લોન્ચ થયા ત્રણ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર, જેમાં કોલથી લઇને મળશે આ જોરદાર સુવિધાઓ, કિંમત જાણીને તમે પણ આજે જ કરાવી દેશો બુક

Earth Energy EV (અર્થ એનર્જી ઇવી) એ તાજેતરમાં જ ભારતમાં પોતાના ત્રણ ઇલેક્ટ્રિક ટુ વ્હિલર્સ લોન્ચ કર્યા હતા. મુંબઇ સ્થિત સ્ટાર્ટઅપે જણાવ્યું હતું કે બધા વાહનોમાં 96 ટકા સ્થાનિક માલસામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થ એનર્જી ઇવીના મુખ્ય કાર્યકારી અધિકારી અને સંસ્થાપક રૂશી એસએ એક વર્ચ્યુઅલ લોન્ચ ઇવેન્ટમાં જણાવ્યું કે ” ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ અલગ અલગ બાબતોને કારણે વધી રહ્યો છે જેમ કે પર્યાવરણ બાબતે વધેલી જાગૃતિ, પેટ્રોલના વધતા ભાવ અને ઉત્પાદન માટેના કડક નિયમો. અમને લાગે છે કે હવે ઇલેક્ટ્રિક વાહનોની માંગ પહેલાથી પણ વધુ વધશે. ”

image source

તેઓએ વધુમાં જણાવ્યું કે ” કંપની આગામી અમુક મહિનાઓમાં મોડ્યુલર ડિઝાઇન સાથે ઇલેક્ટ્રિક લાઈટ કોમર્શિયલ વ્હિકલ (એલસીવી) બજારમાં મુકવાની તૈયારી કરી રહી છે. કંપની વર્તમાનમાં મુંબઈના બહારના વિસ્તારમાં એક વિનિર્માણ સુવિધામાં પોતાની ઉત્પાદ રેન્જ બનાવી રહી છે. ”

GLYDE

image source

આ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેમાં કંપનીએ 2.4W ની ક્ષમતાની મોટરનો ઉપયોગ કર્યો છે. આ સ્કુટરની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે.

Evolve Z

image source

આ ઇલેક્ટ્રિક બાઇકમાં 96 AH ની ક્ષમતા ધરાવતી લીથીયમ બેટરી પેક આવે છે. આ બેટરીને એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ બાઈક 100 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

Evolve R

આ બાઈક દેશની પ્રથમ ઇલેક્ટ્રિક કુઝર બાઈક છે. આ બાઇકને ફાસ્ટ ચાર્જરની મદદથી ફક્ત 40 મિનિટમાં જ ફૂલ ચાર્જ કરી શકાય છે. કંપનીના કહેવા મુજબ આ બાઈક ફૂલ ચાર્જ કર્યા બાદ 110 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

કિંમત

image source

કંપનીએ GLYDE મોડલને 92,000 રૂપિયામાં લોન્ચ કર્યું છે. જ્યારે Evolve Z મોડલને 1.3 લાખ રૂપિયા અને Evolve R મોડલને 1.42 લાખ રૂપિયાની કિંમત સાથે લોન્ચ કર્યા છે.

ફીચર્સ

image source

કંપનીના કહેવા મુજબ તેના મોડલ સ્માર્ટફોન માટે ઇન-બીલ્ટ એપ સાથે મળે છે જે રાઈડરને લાઈવ નેવિગેશન સ્ટેટ્સ, ઇનકમિંગ કોલ, મેસેજ એલર્ટ, ટ્રીપ હિસ્ટ્રી અને હાલના ઓન સ્ક્રીન ડેસ્ટિનેશન જેવા ફીચર્સ પુરા પાડે છે.

કંપનીની યોજનાઓ

image source

રૂશી એસએ જણાવ્યું હતું કે ” આ પ્લાન્ટ દર વર્ષે 12,000 યુનિટ્સનું ઉત્પાદન કરી શકે છે. હવે સામે દર વર્ષે 65,000 યુનિટ્સ સાથે એક નવો પ્લાન્ટ સ્થાપિત કરવા માંગીએ છીએ. તેઓએ વધુમાં જણાવ્યું કે કંપની આ વર્ષના અંત સુધીમાં 45 ડીલર આઉટલેટ ખોલશે. હાલમાં કંપનીના મુંબઈમાં સત સ્થાનોએ સાત ડીલરશીપ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ