બર્ગરના શોખીનો માટે એક ખરાબ સમાચાર, મેકડોનાલ્ડ્સના ૧૬૫ રેસ્ટોરન્ટ્સ ભારતમાં થયા બંધ…

વિશ્વની સૌથી પ્રખ્યાત ફૂડ ચેઈન સાથે ભારતીય બીઝનેસ કંપનીના કરાર ટૂટ્યા. બે દાયકા પછી થશે નવા ફેરફારો… બર્ગરના શોખીનો માટે એક ખરાબ સમાચાર, મેકડોનાલ્ડ્સના ૧૬૫ રેસ્ટોરન્ટ્સ ભારતમાં થયા બંધ… જાણો શું છે ભારતમાં મેકડોનાલ્ડ્સના માલિકોની હકીકત… ફરી શરૂ થશે બર્ગરની ડિમાન્ડ કે પછી થશે તેના આઉટલેટ બંધ!


ભારતમાં, સૌથી મનપસંદ ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સના ૧૬૫ રેસ્ટોરાં થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યાં છે. ખરેખર, મેકડોનાલ્ડના પૂર્વ અને ઉત્તર ભારતના એ.મડી. વિક્રમ બક્ષીની કંપની સાથેની અત્યાર સુધીની સફર સમાપ્ત થઈ ગઈ છે. બક્ષી બે દાયકાથી મેકડોનાલ્ડ્સ સાથે સંકળાયેલા છે, પરંતુ હવે 20 વર્ષનો આ ઘનિષ્ઠ સંબંધ સમાપ્ત થઈ ગયો છે.


હવે આ કંપની મેકડોનાલ્ડની જવાબદારી સંભાળશે.

વિક્રમ બક્ષીની માલિકી ધરાવતી કોનોટ પ્લાઝા રેસ્ટોરન્ટ કંપની સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આને ધ્યાનમાં રાખીને, મેકડોનાલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એમ.આઈ.પી.એલ.)એ અદાલતની બહાર સમાધાન કર્યું છે. કરાર મુજબ, એમ.આઇ.પી.એલ.એ હવે બાકીનો હિસ્સો ખરીદી લેવાનો નિર્ણય લીધો છે. તે પહેલાં, સંયુક્ત સાહસ કંપની કોનોટ પ્લાઝા રેસ્ટોરાં લિમિટેડ (સી.પી.આર.એલ.) આ તમામ આઉટલેટ્સનું સંચાલન કરતી હતી.


મેકડોનાલ્ડ ફરથી એક – બે અઠવાડિયામાં ખુલશે


આ સંદર્ભમાં, કંપનીએ જણાવ્યું હતું કે ઉત્તર અને પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્સના ૧૬૫ રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે, તેને ફરીથી ટૂંક સમયમાં ફરીથી ખોલવામાં આવશે. હકીકતમાં, આ રેસ્ટોરાંઓને “કાર્યકારી પ્રોટોકોલ આકારણી અને કર્મચારીનું પ્રશિક્ષણ” માટે બંધ કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે આ રેસ્ટોરાં એક કે બે અઠવાડિયામાં રાબેતા મુજબ ફરીથી ખોલવામાં આવશે.


૨૦૧૩માં વિક્રમ બક્ષીને આ પોસ્ટ પરથી બરાખાસ્ત કરાયા હતા.

આપને જણાવીએ કે મેકડોનાલ્ડ અને વિક્રમ બક્ષીની માલિકીના કોનોટ પ્લાઝા રેસ્ટોરન્ટમાં ઘણાવખથી કોઈ બાબતે લાંબો વિવાદ ચાલે છે. ૨૦૧૩માં, મેકડોનાલ્ડે વિક્રમ બક્ષીને સી.પી.આર.એલ.ના એમડી તરીકેની પદવી પરથી દૂર કર્યા હતા, જેના સામે બક્ષીએ કંપની લૉ બોર્ડમાં અરજી દાખલ કરી હતી. આ પછી, બક્ષીનો કેસ દિલ્હી હાઇ કોર્ટમાં ગયો. અદાલતે બંને પક્ષોને વાટાઘાટ દ્વારા સમાધાન કરવા જણાવ્યું હતું.


વર્ષ ૨૦૧૭-૧૮માં રૂપિયા ૬૫ લાખનો નફો

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂપિયા ૬૫ લાખનો નફો થયો હતો. પાછલા નાણાકીય વર્ષોમાં, CPRLને કુલ રૂ. ૩૦૫ કરોડનું નુકસાન સહન કરવું પડ્યું હતું.


૧૯૯૫માં કરાર

મેકડોનાલ્ડ અને સીપીઆરએલ વચ્ચેના કરાર પર ૧૯૯૫માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી CPRL એ ફ્રેન્ચાઇઝી મોડેલ પર સમગ્ર દેશમાં તેના રેસ્ટોરાં ખોલી. તે સમયથી મેકડોનાલ્ડ્સના ઘણા રેસ્ટોરન્ટ્સ આવ્યા વૈશ્વિક બ્રાન્ડ અને ભારતીયોના સ્વાદ અનુસાર મેનૂમાં થયેલા ફેરફારોને લીધે, કંપની સમગ્ર દેશમાં પ્રખ્યાત બની ગઈ.


મેકડોનાલ્ડ, એ વિશ્વની સૌથી પ્રખ્યાત એવી ફૂડ ચેઈન છે જેનું વર્લ્ડ રિયલ એસ્ટેટમાં સૌથી વધુ રોકાણ અને નામ છે. એજ કારણે તેના સાથેના વિવાદોને ઝડપથી આટોપીને નવેસરથી તેમને કંપનીની શાખ જાળવી લઈને ફરીથી એજ સ્વાદ અને સલીકા સાથે રેસ્ટોરેંટ શરૂ કરવાની કવાયત ચાલુ કરી મૂકી છે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ