જો તમે પણ કાર ચલાવતી વખતે આ એપનો ઉપયોગ યોગ્ય રીતે નહિં કરો તો થશે 5000નો દંડ

હાલના સમયમાં દરેક લોકો ગૂગલ મેપની મદદથી પોતાની મંજીલ સુધી સરળતાથી પહોંચી જાય છે. લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ હાથમાં લઈને ગૂગલ મેપનો ઉપયોગ તમારા ખીસ્સા હળવા કરી શકે છે. જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો. તેથી તમારે તમારા ડેશબોર્ડમાં મોબાઇલ હોલ્ડર રાખવુ હિતાવહ છે. કારણ કે જો તમે હાથમાં મોબાઇલ સાથે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો તો તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયું ગણાઈ શકે છે. ઘણા લોકો કાર ચલાવતા સમયે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. જો તમે પણ કાર ચલાવતા હો ત્યારે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો, તો સાવચેત થઈન જાઓ, કારણ કે તમારું ચલાન કપાઈ શકે છે. ચાલો જાણીએ કે ગૂગલ મેપનો ઉપયોગ થવાથી આ શક્યતા કેમ વધી જાય છે.

નેવિગેશનના ફાયદા

image source

સામાન્ય રીતે લોકો ડ્રાઇવિંગ દરમિયાન ગૂગલ મેપનું નેવિગેશન ચાલુ કરે છે, એક ફાયદો એ છે કે તમારે માર્ગ વિશે જાણવાનું હોય તો રુટ વિશે ખબર પડે છે અને પછી જો માર્ગમાં જામ હોય તો અગાઉથી જ જાણી શકાય છે, અને સમય જતાં તમે કોઈ બીજો રસ્તો શોધી શકો છો. પરંતુ જો તમે તમારી કારમાં ડેશ બોર્ડ પર મોબાઇલ હોલ્ડર નથી લગાવડાવ્યું, તો તરત આ કામ કરવું હિતાવહ છે, કેમ કે નહીં તો તમને નુકસાન જઈ શકે છે.

ડ્રાઈવિંગ કરતા સમયે મોબાઈલ ફોનનો વપરાશ ગેરકાયદેસર

image source

હાલના દિવસોમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક શખ્સનું પોલીસે ચલાન કાપ્યું હતુ. કાર ચાલકે સામે સવાલ કર્યો કે તે કોઈની સાથે મોબાઈલ પર વાત નહોતો કરતો તો તેને કેમ દંડ ફટકારવામાં આવ્યો. દિલ્હી પોલીસે જણાવ્યું કે, મોબાઈલ હોલ્ડર વિના ડેશબોર્ડ કે હાથમાં પડકીને ગૂગલ મેપનો ઉપયોગ કરવો ટ્રાફિક નિયમોની વિરુદ્ધ છે. કારણ કે આવું કરવાથી ડ્રાઈવિગ કરવામાં ધ્યાન ભંગ થવાની આશંકા રહે છે. અને અકસ્માત પણ સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ કેસ લાપરવાહીથી ડ્રાઈવિંગની શ્રેણીમાં આવે છે. અને પોલીસે તે શખ્સની દલીલો સાંભળવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. અને તેનું ચલાણ પણ કાપ્યું હતું.

દિલ્હીના એક યુવકનું આ પ્રકારનું ચલણ કપાયું

image source

થોડા દિવસો પહેલા દિલ્હીનો એક યુવાન ડ્રાઇવિંગ કરતી વખતે હાથમાં મોબાઇલ ફોન સાથે મોબાઇલ નકશાનો ઉપયોગ કરતો હતો. જેનું દિલ્હી પોલીસે ચલાન કાપ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ હાથમાં મોબાઈલ લઈને વાહન ચલાવવું ગેરકાયદેસર છે. જેના કારણે તે યુવકનું ચલાન કપાઈ ગયું હતું. આવી સ્થિતિમાં, જો તમે પણ ડ્રાઇવિંગ કરતી વખતે હાથમાં મોબાઇલ સાથે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો, તો જલ્દી તમારી કારના ડેશબોર્ડમાં મોબાઇલ હોલ્ડર લગાવડાવી લો.

મોટર વ્હિકલ એક્ટમાં શું છે પ્રાવધાન?

પોલિસે ચલણમાં દંડની કોલમમાં લખ્યું કે શખ્સ ગાડી ચલાવતા સમયે હાથમાં ફોન લઈને તેનો ઉપયોગ કરી રહ્યો છે. શખ્સ પોતાની ગાડીમાં મોબાઈલ હોલ્ડર નહીં લગાવ્યું અને હાથમાં ફોન લઈને ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલિસે કહ્યું કે, મોટર વ્હિકલ એક્ટમાં ડ્રાઈવિંગ દરમ્યાન ફોન પર વાત કરવા અને તેના ઉપયોગ પર પ્રતિબંધ છે. ત્યાં જ હાથમાં ફોન પકડીને ગાડી ચલાવવાથી અકસ્માતનું જોખમ રહે છે. આ મામલામાં તે સેક્શન હેઠળ ચલણ કાપવામાં આવ્યું છે.

ડ્રાઈવિંગ સમયે સ્પીકર કે હેંડસ ફ્રી પર વાત કરવા પર કપાશે ચલાણ

વાહન ચલાવતા સમયે સ્પીકર અથવા હેન્ડ્સ ફ્રી પર વાત કરવા માટે પણ ચલણની જોગવાઈ છે. સામાન્ય રીતે, ડ્રાઇવિંગ કરતી વખતે ફોન સ્પીકર ચાલુ કે હેન્ડસ ફ્રી પર વાત કરતા હોય છે. મોટર વાહન અધિનિયમ મુજબ તેમાં પણ ચલણ કાપવાની જોગવાઈ છે. પોલીસનું કહેવું છે કે વાહન ચલાવતા સમયે, કોઈપણ કાર્ય કે જેનાથી ધ્યાન ભંગ થાય તે તમામ ગુનાની શ્રેણી હેઠળ આવે છે. મોટર વાહન અધિનિયમના નિયમો અનુસાર આ શ્રેણીમાં અપરાધ કરવા પર 1000-5000 રૂપિયા સુધીના ચલણ કાપવાની જોગવાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ