મદ્યરાતે દાદા બચ્ચને બ્લોગ પોસ્ટ મૂકીને વહાલી પોત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી…

મદ્યરાતે દાદા બચ્ચને બ્લોગ પોસ્ટ મૂકીને વહાલી પોત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી…

કહેવાય છે કે વ્યાજ અસલ મુદ્દલ કરતાં વહાલું હોય અને પોતાની સંતાન કરતાંય વધારે તેમના સંતાનની સંતતી વાહાલી હોય.

આજે આરાદ્યા ૮મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે દાદા બચ્ચને મદ્યરાતે એમના ઓફિશિયલ બ્લોગ પર ફોટોઝ સાથે ખૂબ બધી શુભેચ્છાઓ લખીને શેર કરી છે.

જ્યારે પરિવારમાં પુત્રવધુનો ગૃહપ્રવેશ થાય ત્યારે કુટુંબ પૂર્ણ થાય છે અને એને ખોળે જ્યારે બાળક અવતરે ત્યારે પરિવાર સંપન્નતા અનુભવે છે. હિન્દી ફિલ્મના કેટલાંક મુખ્ય અતિપ્રસિદ્ધ અને પ્રતિષ્ટિત પરિવારમાં  અમિતાભ અને જયા બચ્ચનના હેન્ડસમ અને સાલીન સ્વભાવના દીકરા અભિષેક સાથે વિશ્વસુંદરી અને અદભૂત અભિનેત્રી ઐશ્વર્યા રાયના લગ્ન વર્ષ ૨૦૦૭માં થયાં, ૨૦૧૧માં તેના ખોળે દીકરી આરાધ્યાનો જન્મ થયો. આ દીકરીએ જન્મતાંની સાથે સિલ્વર સ્પૂન ચાઈલ્ડ લાઈફ મેળવી છે. રાજકુમારીની જેમ ઉછરી રહેલ ત્યારથી જ મીડિયા રીપોર્ટર્સ અને સોશિયલ સાઈટસ રીપોર્ટર્સ તેના ફોટોઝ કે એકદા કોઈ સમાચાર હાઈલાઈટ કરવા કાયમ તત્પર રહેતા હોય છે. આજે તેના જન્મદિવસે મહાનાયક અમિતાભ બચ્ચને ઢિંગલી જેવી પોત્રીને બાથમાં લઈને સેલ્ફી લીધેલ ફોટોઝ તેમના ડેઈલી બ્લોગમાં શેર કર્યા છે. તેઓ સાઈન ઓફ કરે એ પહેલા તેના જીન્સ અને કલરફૂલ બો લગાવેલ બીલાડીઓના ફોટોઝવાળું ટોપ પહેરેલી માથામાં હેરબેન્ડ લગાવેલ પોઝવાળા ફોટોઝ મૂકીને શુભેચ્છા સંદેશ પણ મૂક્યો છે.

૧૬મી નવેંબરે, આરાદ્યા વધુ એક વર્ષ મોટી થઈ. એ અવસરે તેના દાદાએ લખ્યું છે, “આજની સાંજે ઘરે આ દુનિયામાં નાનું બાળ અવતર્યું હતું. અમારા પરિવારની વહાલી દીકરી આરાદ્યા બચ્ચનને અઢળક શુભેચ્છાઓ અને પ્રેમ…”
અને અંતે એમની સિગ્નેચર પોસ્ટને આટોપતાં એમણે લખ્યું છે, … live along .. Live happy .. Live with pride ..

સોનેરી શુભેચ્છાઓ સાથે બચ્ચન પરિવારના સૌ પ્રસંશકોની અનહદ શુભેચ્છાઓ પણ આ પ્રિન્સેસ બચ્ચનને મળી રહી છે ત્યારે આપણે પણ કહી જ દઈએ, હેપ્પી બર્થ ડે ડિયર બેબી આરાદ્યા…

લેખ સંકલન સૌજન્યઃ જલ્સા કરોને જેંતીલાલ ટીમ