જાણો કેવી રીતે તમારા બાળક સાથે વધુ સમય પસાર કરશો

બાળકો પાછળ આ રીતે આપો સમય

image source

નાના બાળકોના માતા-પિતા હોવાને કારણે એ વાત સમજવી ખુબ જરૂરી છે કે પોતાના બાળક માટે પૂરતો સમય કાઢવો. બાળકો માટે સમય નહીં નીકાળી શકવાની ચિંતા થાય એ જરૂરી છે કારણકે આનાથી બાળકો માનસિક રૂપથી મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે.

માતા પિતા એ એક વાત ખાસ સમજી લેવી જોઇયે કે એમનું નાનું બાળક હંમેશા માટે નાનું નથી રહેવાનુ કારણકે સમયને પસાર થતા વાર નથી લાગતી એટલે જ આ બાબતો પર ધ્યાન આપવુ ખાસ જરૂરી છે.

image source

કોઈ કોઈ વાર તો હાલત એટલી હદે બગડી જાય છે કે બાળકો ટીન એજમાં પોતાના રૂમમાંથી બહાર જ નીકળતા હોતા નથી.

આમ ત્યારે એવુ લાગે કે બાળક પલકારામાં જ મોટું થઈ ગયું ત્યારે આપણે એ વાત હમેશા ભૂલી જઇયે છીએ કે બાળકને દરરોજ નવા પડકાર, નવા અવસર અને એમની જૂની યાદોને બચાવવાનો સમય જ નથી મળતો.

image source

જો કે એનાથી કોઈ જ ફરક નથી પડતો કે તમે ઘરમાં રહેનાર માતા-પિતા છો કે કામકાજ(નોકરિયાત )વાળા, પરંતુ બાળકો પર ધ્યાન ના આપી શકવાનું કારણ તમને જીવનભર અફસોસ કરાવે છે.

આ ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે તમે ગમે તેટલી કોશિશ કરો પણ તમારા ભટકતાં (રખડેલ)બાળકને પાછા સાચા માર્ગે નથી લાવી શકતા.

image source

એટલે જ એમની પાસે સમય વિતાવવો જરૂરી છે. તો આજે અમે તમને એવી 3 રીતો બતાવીશુ જેનાથી તમે તમારા બાળક જોડે વધુને વધુ સમય વિતાવી શકો.

આ 3 રીતે વિતવો તમારા બાળક જોડે વધુ સમય

-કરિયાણાની દુકાને બાળકને સાથે લઈને જાઓ

image source

આ વાંચીને તમને વિશ્વાસ નહીં આવે પણ તમે બિલકુલ સાચુ વાચ્યું છે. તમે બાળકને કરિયાણાની દુકાને સાથે લઈ જાઓ અને એને એ સમજણ આપો કે થાળીમાં ભોજન ક્યાંથી આવે છે.

જો તમારું બાળક પેકિંગ ફૂડ લેવાની જીદ કરે તો એને સમજાવો એ એના સ્વાસ્થ માટે કેટલુ ખતરનાક છે. વધુ પડતાં અસ્વસ્થ ખાધ્ય પ્રદાથ્ર આકર્ષક પેકિંગમાં જ હોય છે જે પણ વસ્તુ ખરીદવાની છે એનું લિસ્ટ બનાવી એને અલગ અલગ દુકાને લઈ જાઓ જેનાથી મજબૂત સંબંધનું નિર્માણ કરી શકશો.

સાથે બેસીને ભોજન કરો

image source

દિવસમાં ઓછામાં ઓછું એક વાર બાળક જોડે બેસીને ભોજન કરો અને એને પ્રાથમિકતા આપો. તમે ઓફિસેથી આવીને રાતનું ભોજન એમની પાસે કરી શકો છો અથવા એના હોમવર્કમાં એની મદદ કરી શકો છો.

આમ કરવાથી એ તમારી સાથે ખૂલી ને વાત કરી શકશે અને તમે પણ જાણી શકશો એની જિંદગીમાં શું ચાલી રહ્યું છે.

બાળક સાથે મળીને જમવાનું બનાવો

image source

બાળકની સાથે મળીને જમવાનું બનાવવું એ સરસ બોન્ડીંગનો અનુભવ કરાવશે. આના દ્વારા તમે માત્ર એમને પારંપારિક જાણકારી જ નહીં પરંતુ એમનામાં તમે પરિવારમાં હળીમળીને રહેવું જોઇએ એ પ્રકારની ભાવના પેદા કરી શકશો.

અરે હા તમારે એને એ પણ જરૂરથી જણાવવુ કે કઈ વસ્તુથી એને દૂર રહેવું અને શેનાથી નહીં. આમ કરવાથી તમે ઘરમાં જ એક શેફ તૈયાર કરી શકશો.

image source

આમ, જો તમે પણ તમારા બાળક પાછળ આ બધી જ બાબતોનુ સમયાનુસાર ધ્યાન આપશો તો ચોક્કસથી તમને તેમાં પરિણામ જોવા મળશે.

જો કે આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક પેરેન્ટ્સ પોતાના બાળક પાછળ સમય આપી શકતા નથી, જેથી કરીને તેની વિપરીત અસર બાળક પર પડે છે અને પછી બાળક જીદી્ તેમજ ઘરના લોકો જે કહે તે માનવા તૈયાર થતુ નથી.

image source

આમ, જો તમે પણ તમારા બાળક પાછળ બરાબર સમય ના આપતા હોવ તો તમારે પણ એ વિશે એકવાર ચોક્કસથી વિચારવાની જરૂર છે જેથી કરીને તમને ભવિષ્યમાં કોઇ તકલીફ ના પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ