ઐશ્વર્યા રાય બચ્ચનની એક એવી આદત કે જે નથી ગમતી તેમના નણંદ શ્વેતા બચ્ચનને…

મિત્રો, ગયા વર્ષે કોરોનાના ભયના કારણે સમગ્ર વિશ્વમા એવી અનેકવિધ ઘટનાઓ બની છે કે, જેના કારણે લોકોને ઘરમા રહેવાની ફરજ પડી હતી. આ સમય દરમિયાન ફિલ્મજગતના કલાકારોએ પણ સામાન્ય લોકોની જેમ જીવન વિતાવવુ પડ્યુ હતુ અને ઘરના કામ પણ કરવા પડ્યા હતા. આ સમય દરમિયાન આ કલાકારોના જીવન સાથે સંકળાયેલ અમુક એવા જુના કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેના વિશે કદાચ તેમને યાદ પણ નહિ હોય.

આજે અહી આ લેખમા અમે તમને એક એવા જ જુના કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે સાંભળીને તમે પણ થોડા સમય માટે આશ્ચર્યચકિત થઇ જશો. આ કિસ્સો છે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના મહાનાયકની પુત્રી શ્વેતા અને તેમની પુત્રવધુ ઐશ્વર્યાનો. આ કિસ્સો છે ઐશ્વર્યાની એક આદતનો કે, જે શ્વેતાને જરાપણ ગમતી નથી. તો ચાલો આજે આ લેખમા જાણીએ કે, ઐશ્વર્યાની એવી કઈ આદત છે, જે શ્વેતાને જરાપણ ગમતી નથી.

લેખક અને ફેશન ડિઝાઇનર શ્વેતાને ભાભી ઐશ્વર્યાની એક આદત જરાપણ ગમતી નથી, જેના વિશે તેણે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ મા માહિતી આપી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતુ કે, ભાભીને જો ગમે ત્યારે તમે કોલ કરો અને તેમણે કોલ રીસીવ ના કર્યો હોય તો પણ તે પાછો કોલબેક નથી કરતી.

ઐશ્વર્યા વિશે વાત કરતાં સ્વેતાએ જણાવ્યુ હતુ કે, “તે એક મજબૂત સ્ત્રી સાથે સારી માતા પણ છે પરંતુ, જ્યારે તે કોલ રીસીવ ના કરીને પણ કોલબેક નથી કરતી ત્યારે તેમની આ આદત પર ખુબ જ ગુસ્સો આવે છે. તેમનુ ટાઇમ મેનેજમેન્ટ જરાપણ સારું નથી. પછી જ્યારે અભિષેકને પૂછવામાં આવ્યું કે, તેને તેની પત્નીની કઈ આદત જરાપણ ગમતી નથી ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, “હું ઐશ્વર્યાને પ્રેમ કરું છું કારણકે, તે પણ મને પ્રેમ કરે છે પરંતુ, મને તેની પેકિંગ કરવાની આદત જરાપણ ગમતી નથી, તેમની પેકીન્ગની શૈલી ખુબ જ ખરાબ છે.”

અભિષેક વિશે વાત કરતાં શ્વેતાએ જણાવ્યુ હતુ કે, મને ખુશી થાય છે જ્યારે તે પોતાના પરિવાર પ્રત્યેની તમામ જવાબદારીઓને સમજે છે અને તેને નિભાવે છે. તે એક સારા પતિ સાથે સારો પુત્ર પણ છે. તેમાં કોઈ શંકા નથી કે શ્વેતા બચ્ચન તેની ભાભી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ખૂબ સારી બોન્ડિંગ ધરાવે છે.

જો કે, આ બંનેની સોશિયલ મીડિયા પર બોન્ડિંગ દેખાતી નથી. ઐશ્વર્યા પોતાની જાતને ઇન્ટરનેટથી દૂર રાખવી પસંદ કરે છે. તે જ સમયે, શ્વેતા પણ ઓછી સક્રિય છે. હા, ક્યારેક એકબીજા સાથે ફરવા જવાનુ હોય ત્યારે નિશ્ચિતરૂપે દેખાય છે. બંને માટે એકબીજાના મનમાં ઘણું આદર અને પ્રેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ