શું તમે જોઇ આ ટબુકડી ખુરશી? જે ચારેકોર થઇ રહી છે વાયરલ, જાણો આ પાછળનું કારણ અને વિશેષતા

આપણે સૌ જાણીએ છીએ કે ખુરશી લાકડાની હોય પ્લાસ્ટિકની હોય કે સિંહાસનની હોય ખુરશીનો શોખ લગભગ દરેક વ્યક્તિને હોય છે. ખુરશી એક એવી વસ્તુ છે જેના માટે માણસ પોતાની નૈતિકતાનો પણ ભોગ આપી દે છે અને ખુરશી પર બેસવાની લ્હાઈમાં બેઈમાની તથા દગાખોરી ને પોતાના જીવનનો ભાગ જ બનાવી લે છે. આપણા દેશના દરેક નહીં પણ અનેક રાજનેતાઓ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. ક્યાંક કોઈ પ્રસંગમાં ગયા હોઈએ અને બેસવા માટે ખુરશી ન મળે તો આપણને એવું થાય છે કે જાણે યજમાને આપણું અપમાન કર્યું છે. એનું કારણ બીજું કંઈ નહીં પણ ખુરશીમાં બેસવાનો મોહ છે.

image source

ખુરશી પણ અલગ અલગ અનેક પ્રકારની હોય છે અને તેની તાસીર અને જાદુ પણ અલગ-અલગ હોય છે. ત્યારે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા સાઈટ ટ્વિટર પર એક ખુરશી જેવી દેખાતી વસ્તુની તસ્વીર વાયરલ થઇ રહી છે. આ વસ્તુની કિંમત લગભગ 66000 રૂપિયા છે. આ બેહદ ખુબસુરત લગતી અને ખુરશી જેવો આકાર ધરાવતી વસ્તુની તસ્વીર લેક્સી બ્રાઉને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. ત્યારબાદ લોકો તેને જોઈએ નવાઈ પામતા ગયા. આ તસ્વીર ને પોસ્ટ કરવાની સાથે તેમણે લખ્યું હતું કે, વેંચાણ માટે હાસ્યાસ્પદ આઈટમને શોધવી એ માટે શોખ છે. અને અત્યાર સુધીની મારી સૌથી સારી શોધ આ વસ્તુ હોઈ શકે છે. હવે તમને વિચાર આવશે કે આ ખુરશીમાં અસલમાં એવી કઈ ખૂબી છે જેને કારણે તે આટલી વાયરલ થઇ રહી છે. તો ચાલો જાણીએ તમારા પ્રશ્નનો જવાબ જાણીએ.

ખુરશી અસલમાં છે બેગ

image source

લાગીને નવાઈ, આ ખુરશી અસલમાં ફક્ત આકારમાં જ ખુરશી છે પરંતુ અસલમાં તે એક બેગ છે જે લોકોને ઘણી પસંદ પડી રહી છે. આની સુંદરતા એવી છે કે જોનાર બે ઘડી તેને સતત જોયા જ કરે.

બેગની ખાસિયત

આ ખુરશીની ખાસિયત એ છે કે આ ખુરશી અસલમાં બેગ ભલે હોય પરંતુ તમે તેમાં કોઈ વસ્તુ રાખી નથી શકતા. બેગ સાથે એક ચેન છે જેને તમે ગળામાં પહેરી શકો છે. તમે ભલે તેમાં કઈં રાખી ન શકો પરંતુ લોકો તમને આ વિષે પૂછ્યા વિના નહિ રહી શકે.

બેગ બનાવનાર શું કહે છે ?

જે ઓનલાઇન વેબસાઈટ પર આ ખુરશી આકારની બેગ વેંચાઈ રહી છે તે વેબસાઈટ સ્પષ્ટ લખ્યું છે કે આ અનોખી બેગમાં તમે ભલે તમે કોઈ ચીજવસ્તુ ન રાખી શકો તેમ છતાં તમારા માટે આ બેગ ચર્ચાનું કેન્દ્ર બનશે. અત્યાર સુધીમાં આવી અનેક બેગોને લોકો ખરીદી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!