

image source

જો કે આ ઘટનામાં સારી વાત એ છે કે બિલાડીને આગનાં કારણે પણ કોઈ નુકશાન ન થયું અને 5 માં માળેથી નીચે છલાંગ મારતા પણ કઈં નુકશાન ન થયું. જેમ પેરાશૂટ ઉતરે તેમ આ બિલાડી જમીન પર લેન્ડ થાય છે અને ઉતર્યા બાદ તરત જ ભાગવા લાગે છે. બિલાડીને સહી સલામત રીતે નીચે આવી જતા આસપાસના લોકોના શ્વાસ પણ હેઠા બેઠા હતા. લોકોને એમ લાગ્યું હતું કે બિલાડીને મોટી ઇજા થશે પરંતુ એવું કઈં થયું નહિ અને તે આરામથી નીચે આવી ગઈ હતી.

જેલમાં ડ્રગ્સ મોકલવા માટે બિલાડીનો કરાયો હતો ઉપયોગ

image source

ઘણી વખત બિલાડી સાથે અવનવી ઘટના થવાના સમાચારો જોવા જાણવા મળતા હોય છે. અમુકે મહીં પહેલા જ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરવાના એક ગુન્હાને ડિટેકટ કર્યો હતો. જેમાં બિલાડીનો પનામાની એક જેલમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે ઉપયોગ કરાયો હતો. બિલાડીના ગળામાં એક કપડું બાંધેલું હતું જેમાં અનેક પ્રકારના ડ્રગ્સ હતા. હાલ ડ્રગ્સ બિલાડી પાસેથી લઈ લેવાયું છે અને બિલાડીનો પણ કબ્જો કરાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!