શું તમે જાણો છો બ્રાઉન રાઈસની આ હકીકત? જો ‘ના’ તો જાણી લો જલદી નહિં તો..

મિત્રો, પ્રવર્તમાન સમયમાં મોટાભાગના લોકો તેમની ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે. તેથી આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે આપણે વિવિધ પ્રકારના આરોગ્યપ્રદ આહારનુ સેવન કરવુ પડે છે. શું તમને ખ્યાલ છે કે સુપર માર્કેટમા આ મોંઘા અને બ્રાઉન રાઇસ કે જેને પોલિશ ના ગણવામા આવે છે, તે વાસ્તવિકતામા સફેદ અને પોલિશ પણ થઈ શકે છે અને આજે અમે તમને આ બધી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image soucre

વાસ્તવમા મદ્રાસ ડાયાબિટિક રિસર્ચ ફાઉન્ડેશનના ફૂડ સાયન્ટિસ્ટોએ બજારમાં લગભગ ૧૫ પ્રકારના ‘હેલ્ધી’ ચોખાનું પરીક્ષણ કર્યું હતું, જેના ખુબ જ ચોંકાવનારા પરિણામો આવ્યા હતા. મોટાભાગના કિસ્સાઓ એવા પ્રકાશમા આવ્યા છે કે, પેકેટમા કરવામા આવેલા દાવાઓ સત્યથી ઘણા દૂર છે.

image source

એમ.ડી.આર.એફ. ના ફૂડ એન્ડ ન્યૂટ્રિશન રિસર્ચ સાયન્ટિસ્ટ સુધા વાસુદેવને જણાવ્યું હતું કે, “અમારી પાસે મોટી સંખ્યામાં ડાયાબિટીસના દર્દીઓ ચોખાની નવી જાતો લઈને આવતા હતા, જે ઝીરો કોલેસ્ટ્રોલ અને શુગરફ્રી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અમે આવા 15 લોકપ્રિય ચોખા ચકાસવાનું નક્કી કર્યું.

image source

આ તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો બ્રાઉન રાઇસની બ્રાન્ડનો હતો, જેણે દાવો કર્યો હતો કે તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફક્ત ૮.૬ હતો. જેના પર સુધાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય જી.આઈ. ટેબલમા આટલી ઓછી જી.આઈ. નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ચોખામા જી.આઈ. કમ સે કમ ૪૦ ની આસપાસ હોવુ જોઈએ.

image source

આ તપાસની વધુ વિગતો આપતા એમ.ડી.આર.એફ. ના સહ-લેખક ખાદ્ય વૈજ્ઞાનિક શોભના શનમુગમે માહિતી આપી હતી કે, આ તપાસમા ચોખા અડધા બાફેલા બ્રાઉન રાઈસ હોવાનું જણાયું હતું. આ બ્રાઉન રાઇસને પોલિશ કર્યા વિનાના હતા. જ્યારે આ ચોખા રાંધવામાં આવે છે, ત્યારે તે વધુ પાણી શોષી લે છે, જે સ્ટાર્ચનું સ્તર વધારે છે અને જી.આઈ.નુ સ્તર પણ વધારે છે.

image source

વાસુદેવન કહે છે કે “ઓછા પોલિશ્ડ ચોખામા વધુ પડતા જી.આઈ. હોય છે તથા આ ચોખા અડધા બાફેલા અને પોલિશ હોય છે અને તેથી જ તેઓ એટલા તંદુરસ્ત નથી હોતા. એટલું જ નહીં, જો તમે બ્રાઉન રાઇસનો ઉપયોગ શુગરફ્રી અથવા ઝીરો કોલેસ્ટ્રોલના દાવા સાથે કરો છો, તો તમે હજુ પણ વાસ્તવિકતાથી દૂર છો. હકીકતમાં ઝીરો કોલેસ્ટ્રોલનો દાવો તદ્દન ખોટો છે, તે તમને ગેરમાર્ગે દોરવાનો એક માર્ગ છે અને જ્યાં સુધી ખાંડમુક્ત ચોખાનો દાવો કરવામાં આવે છે ત્યાં સુધી ચોખામાં રહેલા સ્ટાર્ચને પાચન સમયે ગ્લુકોઝમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે શુગરફ્રી ન હોઈ શકે.

image source

અમે તમને આ પેકેટ પરના દાવાઓ પર ના જવાની સલાહ આપીશુ અને એ વાત ધ્યાનમા રાખવાનુ કહેશુ કે, તમે ચોખાનું ઓછું સેવન કરશો તો તમે વધુ તંદુરસ્ત રહેશો. ખાસ કરીને, સુગરના દર્દીઓએ ઝીરો કોલેસ્ટ્રોલ અને શુગરફ્રી જેવા ખોટા દાવાઓ પર વિશ્વાસ કરીને પોતાના જીવનનું બલિદાન ન આપવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત