કેનેડા કઈ ઉમરે જવાથી સૌથી વધારે ફાયદો થાય? જાણો એક સર્વે.

ફક્ત ૨૦-૨૫ વર્ષના લોકોમાં જ નહિ, કેનેડા જવાનો ટ્રેન્ડ ૪૦ -૪૫ વર્ષના લોકોમાં પણ વધી રહ્યો છે. આથી આજે અમે એક અનોખો સર્વે લાવ્યા છીએ કે કેનેડા જવા માટે કઈ ઉમર બેસ્ટ છે !

૧. ૨૦-૩૦ વર્ષના લોકો માટે

આ કેટેગરીના લોકો, ભારતમાં જુનીયર લેવલ ઉપર કામ કરતા હોય છે જેમના અથવા તો નવા લગ્ન થયા હોઈ શકે કે પછી લગ્ન ન પણ થયા હોય. આથી, આ ઉમરે કેનેડા જવું તેમજ આગળ અભ્યાસ કરવો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તમારે કામ કરવાના અનુભવની પણ ખાસ જરૂર નથી પડતી. ભણતી વખતે પાર્ટ ટાઈમ અને ભણ્યા પછી ફૂલ ટાઈમ, આમ જોબ પણ મેળવી શકાય છે. ભવિષ્યમાં તમે કેનેડા રહેવા માંગશો કે નહિ, એ તમારા ઉપર છે પરંતુ કેનેડામાં વિતાવેલા એ ૪ થી ૫ વર્ષનો તમને અફસોસ નહિ કરવો પડે.

૨. ૩૦-૪૦ વર્ષના લોકો માટે

આ ઉમર દરમિયાન મોટા ભાગના લોકોના લગ્ન પણ થઈ ગયા હોય છે અને પરિવારમાં ૫ થી ૧૦ વર્ષના બાળકો પણ હોય છે. આથી આ ઉમરે કેનેડા જવું કે નહિ, એ ભારતમાં તમારી નોકરી અને તેમાં મળતા ગ્રોવ્થ ઉપર આધારિત છે. જો તમે કોઈ કોર્પોરેટ કંપનીમાં સારી પોસ્ટ ઉપર છો અને આગળ વધવાનો રસ્તો દેખી શકો છો તો ભારત છોડીને જવું સારો વિકલ્પ નહિ રહે. કારણ કે કેનેડામાં જઈને સેટ થવા શરૂઆતમાં નાની મોટી નોકરી કરવી પડે છે. ભારતમાં દર વર્ષે તમારો પગાર ૮ થી ૧૦ % તો વધતો હશે, પણ કેનેડામાં એવું પણ બની શકે કે વર્ષો સુધી એક જ પગાર ઉપર કામ કરવું પડે.

પરંતુ જો ભારતમાં તમારું ભવિષ્ય તમને ઉજ્જવળ નથી દેખાઈ રહ્યું, તો કેનેડા જવાનો ચાન્સ લઈ શકાય.

૩. ૪૦ થી વધુ ઉમરના લોકો માટે

આ ઉમરે તમારા છોકરાઓ લગભગ ૧૫ વર્ષ જેટલા થયા હોઈ શકે છે અને આ કારણે પરિવાર સાથે બીજા દેશમાં જઈને નવેસરથી જીવન ચાલુ કરવું અઘરું સાબિત રહે શકે છે.

તમારે ૪૦ વર્ષ પછી બીજા ૨૦ વર્ષ કઠિન પરિશ્રમ કરવો પડે તેવી તૈયારી જરૂરથી રાખવી પડશે, પરંતુ તમારા છોકરાઓની લાઈફ કેનેડામાં સેટ સારી રીતે થઈ શકે તેની સંભાવનાઓ વધી જાય છે.

ટેગ કરો તમારા મિત્રો અને પરિવારજનો જે કેનેડા જવાનું વિચારે છે અથવા જવાની તૈયારી કરી રહ્યા છે…

લેખન સંકલન: યશ મોદી