કાનમાં દુખવા પાછળ આ અનેક કારણો છે જવાબદાર, જાણો અને ચેતી જાઓ આજથી જ

કાનમાં દર્દ થવા કેટલાક કારણો હોય છે, જાણો તે શું કારણો છે અને તેની સારવાર માટે શું કરવું જોઈએ, કાનમાં દુખાવો કેમ થાય છે? કેવી રીતે તેની સારવાર કરવી તેના ઉપાયો જાણી લો.

શરીરના સૌથી નાજુક ભાગોમાં કાનનો સમાવેશ સૌથી પહેલાં થાય છે. તેની સાથે કોઈપણ પ્રકારની બેદરકારી કરવી યોગ્ય નથી. જો તમને ક્યારેય તમારા કાનમાં દુખાવો થાય છે, તો તમે દર વખતની જેમ તે પીડાને દૂર કરવા માટે ઘરેલું ઉપાયો જરૂર અજમાવો છો. પરંતુ શું તમે જાણો છો કે શરીરના આ ખૂબ જ નાજુક અંગની અવગણના કરવાને કારણે બહેરાશ થવાનું જોખમ વધી શકે છે. તેથી, જો અહીં દર્શાવેલાં કેટલા કારણોસર તમારા કાનમાં દુખાવો થાય છે, તો તમારે તરત જ તમારા કાનના નિષ્ણાંત દાક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

image source

શરદી – ઉધરસને કારણે…

image source

કેટલીકવાર, ખૂબ જ શરદી અને કફને કારણે ઉધરસ થવાથી પણ કાનમાં દુખાવો શરૂ થાય છે. આ પીડા ખૂબ તીવ્ર હોય છે, પરંતુ શરદીની અસર ઓછી થવાની સાથે તે વ્યક્તિને વધુને વધુ સારું થતું જાય છે. શરદીને કારણે નાક બંધ થાય છે, ત્યારે કાનના પદડામાં પણ ચસકા પડે છે અને પડદામાં બહેરાશ અનુભવાય છે.

કાનમાં મેલ જમા થવાને કારણે…

image source

કાનમાં મીણ જેવું ચીકણો પદાર્થનું હોવું સામાન્ય છે. પરંતુ જ્યારે આ મીણ જેવો પદાર્થ કાનમાં ખૂબ લાંબા સમયથી અને સખતરૂપે કાનમાં એકઠ્ઠો થવા લાગે છે, ત્યારે તે કાનના પડદામાંથી આવતા અવાજને અવરોધિત કરે છે. કારણ કે એ તે એક બીજું સ્તર બનાવી લે છે કાનના પડદા પાસે. જેના કારણે કાનમાં દુખાવો થાય છે અને તે વ્યક્તિને ઓછું સંભળાવવા લાગે છે.

કાનમાં બારોટ્રોમા થવાને કારણે…

image source

ઘણી વાર, વિમાનમાં ઉડ્ડયનને કારણે અથવા સ્કુબા ડાઇવિંગ, સ્કાય ડાઇવિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓને લીધે ઉપરની તરફ ગતિ કરવાને લીધે હવાના દબાણને લીધે બનેલા પરપોટા કાનની અંદર સંતુલન રાખવા માટે કાનના પડદા સાથે અથડાતા હોય છે. જેના કારણે કાનમાં દુખાવો થવા લાગે છે. બારોટ્રોમાને કારણે અન્ય બીજી તકલીફો પણ થાય છે, જેમ કે ગળામાં સોજો આવવો, એલર્જિક નોઝલ ઇરીટેશન, શ્વાસને લગતા ચેપી વાઈરલ તકલીફોનું કારણ બને છે.

ઓટોમીકોસીસની તકલીફને કારણે…

image source

કાનમાં વિવિધ જાતના ચેપ લાગતા હોય છે. કાનના પડદામાં લાગતી ફૂગના ચેપ વરસાદની સીઝન દરમિયાન થાય છે. ભેજવાળા વાતાવરમાં રહેવાને કારણે અથવા તો આ સમસ્યા દર્દીને કુલરની સામે સીધી હવા લાગે એ રીતે સૂવાથી પણ થઈ શકે છે. તેનાથી કાનમાં તીવ્ર દુખાવો અને અસહ્ય ખંજવાળ આવે છે.

કાનના પડદામાં કોઈ ઇજા પહોંચવાના કારણે…

image source

કાનની આંતરિક નળી ખૂબ સંવેદનશીલ હોય છે. જ્યારે કાન ઉપર થોડું વધારે પણ દબાણ લાવવામાં આવે છે ત્યારે તે ઈજાગ્રસ્ત થાય છે. જેના કારણે કાનમાં દુખાવો થવા લાગે છે અને શક્યતા રહે છે કે તેમાંથી પરુ પણ બહાર આવવા લાગે છે. જો આ સમસ્યા ખૂબ લાંબા સમય સુધી રહે છે, તો પછી કાનની આસપાસના હાડકાંની આસપાસ પરુ ઝરવાનું પણ શરૂ કરે છે અને કાનના હાડકાં નબળાં બનવા લાગે છે.

કાનની સમસ્યાઓથી કેવીરીતે નિવારીને તેની સારવાર કરવી જોઈએ, જાણો…

image source

નહાતી વખતે કે મોં ધોતી વખતે વારંવાર કાન ધોવાનું ટાળો. આ સાથે જ કાનમાં પિન, પેન્સિલ કે કોઈ સળી અથવા ચાવી વગેરે નાંખવાનું ટાળો, તેનાથી ખંજવાળવું પણ ન જોઈએ. સ્વીમિંગ કરવા દરમિયાન તમારા કાનમાં પાણી ન જાય તેની તકેદારી રાખવી જોઈએ. જો કાનમાં દુખાવાની વારંવાર ફરિયાદ રહેતી હોય તો તરવું ન જોઈએ. કાનના પડદામાં જમા થતા ચીકાસવાળા પદાર્થની સફાઇ સમયસર થતી રહેવી જોઈએ. જો કાનમાં થોડો દુખાવો થાય છે, તો ઘરેલુ ઉપાયો કરવાની સાથે તરત જ નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરવો સારું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ