બુધવારના દિવસેે ભૂલ્યા વગર કરો આ 5 ઉપાય, ગણપતિ બાપ્પા થશે પ્રસન્ન અને સાથે અનેક મનોકામનાઓ થઇ જશે પૂરી

મિત્રો, આજે આ લેખમા અમે તમને અમુક એવા કાર્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને જો તમે અજમાવો છો તો તમને તમારા ભાગ્યનો સંપૂર્ણપણે સાથ મળી રહેશે. તમારુ સુતેલુ ભાગ્ય પણ ફરી જાગી ઉઠશે. આજે અમે તમને જે કાર્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે પ્રભુ શ્રી ગણેશજી સાથે સંકળાયેલ છે અને તેમા પણ જો તેમની પૂજા વિશેષ બુધવારના દિવસે કરવામા આવે તો તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ આ કાર્યો વિશે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે, કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવામા આવે છે, તેમની પૂજા કરવાથી તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ બની રહે છે. જો તમે ગણપતિબાપાને મોદકનો ભોગ અર્પણ કરો તેમની વિશેષ પૂજા કરો તો તમારા બુધ ગ્રહના તમામ દોષ દૂર થઈ જાય છે.

image soucre

આ સિવાય જો આ દિવસે પ્રભુને સિંદૂર અર્પણ કરો તો તમારા જીવનમા પ્રવર્તતી તમામ સમસ્યાઓનો અંત આવે છે. આ સિવાય બુધવારના દિવસે ગૌમાતાને લીલુ ઘાસ ખવડાવવામા આવે તો તે તમારા માટે ફળદાયી સાબિત થઇ શકે છે. આપણા શાસ્ત્રોમા ગૌમાતાને પૂજનીય અને પવિત્ર ગણવામા આવે છે, તેમની સેવાથી બધા જ દેવી-દેવતાઓની તમારા પર વિશેષ કૃપા બની રહે છે.

image source

આ ઉપરાંત જો તમે બુધવારના દિવસે વહેલી સવારે ઉઠીને અને સ્નાન કરીને ત્યારબાદ પ્રભુને જઈને તેમને દૂર્વા અર્પિત કરો તો તમને આવનાર સમયમા શુભ ફળની પ્રાપ્તિ અવશ્યપણે થઇ શકે છે. આ સિવાય જો તમે બુધવારના રોજ પ્રભુ શ્રી ગણેશના પૂજન પછી કોઈ પશુને ભોજન કરાવો તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. આ કાર્ય કરવાથી પ્રભુની વિશેષ કૃપા તમારા પર બની રહે છે.

image source

આ સિવાય જો તમે પ્રભુની આરતી કર્યા પછી તેમને અર્પિત કરેલો ભોગ સૌથી પહેલા બાળકોને આપો તો પ્રભુ પ્રસન્ન થાય છે કારણકે, બાળક પણ ભગવાનનુ જ સ્વરૂપ છે એટલા માટે પ્રભુને અર્પણ કરેલો પ્રસાદ સૌપ્રથમ નાના ભૂલકાઓને જ આપવો જેથી, તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.

image source

આ ઉપરાંત જો તમે ગણપતિબાપાના દર્શન કરીને ત્યારબાદ જો કોઈ ગરીબ વ્યક્તિને દાન આપો તો તે ખુબ જ શુભ ગણાય છે. પ્રભુને વિશાળ હૃદયવાળા લોકો ખુબ જ ગમે છે, તેમના પર પ્રભુની અસીમ કૃપા બની રહી છે. આ સિવાય જો તમે કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાથી પીડાતા હોવ તો બુધવારના દિવસે ગણપતિબાપાને ઘી અને ગોળના લાડુ અર્પણ કરો અને તેને જરૂરીયાતમંદ લોકોમા વહેંચો જેથી, તમારી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે અને તમારા ઘરમા સુખ-સમૃદ્ધિ નો વાસ થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ