રજાઓમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ વખતે જરૂર જજો સિક્કિમ, મનમોહક દ્રશ્યો તમને બનાવી દેશે રોમેન્ટિક

સિક્કિમ ભારતના પૂર્વોત્તર ભાગમાં આવેલું એક પર્વતીય રાજ્ય છે જે એક લાજવાબ અને સુંદર હોવાની સાથે સાથે પર્યટકો માટે બેસ્ટ ડેસ્ટિનેશન પ્લેસ ઓપ્શન છે. પ્રાકૃતિક સુંદરતા અને સાફ સ્વચ્છ હોવાને કારણે સિક્કિમ ભારતના ટોચના પર્યટન ક્ષેત્રો પૈકી પણ એક છે. વિશ્વની ત્રીજી સૌથી ઊંચી પર્વતીય ચોટી કંચનજંઘા સિક્કિમના ઉત્તરી પશ્ચિમી ભાગમાં નેપાળની સરહદે આવેલ છે. સિક્કિમના અનેક સ્થાનોને આ પર્વતીય ચોટી પરથી નજરે નિહાળી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રદેશનો ઘણો ખરો ભાગ જંગલોથી ઘેરાયેલો છે. જો તમે રજાઓ ગાળવા માટે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા જોય તો સિક્કિમ પણ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. ચાલો જાણીએ કે સિક્કિમમાં એવા કયા કયા સ્થાનો છે જે ફરવા જવાની દ્રષ્ટિએ આકર્ષક છે.

લાચુંગ

image source

જો તમે ફરવા જવાના હેતુએ જ સિક્કિમ જઈ રહ્યા હોય તો તમારે લાચુંગ તો જરૂર જવું જ જોઈએ. ગંગટોકથી અંદાજે 120 કિલોમીટર જેટલા અંતરે સ્થિત આ પહાડી ગામ 8,858 ફૂટની ઊંચાઈએ આવેલું છે. તમને કદાચ માનવામાં નહીં આવે પણ આ એક એવું સ્થાન છે જ્યાં એક જ સ્થાને તમે સુંદર, સ્વચ્છ ઝરણાઓ સિવાય બરફથી ઢંકાયેલા મનોરમ પહાડો અને સફરજનના આહલાદક બગીચાઓ નજરે નિહાળી શકશો.

લાચેન

image source

ઉત્તરી સિક્કિમ જિલ્લામાં સ્થિત લાચેન એક નાનકડો અને શાંત વિસ્તાર છે. 2,750 મીટરની ઊંચાઈ પર આવેલા લાચેનની પ્રાકૃતિક સુંદરતા અને વન્ય જીવ જંતુઓની વિવિધતાને કારણે પર્યટકોમાં ફેવરિટ છે. અહીં આવવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો નવેમ્બરથી જૂન દરમિયાનનો છે કારણ કે આ સમય દરમિયાન અહીંનું વાતાવરણ આહલાદક હોય છે.

ગુરુડોંગ્માર તળાવ

image source

ગુરુડોંગ્માર તળાવ સિક્કિમના પ્રસિદ્ધ પર્યટન સ્થળો પૈકી એક છે. સમુદ્રતટથી 17,800 ફૂટની ઊંચાઈએ સ્થિત આ તળાવ ગંગટોકથી 190 કિલોમીટર આ અંતરે આવેલું છે. વળી, ગુરુડોંગ્માર તળાવ હિમાલય પર્વત પર સ્થિત સૌથી ઊંચા તળાવો પૈકી એક છે. તેને સિક્કિમના પવિત્ર તળાવોમાં પણ ગણવામાં આવે છે.

યુકસોમ

image source

યુકસોમ કંચનજંઘા નેશનલ પાર્કના દક્ષિણી કિનારે આવેલ આ સ્થાન 5800 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અહીંના ગીચ જંગલો અને ગોળાઈ ધરાવતી આકર્ષક ટેકરીઓ અને પહાડીઓ વિચિત્ર અને મનમોહક લાગે છે. અહીં ફક્ત ભારતમાંથી જ નહીં પણ વિશ્વભરમાંથી પર્યટકો આવતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ