OMG! ચાલતી બસમાં ઘૂસ્યો 80 ફૂટ લાંબો ગેસનો પાઇપ, અને પછી જે થયુ એ વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

ભારતના નાનામાં નાના ગામડા હોય કે પછી મોટા મોટા શહેરો હોય કે પછી રાજ્યોના હાઇવે હોય. બધે જ વાહન વ્યવહારનું પ્રમાણ વધી ગયું છે અને હજુ પણ વધતું રહેશે. પણ બીજી બાજુ લોકોમાં અકસ્માતો પ્રત્યે જોઈએ તેટલી જાગૃતિ જોવા નથી મળી રહી અને માટે દેશમાં રોજ સેંકડો અકસ્માત સર્જાય છે અને સેંકડો લોકો રોજ રોડ અકસ્માતના કારણે મૃત્યુ પામે છે.

image soucre

રાજસ્થાન જિલ્લાનાં સાંડેરાવ વિસ્તારમાં મંગળવારે એક અત્યંત ભયંકર માર્ગ દુર્ઘટના ઘટી ગઈ. જેમાં એક મહિલા સહિત 2 લોકોનું મૃત્યુ થઈ ગયું અને એક ડઝન કરતાં પણ વધારે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આ અકસ્માત ફોરલેન હાઇવે પર થયો હતો. અહીં ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. 80 ફૂટ લાંબો પાઇપ હાઇડ્રોલિક મશીનનના ઓપરેટરની બેદરકારીથી આ મહાકાય પાઇપ બસની આરપાર ઘૂસી ગયો હતો. કહેવાય છે કે આ અકસ્માતના કારણે એક મુસાફનું ગળુ કપાઈ ગયું હતું અને એક વ્યક્તિનું માથું સંપૂર્ણ રીતે ફાટી ગયું હતું. અકસ્માત બાદ અહીં દોરાદોડી મચી ગઈ હતી. અકસ્માત બાદ બસની હાલતને જોઈને તેને જોનાર દરેક લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.

image source

પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત સાન્ડેરાવથી ત્રણ કિલોમીટર દૂર પાલી તરફ થયો હતો. અહીં ફોરલેન હાઇવેની પાસે લાંબા સમયથી અંડર ગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે મારવાડ જંક્શનથી પૂના જતી ખાનગી ટ્રાવેલ કંપનીની બસ આ હાઇવે પરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે અહીં ગેસપાઇપ લાઇન નાખવા માટે હાઇડ્રોલિક મશીનનો ઓપરેટર લગભગ 80 ફૂટ લાંબો એક પાઇપ આજુબાજુ જોયા વગર બેદરકારી પૂર્વક મશીન ચલાવતા ફોરલેન પર લઈ આવ્યો હતો.

image soucre

આ દરમિયાન જ તે પાઇપ ત્યાંથી પસાર થઈ રહેલી આ ખાનગી ટ્રાવેલ બસની બારીમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ તે પાઇપે બસને આરપાર ચીરી નાખી હતી. તેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ભારે બૂમરાણ મચી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. તે બન્ને ઇસાલી ગામના રહેનારા હતા. આ ઉપરાંત લગભગ 12 કરતાં પણ વધારે મુસાફરોને ગંભીર ઇજા થઈ છે.

पाली में भयानक एक्सीडेंट, गैस पाइपलाइन का पाइप बस में घुसा - News AajTak
image soucre

અકસ્માતની ખબર મળતાં સાંડેરાવની પોલિસ સક્રિય બની ગઈ હતી. પોલીસની ટીમે ઘટના સ્થળ પર હાજર થઈને મૃતકો તેમજ ઘાયલોને સ્થાનિક સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. અકસ્માત બાદ અહીંના હાઇવે પર ભારે ટ્રાફિક જામી ગયો હતો જેને પોલીસે ભારે મહેનત કરીને પુનઃકાર્યરત કરવો પડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ