નવા વર્ષમાં શીખો આ સ્પેશિયલ સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ બનાવવાની એકદમ સરળ રેસિપી

આજે આપણે બનાવીશું સ્પેશ્યલ સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ બનાવવાની એકદમ સરળ રીત. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી ટેસ્ટી અને યુનિક બને છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના પલ્પ થી બનાવીશું.સોફ્ટ અને સ્પોન્જી બને છે. તો ચાલો ક્રિસમસ માટે બનાવી લઈએ સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ.

સામગ્રી

  • ઈસ્ટ
  • મેંદો
  • ખાંડ
  • મીઠું
  • સ્ટ્રોબેરી ની પ્યુરી
  • તેલ
  • લીલા ધાણા
  • ચેરી

રીત-

1-સૌથી પહેલા ડ્રાય ઈસ્ટ બે ચમચી લઈશું. ઈસ્ટ બે પ્રકારનું હોય છે.એક રાય ના દાણા જેવું અને બીજું ખસખસ ના દાણા જેવું હોય છે.આપણે અહીંયા ખસખસ ના દાણા જેવું લીધું છે.

2- હવે તેમાં એક મોટી ચમચી ખાંડ નાખીશું.અને તેમાં હુંફાળું ગરમ પાણી નાખીશું.પાણી એટલું ગરમ હોવું જોઈએ કે પાણી માં આંગળી નાખો તો દજાવાય નહિ તેવું. અડધો કપ જેટલું પાણી નાખીશું. અને સરસ મિક્સ કરી લઈશું.હવે તેને ઢાંકીને દસ મિનિટ રહેવા દઇશું.

3- હવે દસ મિનિટ થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઈસ્ટ માં બબલ્સ આવી ગયા છે. અને ફૂલીને ડબલ થઈ ગયું છે. જો આ સ્ટેજ પર ફૂલે નહીં તો તમે લોટમાં નહીં નાખતા.હવે આપણે લોટ બાંધવા માટે બે કપ મેંદો લઈશું. ત્યારબાદ થોડું મીઠું નાખીશું.મીઠું આપણે ઓછું નાખવાનું છે.કારણકે બ્રેડ આપણે સ્વીટ કરવાની છે.હવે આપણે તેમાં તેલ નાખીશું.

4- હવે આપણે જે ઈસ્ટ નું મિશ્રણ તૈયાર કર્યું હતું તે નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.જરૂર મુજબ હુફાળા પાણીથી લોટ બાંધીશું.અને લોટ ને એકદમ સોફ્ટ બાંધી લઈશું.હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે.હવે તેને સિલિકોન સીટ પર લઈ લઈશું.તેને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી મસળી લેવાનું છે.

5- પહેલા લોટ હાથ માં ચોંટશે પણ જેમ જેમ તમે લોટ ને મસળસો તો ચોંટશે નહી.તેને ખેચી ખેચી ને ફોલ્ડ લેવાનો.આ રીતે કરવાથી જે બ્રેડ અથવા પિઝ્ઝા કે બન એકદમ સોફ્ટ બને છે.અને એકદમ જાળી જાળી વારા એકદમ સ્પોન્જી બનતા હોય છે.હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે.અને એકદમ સોફ્ટ અને લીસો થઈ ગયો છે.

6- હવે એક બાઉલ લઈશું.તેમાં તેલ ગ્રીસ કરી લઈશું.અને લોટ પર પણ તેલ લગાવી ને અડધો કલાક માટે રહેવા દઇશું. હવે અડધો કલાક થઈ ગયો છે. આપણો લોટ સરસ ફૂલીને ડબલ થઇ ગયો છે.અને એકદમ સોફ્ટ થઈ ગયો છે. ફરી થી લોટ ને સિલિકોન સીટ પર લઈ લઈશું.ત્યારબાદ લોટ ને હળવા હાથે આપણે મસળી લઈશું.અને ત્યારબાદ તેમાં આપણે ચાર ભાગ કરી લેવાના છે.

7- હવે તેના પર સૂકો લોટ ભભરાવી વણી લેવાનું છે. બહુ જાડી નહીં અને બહુ પાતળી પણ નહીં તેવી વણી લેવાની.હવે જે ટ્રે માં આપણે બ્રેડ ને બેક કરવાના છે તે ટ્રે માં આપણે બટર પેપર મૂકી દઈશું.અને તેના પર બનાવેલી રોટલી મૂકી દઈશું.અને બાકી ની જે ત્રણ રોટલી છે તે પણ આ સાઇઝ ની વણી લેવાની છે.ચાર રોટલી ની સાઈઝ એક સરખી હોવી જોઈએ. અને સ્ટ્રોબેરીની પ્યુરી ઘરે જ બનાવેલી છે.તેને તે રોટલી પર સ્પ્રેડ કરી લઈશું.તમે ચોકલેટ પણ નાખી શકો છો.

8- હવે તેના પર બીજી રોટલી મૂકી દઈશું.તેને સરખી સેટ કરી લઈશું.હવે બે ચમચી જેટલું સ્ટ્રોબેરી ની પ્યુરી સ્પ્રેડ કરીશું.તે થોડી ઘાટી હોવી જોઈએ.જ્યારે બેક કરો ત્યારે તે સ્પ્રેડ ના થાય નઈ તો બ્રેડ સોગી થઈ જાય.હવે ત્રીજી રોટલી પણ મુકીશું.તેને પણ સરસ સેટ કરી લઈશું.તેના પર પણ પ્યુરી લગાવી લઈશું.હવે છેલ્લી રોટલી ને ઉપર સરસ સેટ કરી લેવાની છે.અને હાથ થી પ્રેસ કરવાની. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચારેય રોટલી સેટ થઈ ગઈ છે.

9- હવે વચ્ચે એક ગોળ કટર મુકીશું. કોઈપણ ડબ્બા નું ઢાંકણું અથવા નાની વાટકી પણ મૂકી શકો છો. અને ચપ્પુથી ચાર કટ આપીશું. સામસામે 4 કટ આપવાના. જે વીડિયોમાં દેખાય છે તેવી રીતે કટ આપવાના. હવે ચાર કટ આપ્યા છે તેની વચ્ચે પણ કટ આપવાના છે. બે બે કટ આપીશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

10-હવે જે કટ આપ્યા હતા તેને અંદરથી વારતા જવાનું ધીરે ધીરે અને તેને ઉપર થી ઉપાડી તેને બે વડ આપી. તેનો ઉપર નો છેડો પ્રેસ કરીને ચોંટાડી દેવાનો.અને તેને શેપ આપી દેવાનો છે જેમ પાંદડીનો સેપ હોય તેવો આપવાનો. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. એકદમ સરસ સ્ટ્રોબેરી નો કલર આવ્યો છે. આપણે બીજું પણ એવી જ રીતે કરી લઈશું. અંદરથી વડ આપવાના છે. અને ઉપરના છેડા બંને જોઈન્ટ કરી દેવાના છે.

11- આજ રીતે બધા જ ભાગ ને તૈયાર કરી લઈશું. આપણી સ્ટાર બ્રેડ બની ગઈ છે. એકદમ કલરફૂલ લાગે છે. હવે તેને ડબલ થવા માટે એક કપડું 15 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું. હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણી બ્રેડ ડબલ થઈ ગઈ છે. હવે તેને ઓવનમાં બેક કરવા માટે મુકીશું.

12- તેને 18 મિનિટ માટે ઓવનમાં પ્રી હિટ કરવા મૂકી દઈશું. આપણી બ્રેડ સરસ થઈ ગઈ છે અને તેનો કલર પણ સરસ આવી ગયો છે. હવે તેના પર બટર લગાવી દઈશું. બટર લગાવવાથી બ્રેડ સાઇનીંગ આપે છે. બ્રેડ સોફ્ટ પણ થઈ જાય છે.હવે બ્રેડ ને બરાબર ઠંડી થવા દઈશું. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સ્ટ્રોબેરી સ્ટાર બેડ તૈયાર થઈ ગઈ છે. આપણે તેને લીલા ધાણાથી, ચેરી થી અને સ્ટ્રોબેરી થી ગાર્નિશ કરીને સર્વે કરી છે. તો તમે આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.